લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

રોજે ભોજન પછી આ એક દેશી ટુકડો ભૂલ્યા વગર ખાઈ લો, જીવનભર હાડકા-સાંધાના દુખાવા અને વાયુના 100 રોગ નહિ આવે નજીક

Posted by

આયુર્વેદમાં ગોળનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તેના સેવનથી શરીરના અનેક રોગો દૂર થાય છે. ખાંડના બદલે ભોજનમાં ગોળનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ખાંડને કારણે થતી સમસ્યાઓમાં રાહત મળે છે. ગોળમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે શરીરની અનેક સમસ્યાઓ દૂર કરે છે.

ઘણા આરોગ્ય નિષ્ણાતો ખાલી પેટ ગોળનું સેવન કરવાની ભલામણ કરે છે. ખાલી પેટે ગોળનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે. ભોજન કાર્ય પછી ગોળ ખાવાથી લોહીની કમી દૂર થાય છે. સવારે ગોળનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળે છે. તે સંધિવાની અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે. વાસ્તવમાં સવારે ગોળ ખાવાથી શારીરિક અને હાડકાનું બંધારણ સુધરે છે, જેનાથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા ઓછી થાય છે.

ગોળનો ઉપયોગ સૌથી વધુ શિયાળામાં થાય છે. ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાથી ખાંસી અને શરદીથી બચી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગોળમાં વિટામિન-એ અને વિટામિન-બી, સુક્રોઝ, ગ્લુકોઝ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેગ્નેશિયમ તત્વો હોય છે. ફોસ્ફરસનું પ્રમાણ વધારે રહે છે. ગોળમાં ઘણા પ્રકારના આવશ્યક ખનિજો અને વિટામિન્સ હોય છે.

જે ત્વચા માટે નેચરલ ક્લીંઝરનું કામ કરે છે. તેઓ શરીરને અંદરથી સાફ રાખે છે, જે ત્વચાની ચમક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. નવશેકા પાણી કે ચામાં ખાંડની જગ્યાએ ગોળ પીવો જોઈએ, તેનાથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંને જળવાઈ રહે છે.

સવારે ગોળનું સેવન કરવાથી પીરિયડ્સની સમસ્યાઓ ઓછી થાય છે. તે શરીરનો દુખાવો અને ખેંચાણ ઘટાડે છે. તે લોહીના પ્રવાહને પણ સુધારે છે. ગાયના ઘી સાથે ગોળ ખાવાથી સામાન્ય માથાનો દુખાવો દૂર થાય છે. સૂતા પહેલાં અને સવારે ખાલી પેટ ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે.

ગેસ અને એસીડીટીની તકલીફ વાળા લોકોએ રાત્રે જમ્યા પછી અને સૂતા પહેલા થોડો ગોળ ખાવાથી આ સમસ્યા માંથી છુટકારો મળે છે. વાયુ અને પિત્તની તકલીફ હોય તો રાત્રે સુતા પહેલા થોડો ગોળ ખાવાથી વાયુ તેમજ પિત્તમાં રાહત મળે છે.

ગોળ માં આંબળા નું ચૂર્ણ મિક્સ કરીને દરરોજ ૫ ગ્રામ સેવન કરવાથી પેશાબ ની સમસ્યામાં, રક્તપિત્ત માં ખુબ જ ફાયદો થાય છે. નિયમિત દરરોજ ગાયના દૂધ માં ગોળ નાખીને તે દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે. શારીરિક કમજોરી દૂર કરવા માટે ગોળનું દૂધ સાથે સેવન કરવાથી શક્તિ આવે છે અને શરીરને ઉર્જાવાન રાખે છે. જો તમને દૂધ ન ભાવતું હોય તો એક કપ પાણીમાં પાંચ ગ્રામ ગોળ, થોડો લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો, તમને થાક નહીં લાગે.

5 ગ્રામ ગોળ ની સાથે 5 ગ્રામ બીલી ના ફળ નું ચૂર્ણ મિક્ષ કરી ખાઈ તેના પર તાજું દહીં ખાવાથી આતરડા માં આવેલા સોજા, આમવાત, કબજિયાત, વગેરેમાં ખુબ જ ફાયદો થાય છે. અજમા ને પીસીને તેમાં ગોળ નાખીને તેની નાની નાની ગોળીઓ બનાવીને 45 દિવસ સુધી દરરોજ ૨-૨ ગોળી સવારે ખાવાથી લોહીમાં થયેલો બગાડ દૂર થઇ જાય છે.

ગોળ આયર્નનો મોટો સ્ત્રોત છે. જો તમારું હિમોગ્લોબિન ઓછું હોય તો રોજ ગોળ ખાવાથી તરત લાભ મળશે. ગોળ ખાવાથી શરીરમાં લાલ રક્તકણોની માત્રા વધે છે. ગોળ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોને દરરોજ ગોળ ખાવો જોઈએ.

શરદીને દૂર કરવામાં ગોળ ખૂબ જ અસરકારક છે. કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવાથી શરદીમાં રાહત મળે છે. ઉધરસથી બચવા માટે ખાંડની જગ્યાએ ગોળ ખાવો જોઈએ. આદુ સાથે ગોળને ગરમ ગરમ ખાવાથી ગળાના દુખાવા અને બળતરામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *