અત્યાર સુધી માં મોગલ ના ધામ માં કોઈપણ વ્યક્તિ દુઃખી થઈને ઘરે ગયું નથી. માં મોગલ નું નામ લેવાથી જ દરેક લોકોના દુઃખો દૂર થઈ જતા હોય છે. માં મોગલ ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.
માં મોગલના પરચા છે અપરંપાર જે વ્યકતિની પણ માં મોગલ સાથે આસ્થા બંધાઈ જાય છે. તે વ્યકતિને જીવનમાં કયારેય દુઃખ નથી આવતું. માં મોગલ તેમના દરવાજે આવતા દરેક ભકતોની મનોકામના પૂર્ણ કરે છે.
એટલા માટે જ માં મોગલને આઢારે વર્ણની માતા કહેવામાં આવે છે.માં મોગલના મંદિરમાં ધર્મ જાતિને લઈને કયારેય કોઈ ભેદભાવ કરવામાં નથી આવતો.મા મોગલના મંદિરમાં દર્શન કરવા દૂર-દૂરથી ભક્તો આવે છે.
કહેવાય છે કે મા મોગલના ધામમાં માનતા રાખવાથી માનતા જરૂર પૂરી થાય છે. થોડા સમય પહેલા એક ભક્ત મા મોગલ ના દર્શન કરવા આવ્યો હતો. સાથે જ તે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. યુવકે મણીધર બાપુ ને કહ્યું કે તે ગોંડલના ગુંડરા ગામનો રહેવાસી છે.
થોડા દિવસ પહેલા તેમને શરીરમાં ખુબજ દુખાવો થઈ રહ્યો હતો. તેને ઘણા ડોક્ટરોને બતાવ્યું અને ઘણી દવાઓ પણ કરી. પરંતુ તે દવાઓની કોઈ અસર થઈ ન હતી. તેને કરોડ રજુમાં સમસ્યા થઈ ગઈ હતી અને તેનો ઈલાજ થઈ શકે તેમ ન હતું.
આ દુખાવાથી પરેશાન થઈ એક દિવસ તેને માતા મોગલ નો વિડીયો જોયો અને તેણે માનતા રાખી કે તેની બીમારી દૂર થઈ જશે તો તે માં મોગલ ના દર્શન કરવા આવશે અને 21 હાજર રૂપિયા અર્પણ કરીશ.
માનતા રાખે ને થોડાક જ દિવસોમા તે વ્યક્તિનો દુખાવો કાયમ માટે દૂર થઈ ગયો. દુખાવો એકદમ દૂર થઈ ગયો હતો તેથી તે વ્યક્તિ ગોંડલ થી કચ્છ પહોંચ્યો અને મંદિરમાં 21 હજાર રૂપિયા અર્પણ કર્યા.
મણીધર બાપુએ તેની અંદર એક રૂપિયો મૂકીને પૈસા પરત કરી કહ્યું કે આ રૂપિયા તારી દીકરીને આપી દે જે તારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે.