લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

માત્ર 7 દિવસમાં ગમેતેવા કોલેસ્ટ્રોલથી જીવનભર છુટકારો, દવા અને ઇન્જેક્શન કરતા પણ વધુ અસરકારક બેસ્ટ ઈલાજ

Posted by

કોલેસ્ટ્રોલ વધવું એક ગંભીર સમસ્યા છે. જ્યારે કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે ધમનીઓમાં પ્લેક બને છે. જેના કારણે સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયરોગના ગંભીર રોગો થઈ શકે છે. કોલેસ્ટ્રોલ એક ચરબી જેવો પદાર્થ છે તે કોષ પટલ, વિટામિન ડી અને કેટલાક હોર્મોન્સની રચના માટે જરૂરી છે. કોલેસ્ટેરોલ પાણીમાં દ્રાવ્ય નથી હોતું, તેથી તે શરીરમાં આપમેળે વહેતું નથી.

લિપોપ્રોટીન કોલેસ્ટ્રોલને શરીરમાં વહેવામાં મદદ કરે છે. લિપોપ્રોટીન લોહીના પ્રવાહમાં કોલેસ્ટ્રોલનું પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. પરંતુ કેટલીકવાર શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે. તેને એલડીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે એલડીએલનું સ્તર વધે છે ત્યારે ઘણી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

જ્યારે હાઈ કોલેસ્ટ્રોલને કારણે મગજ કે હૃદયમાં લોહીનું પરિભ્રમણ અવરોધાય છે, ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો દેખાઈ શકે છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે છાતીમાં દુખાવો થઈ શકે છે. આ સ્થિતિમાં તમને થોડા સમય અથવા દિવસો સુધી છાતીમાં દુખાવો થઈ શકે છે. છાતીમાં દુખાવો પણ તીવ્ર હોઈ શકે છે. ઘણી વખત આ છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું લક્ષણ પણ માનવામાં આવે છે. આ સિવાય પગમાં દુખાવો પણ થઈ શકે છે.

પરસેવો થવો એ સામાન્ય વાત છે. પરંતુ જે લોકોને વધારે પડતો પરસેવો થાય છે તે કોઇને કોઇ સમસ્યાની નિશાની હોય છે. અતિશય પરસેવો એ ઉચ્ચ કોલેસ્ટ્રોલનું લક્ષણ હોઈ શકે છે. આ સાથે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધવા પર પરસેવો પણ વધુ આવે છે.

કોલેસ્ટ્રોલના ઉપાય:

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા હેલ્ધી ખોરાક ખાવો જોઈએ આ માટે તળેલા અને જંક ફૂડથી સંપૂર્ણપણે દૂર રહેવું. આ સાથે જ પોતાની જાતને એક્ટિવ રાખો. સક્રિય જીવનશૈલી અપનાવવાથી હૃદયની તંદુરસ્તીમાં સુધારો થાય છે.

થોડા દિવસો સુધી પગમાં સતત દુખાવો રહેતો હોય તો તેને પણ અવગણશો નહીં. જ્યારે પગની ધમનીઓમાં બ્લોકેજ આવે છે, ત્યારે ઓક્સિજનયુક્ત લોહીની જરૂરી માત્રા શરીરના નીચલા ભાગ સુધી પહોંચતી નથી. આનાથી પગમાં ભારેપણું અને થાક આવી શકે છે. કેટલાક લોકો કોલેસ્ટ્રોલ વધારે હોય ત્યારે પગમાં બળતરા સાથે દુખાવાની ફરિયાદ પણ કરે છે. ઘણી વખત નિતંબ, જાંઘથી લઈને નીચે સુધી પગમાં આ દુખાવો થાય છે. દુખાવો બંને અથવા તો એક પગમાં પણ હોઈ શકે છે. ચાલતી વખતે કે દોડો કે દાદરા ચઢો ત્યારે આ સમસ્યા વધુ અનુભવાય છે. આરામ કરવાથી પીડામાં રાહત મળે છે અને ચાલવાથી ફરીથી થઈ શકે છે.

ગ્રીન ટીમાં એવા ઘણા તત્વો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. ચયાપચયને સુધારવા અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દરરોજ એક કપ ગ્રીન ટી જરૂર પીવી જોઈએ. ગ્રીન ટીમાં એવા તત્વ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે.

અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને લિનોલેનિક એસિડ જેવા સૌથી શક્તિશાળી તત્વો હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ પર સીધો હુમલો કરે છે અને ખૂબ અસરકારક પણ છે. માટે કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે અળસીનું સેવન કરો.

નવશેકા પાણીમાં આંબળાનો પાવડર મિક્સ કરીને પીવાથી ધીમે ધીમે કોલેસ્ટ્રોલથી છુટકારો મળે છે. હકીકતમાં આમળામાં એનિમો એસિડ અને એન્ટી-ઓક્સિડેન્ટ્સ જોવા મળે છે, જે બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

સવારે અથવા રાત્રે સૂતા પહેલા લસણને કાચું ખાઓ. લસણમાં એલિસન નામના તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ કારગર છે, તેથી લસણનું સેવન કરો. અર્જુનની છાલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાની બેસ્ટ દવા છે.

કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય ત્યારે રોજ સવારે તમે આમળા અને એલોવેરા જ્યૂસ પીવો માત્ર સાત દિવસમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જશે.

આયુર્વેદમાં સફેદ કોળાને ઔષધીય ગુણોથી ભરપૂર ગણવામાં આવે છે. પ્રાચીન સમયમાં, સફેદ કોળાને દવા તરીકે ઉપયોગમાં લેવાતું હતું. પેટ સંબંધિત વિકારો દૂર કરવા માટે સફેદ કોળું ખાવાની સલાહ આપવામાં આવતી હતી. સફેદ કોળાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *