માં મોગલ ના પરચા અપરંપાર છે તેમના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે માં મોગલ પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાથી માં મોગલ ભક્તોના દુઃખ દૂર કરે છે અને માં મોગલ કોઈને દુખી જોવા માંગતા નથી.
અને અનેકવાર પરચા બતાવ્યા કરે છે માં મોગલ ને અઢારે વરણની માતા માનવામાં આવે છે આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામમાં મા મોગલના મંદિર મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન રહે છે.
ત્યારે માં મોગલ લાખો લોકોની પરચા બતાવ્યા છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે થોડા સમય પહેલા માં મોગલના મંદિરે બે યુવકો 50 હજાર રૂપિયા લઈને માનતા પુરી કરવા માટે આવ્યા હતા ત્યારે મણિધર બાપુએ તેમને પૂછ્યું કે કેવી માનતા હતી.
ત્યારે યુવકોએ જણાવ્યું કે અમે પાર્ટનરમાં કામ કરીએ છીએ અને છેલ્લા ઘણા સમયથી એક જમીનનું કામ રોકાયેલું હતું ઘણી મહેનત કરી છતાં કોઈને કોઈ મુસીબત આવી જતી અને તેમનું કામ રોકાઈ જતું હતું પછી અમે બંનેએ માં મોગલની માનતા રાખી હતી.
કે માં મોગલ અમારી જમીનનું કામ સારી રીતે થઈ જશે તો અમે મંદિરે આવીને 50 હજાર રૂપિયા તમારા ચરણોમાં અર્પણ કરીશું આ વાત સાંભળીને મણીધરબાપુ એ કહ્યું કે તારું કામ પૂરું થયું એ કોઈ ચમત્કાર નથી.
આ તો માં મોગલમાં તમારી અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતો એટલે જ તમારું કામ પૂરું થયું છે માં મોગલ પર આવીજ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો માં મોગલ તમારા પણ બધા જ કામ પુરા કરશે માં મોગલને આ પૈસાની કોઈ જરૂર નથી.
આ રૂપિયા તેમ બંને તમારી બહેનોને આપી દેજો માં મોગલ બધાને ખુશ રાખશે માં મોગલ અઢારે વરણની માતા છે ત્યારે માં મોગલ કોઈને દુખી જોવા મળતી નથી અને માં મોગલ ને તો કોઈ દાન-ભેટ ની જરૂર નથી.
એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે તેથી જ કહેવાય છે કે દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ કહેવાય છે કે સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોના પરચા પણ બતાવ્યા છે.