નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ડાયરાના કિંગ અને તેમણે ગુજરાતના હાવજ તરીકે પણ ઓળખાણ છે એવા કીર્તિદાન ગઢવી વિશે હું આજે તમને જણાવવાનો છું કીર્તિદાન ગઢવી એ ખૂબ જ જુના અને જાણીતા કલાકાર છે અને તેઓએ ઘણા કલાકારોને સ્ટેજ તરફ લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી છે અને તેઓ હંમેશા મોજમાં જ હોય છે.
તેઓ કોઈ દિવસ કોઈ કલાકારને અથવા તેમના ફ્રેન્ડને મન દુઃખ થાય એવું કામ કરતા જ નથી અને એટલા માટે જ તેમના કરોડો ચાહકો છે જે તેમણે દિલથી સાંભળે છે અને ખૂબ જ પ્રેમ આપે છે.ત્યારબાદ વાત કરવામાં આવે તો કીર્તિદાન ગઢવી આખા ગુજરાતમા જ નહિ પણ દરેક રાજ્યોમાં તેમનો ડંકો વગાડી લીધો છે.
અને તેઓએ ગુજરાત સહિત અને રાજ્યોમાં તેમના પ્રોગ્રામ કર્યા છે અને તેવો ગુજરાતનો નામાંકિત કલાકાર એવા કિર્તીદાન ગઢવીના ગાળામાં સાક્ષાત માં સરસ્વતી બેઠેલી છે તેવું પણ લોકો દ્વારા કહેવામા આવી રહ્યું છે અને તેમજ તેમના જીવનમાં ઘણી બધી એવી વાતો છે.
જેના તમે અપરિચિત છો તેના વિશે પણ હું તમને જણાવીશ કીર્તિદાન ગઢવી હંમેશા તેમના પ્રોગ્રામમાં સાયબો રે ગોવાળિયા વાળું ગીત ગાય છે અને સ્ટેજ જ પર આવતા જ કીર્તિદાનના ફ્રેન્ડો તેમને આ ફરમાઈશ આપતા હોય છે અને કીર્તિદાન ગઢવીને આ ગીતના કારણે ઘણી લોકચાહના મળી છે અને તેઓએ ખૂબ જ નામ કમાવ્યું છે.
ગુજરાતના જાણીતા સિંગર કીર્તિદાન 45 વર્ષના છે તેમનો જન્મ 23 ફેબ્રુઆરી 1976ના દિવસે થયો હતો કીર્તિદાનનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો કીર્તિદાન ગઢવીએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો કીર્તિદાનના લાખો ચાહકો પણ આજે તેમને બર્થ-ડે વિશ કરી રહ્યાં છે.
બર્થ-ડેના દિવસે કીર્તિદાન ગઢવીના ઘરમાં મારે એક લટાર કીર્તિદાન ગઢવીના ઘરનું નામ સ્વર છે અને તેમના પુત્રનું નામ પણ સ્વર છે.જાણીતા સિંગર કીર્તિદાન ગઢવી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશની ધરતી પર પણ બહુ ફેસમ છે સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાનું લક્ઝુરિયસ ઘર રાજકોટના આંગણે બનાવ્યું છે સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાનું લક્ઝુરિયસ ઘર રાજકોટના આંગણે બનાવ્યું છે.
કીર્તિદાન ગઢવીએ ફેબ્રુઆરી 2016માં નવા ‘સ્વર’માં ગૃહપ્રવેશ કર્યો હતો.રાજકોટના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમારે કીર્તિદાન ગઢવીના સ્વરને ડિઝાઈન કર્યું હતું કીર્તિદાન ગઢવીના ‘સ્વર’માં એકદમ નેચરલ વૂડનો ઉપયોગ કરાયો છે.ઘરમાં એન્ટર થતાં જ મુખ્ય દરવાજાને નેચરલ વુડ અને ગ્લાસ હેન્ડલ સાથે ડિઝાઈન કરાયું છે.સ્વર’ બંગલોમાં જ થિયેટર અને અંદર બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
બંગલોમાં ખુરશી તેમજ ડાઈનિંગ ટેબલને પણ અલગ અલગ રીતે ડિઝાઈન કરાયા હતાં.વોટરફોલ સામે મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.કીર્તિદાન ગઢવીના આ લક્ઝુરિયસ બંગલોનું નામ સ્વર’ છે.તેમજ કીર્તિદાન ગઢવીએ જામનગરમાં ગાય રક્ષણ રેલીનો પણ પ્રારંભ કર્યો હતો.
અને ત્યાં જ ડાયરામાં તેમણે લોકોને ખૂબ જ મોજમાં લાવી દીધા હતા અને ત્યારે જ આ નોટોનો વરસાદ કરાવી ને છેલ્લે ઇનામ ની ગણતરી કાર્ય પછી તેમને બધા જ ગાયક કલાકારોનો રેકોડ તોડી નાહ્યો હતો અને ત્યારબાદ આ ગણતરી થતા જ કુલ રકમ 4.5 કરોડે પહોંચી હતી.અને આ ડાયરાના સમાચાર બીજા દિવસે આખા ભારતમાં બધી ચેનલો પર ધમાલ મચાવી દીધી હતી.
ત્યારથી જ કીર્તિદાન ગઢવીએ ડાયરાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમને ત્યાથી જ ઘણી લોકચાહના મળી હતી અને ત્યારથી જ તેમનું નામ બનવા લાગ્યું હતું અને આજે તેઓ ડાયરાના કિંગ બની ગયા છે.કીર્તિદાન ગઢવી બધા જ કલાકારો ને ખૂબ જ પ્રેમ કરે છે.
અને તેઓ જીગ્નેશ કવિરાજ,દેવાયત ખવડ,રાજભા ગઢવી તેમજ વગેરે કલાકારોને તેઓ અમુક ભૂલ થતી હોય તો તેમાં તેમણે શીખવતા હોય છે.જીગ્નેશ કવિરાજ એ કીર્તિદાન ગઢવીને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે કીર્તિદાન ગઢવીએ તેમણે સ્ટેજ પર લાવવા પાછળ ઘણી મહેનત કરી છે.
બધા જ કલાકારો કીર્તિદાન ગઢવીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ ડાયરામાં જ્યારે સાથે હોય છે ત્યારે તેઓ ખૂબ જ મોજ કરતા હોય છે.કીર્તિદાન ગઢવીના ફ્રેન્ડો હાલમાં ખૂબ જ વધી ગયા છે કારણ કે તેઓનો કંઠ ખૂબજ સુરીલો છે.તેવી જ રીતે કહેવામા આવ્યું છે કે કિર્તીદાને સૌ પ્રથમ નાના મોટા ડાયરામાંથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમણે આજે આવું નામ બનાવ્યું છે.
અને તેઓનું એક ગીત એપ્રિલ 2015 માં ટેલિવિઝન શો માં એમ.ટીવી ચેનલ ની કોક સ્ટુડિયો પર લાડકી ગીતમાં તેઓનું વધારે માન વધી ગયું હતું અને આ ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને કીર્તિદાન ગઢવીને ત્યારે પણ ઘણી લોકચાહના મળી હતી અને હાલમાં તેઓ સૌથી બેસ્ટ અને મોટા કલાકાર બની ગયા છે