લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

કપડાં પર ગમે તેવો જિદ્દી ડાઘ હોય કરો આ ઘરેલુ ઉપચાર,5 જ મિનિટ માં નીકળી જશે ડાઘ…..

Posted by

દરેક વ્યક્તિ પોતાના જીવનમા સ્ટાઇલિસ કપડા પહેરીને સુંદર દેખાવા ઈચ્છતા હોય છે. જો તમારો પોશાક સારો હોય તો લોકો તમને ખૂબ જ આદર આપતા હોય છે પરંતુ, જો તમે કપડા ફાટેલા પહેરીને જાવ તો તમને કોઈપણ બોલાવતુ પણ નથી પરંતુ, આ પોશાક પર જો કોઈ દાગ પડી જાય તો તેને દૂર કરવા માટે ઘરની સ્ત્રીઓ અથાગ પરિશ્રમ કરતી હોય છે.તમે જ્યારે કોઈના લગ્ન પ્રસંગમા જમવા માટે ગયા હોવ અથવા તો ઘરમા બેઠા જમતા હોવ અને તે સમયે જો ભૂલથી પણ શાક તમારા પોશાક પર ઢોળાઈ જાય તો તેલના દાગ પડી જતા હોય છે. આ દાગને પોશાક પરથી દૂર કરવા માટે અલગ-અલગ પ્રયોગ કરવામા આવે છે. આજે આ લેખમા અમે તમને પોશાક પરથી ઝીદ્દી દાગ દૂર કરવા માટેના અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશુ.

આવા ડાઘ ગમે તે વસ્તુ ના હોય પણ તે કપડા ના શો ને બગાડે છે. જેના કારણે આવા કપડા ને ફેકી દેવા પડે છે. આવા કપડા ના ડાઘ કાઢવા અલગ-અલગ પ્રયોગ કરાય છે. પણ જો ડાઘ ન જાય તો તેને વારંવાર ધોવા થી તેના દોરા નબળા પડે છે તેમજ કલર ઊડી જાય છે. જો આવા કપડા પર ડાઘ લાગ્યો હોય તો તે દુર કરવા અને કલર બચાવવા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય.જો શર્ટ ના કોલર વધુ પડતા મેલા થઈ ગયા હોય તો શર્ટ ધોતા પહેલાં તેના કોલર પર થોડુ શેમ્પૂ લગાડો. આ ઉપાય અજમાવવાથી શર્ટ પરના મેલ અને ચીકાશ તુરંત જ દૂર થઈ જાય છે.

પોશાક પરથી પરસેવાના દાગ દૂર કરવા માટે તેને ધોતી વખતે પાણીમા બે-ત્રણ એસ્પિરિનની ગોળીઓ ઉમેરી દેવી જેથી, આ પરસેવાના દાગ તુરંત દૂર થઈ જશે.દાંત સાફ કરવા માટે વપરાતી કોલગેટથી પણ આ દાગ સરળતાથી દૂર દુર કરી શકાય છે. પહેલા તો જ્યા દાગ હોય તે કપડા પર પેસ્ટ લગાવવી અને તે સુકાય જાય ત્યારબાદ તેને સાફ કરી લેવી. આ સિવાય જો તમારા કપડા પર ચ્યુઇંગમ ચીપકી જાય તો તેના પર ઈંડાની સફેદી લગાવીને થોડીક વાર સુધી રહેવા દો. થોડીવારમા જ ચ્યુઇંગમ આપમેળે નીકળી જશે.

આ સિવાય ખાવામા ઉપયોગી એવા દહીના ઉપયોગથી પણ આ દાગની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. તેના માટે વાટકીમા થોડુ દહી લઈ દાગ પડેલા ભાગને તેમા બોળી રાખવુ અને તેને હળવે હાથે ઘસવુ. ધીમે-ધીમે આ દાગ દુર થઇ થશે. આ સિવાય જો તમારા કપડા પર બોલપેનની સ્યાહીના દાગ લાગ્યા હોય તો તે નમકની સહાયતાથી સરળતાથી દુર કરી શકાય છે.જો તમારા સફેદ પોશાકને કોઈપણ પ્રકારનો દાગ પડયો હોય તો થોડા પાણીમા બ્લીચિંગ પાવડર ઉમેરીને દોઢ-બે કલાક પલાળવાથી આ દાગ દૂર થઇ જાય છે અને તમારો સફેદ પોશાક ચમકી ઊઠે છે.

