લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

કફ ની તકલીફ છે તો અપનાવો આ ઘરેલુ નુસખા,તરત જ મળી જશે રાહત,દવા લેવાની પણ જરૂર નહીં પડે…

Posted by

મિત્રો કફ એક એવી સમસ્યા છે જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકને પરેશાન કરે છે. જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે તો એના કારણે એમને હંમેશા ગળામાં કફ બનવાની ફરિયાદ હોય છે. કફના લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.

એ વાત ઘણી સામાન્ય છે કે ગળાના કફથી છુટકારો મેળવવા માટે અને કફ વાળી ઉધરસ દુર કરવા માટે લોકો એલોપેથી દવા અને સીરપ પીવાનું શરુ કરે છે. પણ એની જગ્યાએ તમે દેશી અને આયુર્વેદિક ઉપચાર અજમાવીને પણ સરળ રીતે કફને દુર કરી શકો છો. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ગળા અને છાતીમાં જમા થયેલો કફ કેવી રીતે કાઢી શકાય.

જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી. પણ જયારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રહે કે જો તમને કફમાં લોહીના કોઈ અંશ દેખાય, તો તરત જ ડોક્ટર પાસે જઈ તપાસ કરાવો. જેથી તમે કોઈ પણ ગંભીર બીમારીથી બચી શકો.

કફ જામવાના કારણ :-1. ધુમ્રપાન વધારે કરવું.2. શરીરમાં કોઈ વાયરલ ઇન્ફેકશન થવું.3. સાઈનસનો રોગ થયો હોય તો.4. સર્દી ઉધરસ અને ફ્લુને કારણે.

આ છે છાતી જામેલા કફના લક્ષણ :

1. જયારે પણ શ્વાસ લેઈએ ત્યારે અને ઉધરસ આવે ત્યારે ઘરઘરાહટનો અવાજ આવવો.2. કફને કારણે ગળામાં ખરાશ રહે છે.3. કફ વાળી ઉધરસ થવી.4. છાતીમાં જકડાવી અને છાતીમાં દુ:ખાવો થવો.5. સતત છીંકો આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી.કફ દુર કરવામાં ઘરેલું ઉપાય અને આયુર્વેદિક ઉપચાર :જો તમે કફથી છુટકારો મેળવવા માંગો છો, તો એનો માટે સૌથી સારો ઉપાય એ છે તેને શરીરની બહાર કાઢી નાખવો. કારણ કે કફ ગળી જવાથી તે પાછો શરીરમાં જતો રહે છે અને વહેતા નાકને સ્વસ્થ રાખવામાં તકલીફ વધી શકે છે. આવો જાણીએ કફ કાઢવાના ઘરેલું ઉપાય.

દોઢ થી થી બે તોલા આદુના રસમાં મધ મેળવી પીવાથી કફ મટે છે. અડધો તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. કાંદા નો ઉકાળો પીવાથી કફ મટે છે. લસણ નો ઉકાળો પીવાથી કફ મટે છે.એલચી,સિંધવ,ઘી અને મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.- સરસવ નું તેલ અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.તુલસી નો રસ ૩ ગ્રામ,આદુ નો રસ ૩ ગ્રામ અને એક એલચી મધ સાથે લેવાથી કફ મટે છે. આદુનો રસ,લીંબુ નો રસ અને સિંધવ મેળવી જમતા પહેલા લેવાથી કફ,શ્વાસ અને ઉધરસ મટે છે.

દૂધ માં હળદર,મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે. રાત્રે સૂતી વખતે ૩-૪ તોલા સેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસનળી માં એકઠો થયેલો કફ નીકળી જાય છે.દરરોજ થોડી ખજૂર ખાઈ ઉપર પાંચ ઘૂંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસા સાફ થાય છે.કાચા લસણ ને આખું અને આખું સેકીને અને ફોલીને ખાવાથી ગમે તેવો કફ છૂટો પડી જાય છે શ્વાસ,ખાંસી અને ટીબી મટે છે.બે કપ પાણી લઈ એમાં 30 મરી ખાંડીને એને ઉકાળો. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. તે હોમમેડ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે.

નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.. પાણી ગરમ કરને એમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એ પાણી પી જાવ. આ ઉપાયથી તમારું ગળું સાફ થશે. કારણ કે લીંબુ કફને કાપવાનું કામ કરશે અને મધથી ગળાને આરામ મળશે..મિત્રો જણાવી દઈએ કે કફ દુર કરવાંનો આયુર્વેદિક રામબાણ ઉપાય પણ છે. જો તમારા ગળામાં કફ, ઉધરસ, ચાંદા (છાલા), ખરાશ, બળતરા, દુ:ખાવો, ટોન્સિલ અને ગળાની કોઈ પણ જાતની તકલીફ છે તો એના માટે કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખો, અને થોડા સમય માટે ચુપ બેસો. જેવો તે રસ ગળાની નીચે ઉતરશે તકલીફ ઓછી થવા લાગશે.

મિત્રો નાના બાળકોને જયારે ટોન્સિલ્સનો દુ:ખાવો થાય છે, તો આ ઉપચાર જરૂર અપનાવજો. ગળાના રોગના ઉપચાર માટે તે અચૂક દવા છે. નાના બાળકોની કફનો ઉપચાર કરવા માટે થોડી ડુંગળીનો રસ લો અને તેમાં થોડી ખાંડ નાખીને બાળકને પીવડાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *