જામનગર જિલ્લાના જોડિયા તાલુકાથી લઈને પોરબંદર જિલ્લાના ખાંચાખૂંચીવાળા કિનારાને આવરી લેતા અને ૩૨૦ કિ.મી.લાંબા દરિયાઈ વિસ્તારમાં ૩૨ જેટલા ટાપુઓ આવેલા છે.
એ જ રીતે જામનગરથી કચ્છ તરફ દરિયાકિનારે જાવ તો લગભગ ૪૨ જેટલા નાના-મોટા બીચ છે જામનગર દરિયાની દૃષ્ટિએ અન્ય શહેરો કરતાં વધારે ભાગ્યશાળી છે પીરાટોન ટાપુ માઢી લાગૂન પોસિત્રા બાલાછડી બેડી બંદર વગેરે જામનગરમાં દરિયાકાંઠાનાં સ્થળો જોવા લાયક છે અહીંનું એકાંત તમારું દિલ જીતી લેશે.
જામનગર શહેરથી આશરે ૧૨ કિ.મી. રાજકોટ તરફ આવો એટલે ખીજડિયા પક્ષી અભયારણ્ય વચ્ચે આવે આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ આ અભયારણ્ય તેનાં વૈવિધ્યસભર પક્ષીઓના કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે.
૧૯૨૦ દરમિયાન બનાવવામાં આવેલા આ અભયારણ્યમાં બે માનવ નિર્મિત ડેમ પણ છે એકમાં તાજું પાણી અને બીજામાં સમુદ્રનું પાણી છે વિશ્ર્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે.
જેમાંથી ગુજરાતમાં ૪૫૩ જાતનાં પક્ષીઓ અને જામનગર જિલ્લાના આ અભયારણ્યમાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન અહીં બહારથી પ્રવાસી પક્ષીઓ આવતાં હોય છે.
અહીં કાળી કાંકણસાર ગજપાંઉ કપાસી ભગવી સમળી ઢોર બગલો પતરંગો તેતર શાટી ઝુંપસ દેવ ચકલી જેવાં પક્ષીઓ ઉપરાંત પ્રવાસી પક્ષીઓ કાળીપૂંછ ગડેરો નકટો કુંજ નાની મુરધાબી પાનપટ્ટાઈ જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે.
જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી ૧૮૯૦, ૧૮૯૫ અને ૧૯૦૨માં જામનગરમાં દુષ્કાળ પડ્યા આમ દુષ્કાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં લાખોટા તળાવ લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો.
h
ભૂજિયા કોઠાનું કામ સંવત ૧૮૮૨માં શરૂ થયેલું અને ૧૩ વર્ષ તેને બાંધતાં લાગેલા લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતની અનેક યાદને સંઘરીને ઊભો છે ફતેહપુર સિક્રીના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો.
એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ ગણાય છે કોઠાના બાંધકામમાં કુલ ૪ લાખ ૨૫ હજાર કોરીનું ખર્ચ થયું હતું કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે ઘણા લોકો એવું માને છે કે છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે.
રાજાશાહી સમયની બનાવટ નું આ સોલેરીયમ તેનો મૂળ ઢાંચો યથાવત્ રાખી તેને રિનોવેટ કરી લોકોને જોવા માટે ખુલ્લું મૂકવા કોર્પોરેશનના રૂપિયા 48 કરોડના પ્રોજેક્ટમાં રૂપિયા 10 કરોડનો ખર્ચ સમાવેશ કરીને હેરિટેજ જાળવણી કરાશે.
એટલે અંગ્રેજોના શાસન દરમિયાન આઝાદી પહેલા જામનગરનું આ સોલેરિયમ બનાવવામાં આવ્યું હતું જેની સ્થાપના જામસાહેબ રણજીતસિંહ દ્વારા 1933 માં કરવામાં આવી હતી રણજીતસિંહ ની વિનંતી પર ફ્રાન્સ ના જીન સેડમને 6 લાખ માં બનાવી આપ્યું હતું.
