લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

દરરોજ માત્ર આ એક પાકેલું ફળ ખાઈ લ્યો, ગોઠણના દુખાવા, કબજિયાત અને લોહીની ઉણપ ગેરેન્ટી જીવો ત્યાં સુધી નહીં થાય

Posted by

કેળા એક સ્વાદિષ્ટ અને ફાયદાકારક ફળ છે, જે તરત જ પેટ ભરવાનું કામ કરે છે. તેનું સેવન માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ ત્વચા પર પણ તેની સારી અસર જોવા મળે છે. તેમાં ઊર્જા, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન બી6 અને એ જેવા ઘણા આવશ્યક પોષક તત્વો હોય છે. તેમાં હાજર ફાઇબર વજન ઘટાડવામાં અને પાચનને સરળ રીતે ચલાવવામાં મદદ કરે છે.

કેળામાં પોટેશિયમની સારી માત્રા હોય છે, જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં અને કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યોને યોગ્ય કરે છે. એટલું જ નહીં, કેળામાં વિટામિન-બી6 પણ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેળામાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ પોટેશિયમ રક્તવાહિનીઓની દિવાલોને હળવી કરીને બ્લડપ્રેશર ઘટાડવાનું કામ કરી શકે છે.

પાચન સ્વાસ્થ્ય માટે પણ કેળાના ઘણા ફાયદા છે. કેળામાં રહેલું ફાઇબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. ઉપરાંત, ફાઇબર ખોરાકને યોગ્ય રીતે પચાવે છે અને મળને સરળતાથી બહાર કાઢે છે. આ ઉપરાંત ફાઈબર કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

હાડકાં માટે કેળા વરદાનરૂપ છે. તે કેલ્શિયમથી સમૃદ્ધ હોવાથી હાડકાંનો વિકાસ અને તાકાત આપી સાંધાના અને ગોઠણના દુખાવાથી છુટકારો અપાવે છે. તેમજ કેળામાં રહેલ મેગ્નેશિયમ હાડકાના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. મેગ્નેશિયમ હાડકાના વિકાસમાં અને શરીરમાં કેલ્શિયમના પ્રવાહમાં મદદ કરે છે. એનિમિયા એક જીવલેણ રોગ છે, જે શરીરમાં લાલ રક્તકણોની ઉણપને કારણે થાય છે. આ સમસ્યામાં પણ કેળા ખાવાથી ફાયદો થાય છે.

માસિક ધર્મ દરમિયાન દુખાવામાં રાહત મેળવવવા માટે દરરોજ સવારે એક પાકું કેળું અવશ્ય ખાવું. કેળાનું સેવન કરવાથી માસિક ધર્મમાં વધુ રક્તસ્ત્રાવ અને દુખાવામાં રાહત મળી શકે છે સાથે જ માસિક ધર્મના સમયે પેટમાં ચૂંક આવે છે તેનાથી કેળામાં રહેલા પોટેશિયમમાં રાહત મળે છે, કારણ કે પોટેશિયમ ખેંચાણની સમસ્યાને ઘટાડે છે.

પેટનું અલ્સર એક ગંભીર સમસ્યા છે. તેનાથી પેટ, ફૂડ પાઇપ અને નાના આંતરડામાં દુખાવો થાય છે. જો તેની સારવાર ન કરવામાં આવે, તો તેના પરિણામો જીવલેણ પણ હોઈ શકે છે કેળાની એન્ટાસિડ અસર પેટના અલ્સર અને અલ્સરના નુકસાન સામે રક્ષણ આપી શકે છે. તે એસિડિટી ઘટાડીને પેટમાં થતી બળતરાને પણ ઘટાડે છે.

કેળા ત્વચાને ચમકદાર બનાવે છે. તે વિટામિન બી6 અને પાણીનો સારો સ્ત્રોત છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખવા તેમજ ત્વચામાં ચમક લાવવાનું કામ કરે છે. અડધા પાકા કેળાને મેશ કરી તેમાં એક ચમચી ચંદનની પેસ્ટ અને ચોથા ચમચી મધ ઉમેરો. હવે આ મિશ્રણને લગભગ 20-25 મિનિટ સુધી ચહેરા અને ગરદન પર લગાવો અને પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. વૈકલ્પિક રીતે અડધા કેળાને મેશ કરો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને લગભગ 20 મિનિટ સુધી ચહેરા અને ગરદન પર લગાવો અને પછી નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *