દવાઓ અને આપણા જીવનનો ક હિસ્સો છે. નાની મોટી દવાની સૌને જરૂર પડે છે. કેટલાક લોકોતો મેડિકલ પર જઈને દવા લેતા હોય છે. તેમને મતે ડૉ.પ્રિસ્ક્રિપ્શનની કોઈ જરૂર નથી હોતી. બસ મેડિકલ પર જઈ દવા લઈ લે છે.બોમ્બે હોસ્પિટલના ડૉ. મનીષ જૈન, જનરલ ફિઝિશિયન કહે છે કે જો આપણે આ દવાઓ કોઈપણ ડૉક્ટરની સલાહ વગર ખાઈએ તો પછી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે.તેનાથી ફાયદો ઓછો અને નુકશાન વધુ થાય છે.અવાર નવાર લોકો બીમાર થાય છે ત્યારે ડોક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોરમાં જઈને સીધા જ દવા ખરીદી લે છે.
પરંતુ જ્યારે તે દાવાને લીધે સાઇડ ઇફેક્ટ થાય છે ત્યારે તેમણે ડોક્ટરની સલાહ યાદ આવે છે. જ્યારે તમે મેડિકલ સ્ટોર માંથી કોઈ દવા ખરીદો છો તો તેના પર તમને થોડા અલગ અલગ પ્રકારના નિશાન દેખાશે જેના વિશે એક સામાન્ય વ્યક્તિને જાણ નથી હોતી. પરંતુ ડોક્ટરને આ નિશાન વિશે સારી રીતે માહિતી હોય છે.આજે અમે તમને આ આર્ટીકલમાં દવા પર બનેલા અમુક નિશાનો વિશે જણાવીશું. જ્યારે તમે મેડિકલ સ્ટોર પરથી કોઈ દવા ખરીદો છો ત્યારે અમુક દવા પર તમને કોઈ પણ પ્રકારનું નિશાન જોવા નથી મળતું.
પરંતુ અમુક દવા પર તમે થોડા નિશાન જોવા મળે છે. જ્યારે એવી કોઈ દવા ખરીદું છું જેના પર લાલ પટ્ટી બનેલી હોય તો તેનો મતલબ છે કે આ દવા ફક્ત ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદી શકાતી નથી. કોઈપણ મેડિકલ સ્ટોર વાળો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા નથી વેચી શકતો જેના પર લાલ પટ્ટી એટલે કે રેડ લાઈન બનેલી હોય. જો તમે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આવી દવાઓનો ઉપયોગ કરો છો તો તેનાથી તમને સાઇડ ઇફેક્ટ થઈ શકે છે.તેથી, દવા ખરીદતી વખતે અમુક વસ્તુઓની કાળજી લેવી ખુબ જ મહત્વનું છે.
Rx ડૉક્ટરની સલાહ વિના આ દવાઓ લઈ શકાતી નથી.અમુક દવાઓ જ્યારે તમે મેડિકલ સ્ટોરમાંથી ખરીદો છો ત્યારે તેના પર Rx લખેલું હોય છે. તો Rx નો મતલબ હોય છે કે ઓઓ દવા નો ઉપયોગ તમે ડોક્ટરની સલાહ અનુસાર જ કરો. જો ડોક્ટરની સલાહ વગર આવી દવાઓ ઉપયોગ કરો છો કે જેના પર Rx લખેલું હોય છે તો તેનો મતલબ થાય છે કે તે દવા નશાકારક છે અને તેની ફક્ત તે જ વેચી શકે છે જેની પાસે તેનું લાયસન્સ હોય. તો હવે જ્યારે તમે મેડીકલ સ્ટોર પર કોઈ દવા ખરીદવા માટે જાઓ છો તો તેના પર બનેલ નિશાન ને જોઈને જાણી શકો છો કે આ દવા કયા પ્રકારની છે.
NRx: આ દવાઓ માત્ર ડોક્ટરો દ્વારા જ સંચાલિત થઈ શકે છે જેમને દવાઓનું લાઇસન્સ છે.XRx: આ દવાઓ ફક્ત ડૉક્ટર પાસેથી જ લઈ શકાય છે, તમે તેને મેડિકલ સ્ટોરમાંથી લઈ શકતા નથી.તો હવે જ્યારે પણ દવાઓ લો તો આટલુ જરૂરથી જોઈ લોકે તમે જે દવાલો છો તે કઈ કેટેગરીમાં ઓવે છે. ડૉક્ટરની સલાહ બાદ જ દવાલો તાવ આવે માથુ દુખે કે પછી કોઈ સામાન્ય લાગતી બીમારીને તમે ખુબજ હળવાશથી લો જેનું પરિણામ ખુબ ભયંકર આવી શકે છે.