સોલેરિયમની ઊંચાઇ 40 ફૂટ છે પ્લેટફોર્મ ઉપર જે 10 સોલેરિયમ કેબિન બાંધવામાં આવી છે તે જમીનથી ત્રીસ ફૂટ ઊંચા ટાવર પર ગોઠવવામાં આવી છે સોલેરિયમનું પ્લેટફોર્મ 114 ફૂટ લાંબું છે જેના પર ટ્રીટમેન્ટ માટે બાંધવામાં આવેલી 13 x 9 ની 10 કેબિનને સૂર્યની દિશા પ્રમાણે ફેરવી શકાય છે.
સૂર્ય જેમ આકાશમાં ફરે છે તે પ્રમાણે 10 -15 મિનિટો ગોઠવવામાં આવે છે અને તેના માટે નિરીક્ષણ રૂમમાં નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે આમ કુદરતી કિરણોની મદદથી હજારો લોકોએ જેતે સમયે સારવાર મેળવી હતી રાજાશાહીના વખતમાં બંધાયેલું.
આ સોલેરિયમ એશિયાનું એકમાત્ર સોલેરિયમ છે જે જામનગરની જનતા માટે તેમજ સમગ્ર ભારત માટે એક ગૌરવની વાત છે જુદા જુદા દેશના મુલાકાતીઓને ઐતિહાસિક હિતને કારણે સારવારના હેતુ સિવાય પણ મુલાકાતીઓને આકર્ષે છે.
રણમલ તળાવ ના કાંઠે આવેલું આ હનુમાનજી નું મંદિર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન ધરાવે છે અહી 1 ઓગસ્ટ 1964 થી શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ ધૂન ચાલુ છે બિહાર માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે 1960 માં જ્યારે જામનગર આવ્યા ત્યારે.
તેમણે આ મંદિર ની સ્થાપના કરી હતી ઉત્સવો દરમ્યાન આ ધૂન ઘણી ઉર્જા સાથે બોલાય છે લખોટા તળાવ અથવા રણમલ તળાવ ની અડોઅડ આ મંદિર આવેલું છે અહી આ ધૂન માં જે સ્વયંસેવકો સહભાગી થાય.
તેવો ક્યારેય પણ આ ધૂન ને ખંડિત થવા દેતા નથી 2001 માં ભૂકંપ ના સમયે આખું ગુજરાત ધણધણી ઊઠયું હોવા છતાં પણ આ ધૂન બંધ થઈ ન હતી આ મંદિર ની મુલાકાત લઈને રામ નામ માં મન પરોવી દેતા અલગ જ શાંતિ પ્રાપ્ત થાય છે.
ગુજરાત નું અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત તરીકે આ પેલેસ ની ગણના થાય છે 1914 માં જામ રણજીતસિંહજી દ્વારા આનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું 720 એકર માં ફેલાયેલો આ પેલેસ યુરોપીય સ્થાપત્યો.
અને ભારતીય સુંદર કોતરણી કામ અને ગ્લાસ ટેકનિક થી સજાવવા માં આવ્યો છે આ પેલેસ ઉપર 3 ડોમ પ્રવેશદ્વાર પર 2 વાઘો ના શિલ્પો દરબાર હોલ મોઝેક ફ્લોર કુલ 7 ડોમ અને 12 બારી બાલ્કની થી આ પેલેસ સુશોભિત છે.
જામનગર થી 29 કિલોમીટર ના અંતરે આવેલું આ ખડકોવાળા સુંદર રંગના ટાપુઓ પીરોટન ટાપુ ના નામે ઓળખાય છે સિક્કા અને બેડી બંદર થી હોડી દ્વારા આ સ્થળ ની મુલાકાત લઈ શકાય છે 458 ચોરસ કિલોમીટર માં આ ટાપુ પથરાયેલો છે.
આ સ્થળ ને પ્રવાસીઓ ને આકર્ષવા માટે સરકાર દ્વારા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યું છે અહી વિવિધ કદ ની અને વિવિધ આકાર ની જીવસૃષ્ટિ નિહાળવા મળે છે જ્યારે ભરતી ના સમયે ટાપુ પર પાણી ચડે છે તેવા સમયે જળચર પ્રાણીઓ નિહાળી શકાય છે.
