લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આવી આલીશાન ગાડીઓમાં ફરે છે જીગ્નેશ કવિરાજ,જોવો આલીશાન ગાડીઓનો કાફલો..

Posted by

આજે તમને એવા કલાકાર વિસે જણાવીશું જેના એક અવાજ થી આખું ગુજરાત ડોલી ઉઠે છે.અને આ વ્યક્તિ ને આજે આખું ગુજરાત અને કવિરાજ ના નામથી ઓળખે છે.આજે તમને એમના જીવન વિશે તમને જણાવીશું, જેમને ઘણા સંઘર્ષ કરી આ સફળતા મેળવી છે.

આજે તમને પૂછવામાં માં આવે કે અશિકા ના સૌથી સારા ગીતો કોણ ગાય છે તો તમે કહેશો કે જીગ્નેશ કવિરાજ,આજે ગુજરાત માં જીગ્નેશ કવિરાજ નું નામ ખૂબ મોટું બની ગયું છે.

હાલ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય બનેલા જીગ્નેશ કવિરાજના ગીતો લોકો ઘરે-ઘરે સાંભળી રહ્યા છે.જેમાં ગુજરાતમાં જીગ્નેશ કવિરાજનું નામ ઘણું મોટું થઈ ગયું છે અને ગીતોના બાદશાહ કહેવાતા જીગ્નેશ કવિરાજ સફળતાના શિખરો સર કરી રહ્યા છે.

મોટાભાગના લગ્નોમાં લોકો જીગ્નેશ કવિરાજના ગીતો ખાસ કરીને ગુજરાતી ગીતોને પસંદ કરે છે.જીગ્નેશ કવિરાજે માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કર્યા છે. જીગ્નેશ કવિરાજનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.

ખાસ વાત એ છે કે તેમને નાનપણથી જ સંગીત પ્રત્યે વિશેષ લગાવ હતો અને તેમના પિતા હસમુખભાઈ બારોટ સાથે તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા અને કાકા પણ સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે.જીગ્નેશ કવિરાજ ખૂબ જ નાની ઉંમરે પિતા અને કાકા સાથે ભજનના કાર્યક્રમોમાં જોડાઈ જતા અને ધીમે ધીમે સંગીત ક્ષેત્રે પ્રવેશ કરવાનું શરૂ કર્યું.

જીગ્નેશ કવિરાજના પરિવારમાં દરેક જણ ઇચ્છતા હતા કે તે તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે અને તેની કારકિર્દી બનાવે પરંતુ જીગ્નેશ કવિરાજને પહેલેથી જ અભ્યાસમાં ઓછો રસ હતો અને તે સંગીતમાં કારકિર્દી બનાવવા માંગતો હતો.

એક દિવસ જીગ્નેશ કવિરાજના પાલીયાની અંદર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જીગ્નેશ કવિરાજે વિસનગરના એક સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને ગીત ગાવા માટે વિનંતી કરી, જેઓ ગાવા આવ્યા હતા.

આવા ખાસ પ્રસંગે જીગ્નેશ કવિરાજે તેમના પ્રિય મણિરાજ બારોટ દ્વારા લીલી તુવર સુકી તુવર ગીત ગાયું હતું. જીગ્નેશ કવિરાજે ગાયેલું આ ગીત લોકોને પસંદ આવ્યું હતું અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

કમલેશભાઈને પણ ગીત ગમી ગયું અને જીગ્નેશ કવિરાજને તેમના સ્ટુડિયોમાં આવીને મળવા બોલાવ્યો હતા.ત્યારે કમલેશભાઈ માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને લગ્ન ગીત ગાવા આપે છે. આવા ખાસ પ્રસંગે જીગ્નેશ કવિરાજે તેમના પ્રિય મણિરાજ બારોટ દ્વારા લીલી તુવર સુકી તુવર ગીત ગાયું હતું.

જીગ્નેશ કવિરાજે ગાયેલું આ ગીત લોકોને પસંદ આવ્યું હતું અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કમલેશભાઈને પણ ગીત ગમી ગયું અને જીગ્નેશ કવિરાજને તેમના સ્ટુડિયોમાં આવીને મળવા કહ્યું.

થોડા સમય પછી જિજ્ઞેશ કવિરાજ કમલેશભાઈના સ્ટુડિયોમાં ગયો અને કમલેશભાઈએ કહ્યું કે દશમના વ્રતને કારણે તે કવિરાજના અવાજ સાથેની કેસેટ રેકોર્ડ કરવા માગે છે.

ત્યારે જીગ્નેશ કવિરાજે તેમની કારકિર્દીની પ્રથમ ઓડિયો કેસેટ તેમના જ અવાજમાં રજૂ કરી દશા માની મહેર.જીગ્નેશ કવિરાજે પોતાના જીવનમાં ગાયેલું પહેલું ગીત લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું અને ધીમે ધીમે તેની કારકિર્દી શરૂ થઈ.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય અને લોકપ્રિય જિગ્નેશ કવિરાજે માત્ર આઠમા ધોરણમાં અભ્યાસ કર્યો છે અને તેમને બાળપણથી જ ગીતો ગાવાનો ખૂબ જ શોખ છે.

જીગ્નેશ કવિરાજે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરીને લોકોને સાબિત કર્યું છે કે મહેનતથી બધું જ હાંસલ કરી શકાય છે, પછી ધીમે ધીમે જીગ્નેશ કવિરાજને નાના-મોટા કાર્યક્રમો મળવા લાગ્યા.

જિગ્નેશ કવિરાજે એક કાર્યક્રમમાં પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે તેમના પિતા અને કાકા તેમને સ્કૂટર પર કાર્યક્રમમાં લઈ જતા હતા અને જિગ્નેશ કવિરાજનું ગીત હાથમાં છે વિસકી ને આંખો માં પાણી ખૂબ લાંબો સમય ચાલ્યું અને લોકોને ખુબજ ગમ્યું હતું.

 

જીગ્નેશ કવિરાજે દેશ ભક્તિ ના ગીતા પણ ખૂબ ગાયા છે.જીગ્નેશ કવિરાજ ના લગ્ન પણ થઈ ગયા છે.કવિરાજે ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.એમના બાળકો પણ છે.અને હાલ જીગ્નેશ કવિરાજ ખૂબ વૈભવી જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *