માર્કેટમાં આજકાલ જાપાની કોન્ડોમ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. જે માણસના વાળ જેટલા પાતળા હોય છે. જેને દુનિયાના સૌથી પાતળા કોન્ડોમ માનવામાં આવે છે. તેમ છતા સાથે સાથે આ કોન્ડોમને સૌથી સુરક્ષિત કોન્ડોમ પણ મનાય છે. જાપાની કોન્ડોમની શોધ જાપાનના વૈજ્ઞાનિકોએ કેટલાક વર્ષો પહેલા કરી હતી. તેમનો દાવો છે કે આ દુનિયાનું સૌથી પાતળું કોન્ડોમ છે. હાલ જે કોન્ડોમ માર્કેટમાં વેચાય છે તેની જાડાઈ 0.06mm છે. જ્યારે જાપાની કોન્ડોમની જાડાઈ 0.038mm છે. જેના કારણે તેને 003 કોન્ડોમ પણ કહે છે.
સેફ્ટી મામલે આ જાપાની કોન્ડોમને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. સેક્સ એક્સપર્ટ્સ અનુસાર શારીરિક સંબંધો દરમિયાન તેના ઉપયોગથી કોઈપણ પ્રકારે સમસ્યા રહેતી નથી. તેમજ કોઈ પ્રેગ્નેન્સીના આસાર પણ નથી રહેતા. આ પ્રકારના કોન્ડોમની ખાસ વાત એ છે કે તે ખૂબ જ પાતળા હોવાથી પેનિટ્રેશન સમયે તે પહેર્યા છે તેવો આભાસ પણ નથી થતો.
જેથી પ્લેઝર અને ઓર્ગેઝમ બંને ડબલ થઈ જાય છે. આ કોન્ડોમને ખરીદતા વખતે સૌથી પહેલા જુઓ કે ક્યા મટીરિયલથી બન્યા છે. કેટલાક કોન્ડોમ લેટેક્સ તો કેટલાક નોન લેટેક્સ કોન્ડોમથી બન્યા છે. જો તમને લટેક્સથી એલર્જી હોય તો તેની જગ્યાએ પોલીયુરિથેન અને પોલીઆઈસોપ્રીન મટીરિયલથી બનેલા કોન્ડોમ ખરીદી શકો છો.
અનેક પાતળા કોન્ડોમ કોન્ડોમ ઓઇલ બેઝ્ડ લુબ્રિકેન્ટ્સ સાથે આવે છે. તેની જગ્યાએ વોટર બેઝ્ડ અથવા સિલિકન બેઝ્ડ કોન્ડોમનો ઉપયોગ કરો. અનેક લોકોનું માનવું છે કે કોન્ડોમ જેટલા પાતળા તેટલા વધુ રિસ્કી રહે છે અને ફાટી જઈ શકે છે. પરંતુ હકીકતમાં એવું નથી. જાપાની કોન્ડોમની જેમ અન્ય ઉપલબ્ધ કોન્ડોમ પર અનેક પ્રકારે ટેસ્ટ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તેને પાસ કરવામાં આવે છે.
ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?
જ્યારે વાત સેક્શુઅલ હેલ્થની આવે છે તો મોટાભાગના લોકો આ ટોપિક પર વાત કરતા નથી. પરંતુ હવે સમય આવી ગયો છે જો તમે પોતાને અને તમારા પાર્ટનરને સેક્સ સાથે જોડાયેલી બિમારીઓથી બચાવવા માંગો છો તો સેક્શુઅલ હેલ્થ અંગે માહિતી મેળવવા માંડો. આજે અમે તમને જણાવીશું કે માર્કેટમાં વેચાઈ રહેલા ફ્લેવર્ડ કોન્ડોમ રેગ્યુલર કોન્ડોમની સરખામણીએ કેટલા સેફ છે અને તેને તમારે ઉપયોગ કરવો જોઈએ કે નહીં.
જો તમારી પાસે સસ્તા ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરશો તો તેનાથી તકલીફ થવાની આશંકા વધી જાય છે. એટલા માટે સારી બ્રાન્ડના ફ્લેવર્ડ કોન્ડોમ યૂઝ કરો કેમ કે તે સ્કિન કેર એક્સપર્ટ પ્રમાણિત હોય છે જેનાથી સ્કિનને ઓછું નુકસાન પહોંચે છે.