કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. કબજિયાત થવા પર વ્યક્તિને પેટ સંબધી તકલીફો પણ થાય છે. જેવુ કે પેટ દુ:ખવુ, વ્યવસ્થિત રૂપે તાજગી અનુભવવામાં પરેશાને થવી, શરીરમાંથી મળ સંપૂર્ણ રીતે ન નીકળવો વગેરે. કબજિયાત માટે પ્રભાવશાળે પ્રાકૃતિક ઉપાયો ઉપરાંત આયુર્વેદિક સારવાર દ્વારા પણ કબજિયાત દૂર થઈ શકે છે.
પાચન તંત્રનો ભાગ બ્રૂહદાન્ત્ર શરીર માંથી પચ્યા વગરનો ખાદ્ય પદાર્થ ને કાઢવાનું કામ કરે છે, અમ તો જયારે તે સારી રીતે કામ નથી કરતું, તો તે તેને નાશ કરવા ને બદલે ઝેરીલા પદાર્થોને અવશોષિત કરવાનું શરુ કરી દે છે, જેનાથી માથાનો દુખાવો, કબજિયાત, ગેસ, વજન, ઓછી શક્તિ, થાક અને જૂની બીમારીઓ જેવી તકલીફ ઉત્પન થાય છે. આમ તો બ્રૂહદાન્ત્ર ની સફાઈ કરીને નુકશાનકારક ઝેરીલા પદાર્થો થી છુટકારો મેળવી શકાય છે. લોકો માટે સૌથી સારો વિકલ્પ કુદરતી ઘરગથ્થું ઉપચાર છે.
પેટનું તંદુરસ્ત હોવું ખૂબ જરૂરી છે. તે શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ જો પેટમાં કોઇપણ પ્રકારની ગડબડી હોય તો તે અન્ય બિમારીને આમંત્રણ આપે છે. ઘણા લોકોને પેટ સાફ ન હોવાને કારણે કબજિયાતની સમસ્યા રહે છે. તેનું કારણ પાચનક્રિયામાં ગડબડી અને ખાણી પીણીને લઇને પણ કબજિયાત જેવી બિમારી રહે છે. લાંબા સમય સુધી સતત કબજિયાતની બિમારીથી પીડિત રહેવા પર ત્વચા પર પણ તેની અસર જોવા મળે છે. તે સિવાય ભૂખ ન લાગવી, પેટમાં ગેસ, બેચેની સહિતની સમસ્યાઓ થાય છે. કબજિયાત દૂર કરવા માટે સરળ ઉપચાર ફાયદાકારક હોય શકે છે.
કબજિયાત થવાના કારણપાણીનું ઓછુ સેવન કરવુંતરેલા ભોજનનું સેવનવજન ઘટાડવા માટે ડાયેટિંગ કરવી
મેટાબોલિજ્મ ઓછા થવાપેન કિલરનું સેવન કરવુંસતત એક જગ્યા પર બેસી રહેવુંએક પ્રકારનું ભોજન ખાવું
કબજિયાત દૂર કરવાના ઘરેલું ઉપાય
સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમાલ એક નાની ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.
રાત્રે સૂતા પહેલા એક કપ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીઓ. રોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને પેટ પણ તંદુરસ્ત રહેશે. સવારે ખાલી પેટે અડધા લીંબુના રસમાં સંચળ મિક્સ કરીને નવશેકા પાણીની સાથે સેવન કરી લો. જેથી પેટથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.
રાત્રે એક લિટર પાણીમાં 20 ગ્રામ ત્રિફલા પલાળીને રાખો. સવારે આ પાણીને ગાળીને પીલો. આમ કરવાથી થોડાક દિવસમાં જ કબજિયાતથી છૂટકારો મળી જશે.પપૈયામાં વિટામીન ડી ભરપૂર પ્રમાણમાં હોય છે. ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે તે પેટ માટે પણ ખૂબ ગુણકારી છે. રોજ દિવસમાં એક વાર પાકેલું પપૈયાનું સેવન કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે.
સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે.પાલકનું શાક કે તેના જ્યૂસને તમારા ડાયેટમાં સામેલ કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.બજિયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે.કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે.
કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ પરિસ્થિતિમાં એસીડીટી થવાથી અને કબજિયાત ને કારણે ખાંડ અને ઘી ને મિક્સ કરીને ખાલી પેટ ખાવુ જોઈએ.હકીકતમાં પાણી અને પાતળા પદાર્થોની ઉણપ કબજિયાતનું મુખ્ય કારણ છે. પાતળા પદાર્થોની કમીથી મળ આંતરડામાં સૂકાય જાય છે અને મળનો નિકાસ માટે જોર લગાવવું પડે છે, જેથી કબજિયાતના રોગીને ખાંસી થવા માંડે છે.
ડોક્ટર્સ કબજિયાતને દૂર કરવા માટે મોટાભાગે ઈસબગુલ ખાવાની સલાહ આપે છે. ઈસબગુલને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં કે પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.ખાવામાં લીલા પાંદડાની શાકભાજી ઉપરાંત રેશેદાર શાકભાજીનું સેવન વિશેષરૂપે કરવુ જોઈએ. જેનાથી શરીરમાં પાતળા પદાર્થોમાં વધારો થાય છે.ચિકાશવાળા પદાર્થો પણ કબજિયાત દરમિયાન લેવા ફાયદાકારક રહે છે.
ગરમ પાણી અને ગરમ દૂધ કબજિયાત દૂર કરે છે. રાત્રે ગરમ દૂધમાં કેસ્ટનર મતલબ દિવેલ નાખીને પીવુ એ કબજિયાત દૂર કરવાનો અસરકારક ઉપાય છે.નારિયલ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ છે. રોજ નારિયલ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે.અળસી ના બીજ અને દૂધ : અળસી ના બીજ એક ગ્લાસ હુફાળા દૂધ સાથે રાત્રે સેવન કરવાથી સવારે પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે.
આંબળા પાવડર : આંબળા પાવડર ના સેવન થી અપચા ની તકલીફ ને દુર કરી શકાય છે. રોજ રાત્રે સુતાપહેલા એક ચમચી આંબળા પાવડરનું સેવન તમારા માટે ખુબ જ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.વરીયાળી : ઘણી વખત એવું થાય છે કે આપણે ન ઈચ્છતા હોવા છતાં પણ ખાઈ લઈએ છીએ. તો જયારે ક્યારે પણ ખાવ, ખાધા પછી વરીયાળી જરૂર ખાવ.
ઈલાયચી : ઘણી વખત એવું બને છે કે આપણે ન ઈચ્છતા હોવા છતાંપણ વધુ ખાઈ લેતા હોઈએ છીએ, તો જયારે પણ આવું બને તો નાની ઈલાયચી ચાવી લો. ઈલાયચીમાં પાચન ક્ષમતા ખુબ વધુ પ્રમાણમાં હોય છે. તે વાષ્પશીલ તેલ અને પાચન વિકાર ને દુર કરવામાં સક્ષમ છે. તેમાં તમે થોડી જ વારમાં પોતાને હળવાશ અનુભવવા લાગશો.