આ સિવાય દ્વારકા જગત મંદિર રૂક્ષ્મણી મંદિર ગોપી તળાવ શારદાપીઠ નાગેશ્વર જ્યોતિલિંગ શંખોદ્વાર બેડી પક્ષી અભયારણ્ય સિક્કા બંદર મહાપ્રભુજી ની બેઠક પ્રાચીન નાગનાથ ખીજડા ભીડભંજન હનુમાન ગુરૂદ્વાર જૈન મંદિર.
સ્વામિનારયણ મંદિર હરસિદ્ધિ માતાનું મંદિર રોઝી બંદર સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક સ્વામિનારાયણ મંદિર સાત રસ્તા સર્કલ બેડી બંદર નવનતપુરી ધામ સપડા માં આવેલું પૌરાણિક ગણપતિ મંદિર ખીજડીયા મંદિર છોટા કાશી વિશ્વનાથ મંદિર વગેરે જેવા જોવાલાયક સ્થળો આવેલાં છે.
હાલનું રણમલ અથવા લાખોટા તળાવ ઈ.સ. ૧૮૨૦થી ૧૮૫૨ વચ્ચે જામ રણમલજી બીજાએ બંધાવ્યાનું કહેવામાં આવે છે જામનગરની ધરતી ઉપર ઈ.સ. ૧૮૪૦માં ભીષણ દુષ્કાળની આંધી ઊતરતાં જનતા ભૂખમરાનો ભોગ બની પશુઓ.
ટપોટપ મરવા લાગ્યાં આ ભયંકર આફત વેળાએ રાજવી રણમલજીએ નગરને દ્વારે લાખોટા તળાવ અને લાખોટા કોઠાનું બાંધકામ શરૂ કરાવી હજારો માનવીઓને રોજી-રોટી આપવાનો ધર્મ બજાવ્યો હતો જામનગરના ઐતિહાસિક લાખોટા સંગ્રહાલયની સ્થાપના ૧૯૪૬માં નવાનગર રાજ્યે કરી હતી.
સૌરાષ્ટ્રના ચાર પૈકીનું આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે આ કિલ્લો એક સમયે નવાનગરના મહારાજાનો મહેલ હતો આજે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થયો છે તે ૯થી ૧૮મી સદી દરમિયાનના સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે.
તે જામનગરના વિસ્તારમાં ફેલાયેલો છે આ કિલ્લો અર્ધવર્તુળાકારમાં બનાવવામાં આવ્યો છે સુરક્ષાકર્મીઓનો શસ્ત્રાગાર અને અન્ય યુદ્ધસામગ્રીનો સંગ્રહ થયેલો છે લાખોટા મહેલને એક બ્રિજ શહેર સાથે જોડે છે લાખોટાનો કિલ્લો કૉથ બાસનની નીચે આવેલ છે.
જે શસ્ત્રો માટે જાણીતું છે આ કિલ્લો જામનગરના શાહી પરિવારે બનાવેલ હતો અહીંનું મુખ્ય આકર્ષણ કૂવા છે જેની નીચે આવેલા છિદ્રમાંથી પાણી બહાર નીકળે છે આ લાખોટા મિનાર તરીકે પણ ઓળખાય છે જે દુર્લભ સંગ્રહ અને કલાકૃતિઓના એક અજાયબ ઘરમાં ફેરવાઈ ગયું છે.
જામ રણમલજીના આદેશ પર દુષ્કાળમાં રાહત મેળવવા માટે મિનારનું નિર્માણ કરવામાં આવ્યું જ્યાં વર્ષ ૧૮૩૪, ૧૮૩૯ અને ૧૮૪૬માં આ ક્ષેત્રમાં વરસાદ નહોતો થયો આ સંગ્રહાલય લોકોને જોવા માટે સવારે ૧૦-૩૦થી સાંજે ૫-૩૦ સુધી ખુલ્લું રહે છે