જો તમારા પોશાક પર ચા ના દાગ પડી ગયા હોય તો તે પોશાક પર ગ્લીસરિન લગાવીને આખી રાત રહેવા દો ત્યારબાદ સવારે પાણીથી ધોઈ નાંખો, આ દાગ તુરંત જતા રહેશે.જો પોશાક પર લાગેલ દાગ સામાન્ય હોય તો તેને નવશેકા પાણીથી પણ દૂર કરી શકાય છે. આખી રાત એક પાત્રમા ગરમ પાણીમા આ દાગ લાગેલ કપડાને બોળી રાખવુ ત્યારબાદ હળવા હાથે બ્રશની સહાયતાથી તેને ઘસવુ. આ સિવાય તમે ખાવાના સોડાનો પ્રયોગ તેલના દાગ દુર કરવા માટે પણ કરી શકો છો. થોડા પાણીમા આ સોડા ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી દાગ પર લગાવવી અને સુકાય ગયા બાદ તેને વોશ કરી લેવા.

સાદા કપડા પર જો અન્ય કલર ના ડાઘ લાગી ગયા હોય ત્યારે સેંડપેપર ની મદદ થી તેને દુર કરી શકાય છે. આ ડાઘ પર ફક્ત સેંડપેપર ને ઘસવા નુ હોય છે. તે ઉપરાત વાસણ ઘસવા ના સાબુ ની મદદ થી પણ આવા ડાઘ દુર કરી શકાય છે.આપણે રોજ ઉપયોગ મા લેતા દુધ ની મદદ થી પણ ડાઘ દુર કરી શકાય છે. રાત્રે દુધ મા પલાળી રાખી બીજા દિવસે તેને કપડા ધોવા ના પાઉડર થી ધોઈ લેવા. તેમજ દુધ ની સાથે કોર્ન સ્ટાર્ચ ભેળવી ને તેને કપડા પર ડાઘ ની જગ્યા પર લગાવવુ પછી હળવા હાથે બ્રશ ની મદદ થી ધોઈ લેવુ. આ ડાઘ નીકળી જશે.

નલ પોલીશ રીમૂવરથી પણ કપડાંં પર લાગેલ રંગ તથા દાગથી છૂટકારો મેળવી શકાય છે. આ ઉપાય પેનની સાહીના દાગને દૂર કરવા માટે વધારે અસરકારક સાબિત થાય છે. તેના માટે રૂમાં થોડું નેલપોલીશ રીમૂવર નાખો અને દાગ હોય તે જગ્યાએ ઘસો. હવે તે કપડાંંને સર્ફ અને પાણીની મદદથી સાફ કરી લો.પછી દાગ જતો રહેશે.ક્યારેય તમારા કપડાંં પર ઇન્ક લાગી ગઈ છે તો બિલકુલ ગભરાવું નહિ. કારણ કે મીઠા ના ઉપયોગથી તમે તે દાગને દૂર કરી શકો છો.પરંતુ મિત્રો આ મીઠાનો પ્રયોગ ઇન્ક લાગતાની સાથે જ કરવો જરૂરી બની જાય છે. કારણ કે ઇન્ક સુકાય જાય ત્યાર બાદ આ પ્રયોગની કોઈ અસર થતી નથી.

તેના માટે જ્યાં ઇન્ક લાગેલી છે ત્યાં મીઠું નાખો અને પછી તે જગ્યાને ટીસ્યુ પેપરથી ઘસીને  સાફ કરી લો.ત્યાં સુધી ઘસવું જ્યાં સુધી કપડાંં પર લાગેલો દાગ દૂર ના થઇ જાય.બેબી પાવડર તથા ટેલ્કમ પાવડરની સહાયતાથી પણ તમેં તેલના દાગને દૂર કરી શકો છો. જે જગ્યાએ તેલ લાગી ગયું છે તે જગ્યા પર પાવડર લગાવો અને દાગને પાવડરથી બરાબર રીતે કવર કરી દો, હવે આ તેલ પાવડરને શોષવાનુ શરૂ કરી દેશે. તેલ જેવા હઠીલા દાગને દુર કરવા માટે ચહેરા પર લગાવવામા આવતા આ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. આમ, ઉપરોક્ત ઘરગથ્થુ ઉપાયો અજમાવીને તમે સરળતાથી તમારા પોશાકમાંથી ઝીદી દાગ દૂર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *