સવાલ.હું 23 વર્ષની યુવતી છું મને બંને બ્રેસ્ટમાં ક્યારેક-ક્યારેક સામાન્ય દુખાવો થાય છે મેં છાતીનો એક્સ-રે પણ કરાવ્યો પણ તેમાં કોઈ જ તકલીફ ન જણાઈ તપાસ કરતાં કોઈ ગાંઠ જેવું પણ ન લાગ્યું પણ બંને બ્રેસ્ટની સાઈઝમાં થોડો ફેર જરૂર લાગે છે આ અંતર કયા કારણે છે?શું આ અંતર ઢીલી બ્રા પહેરવા કે શારીરિક છેડછાડના લીધે તો નથી?ડરું છું કે ક્યાંક કેન્સર તો નથી થયું ને.
જવાબ.માસિક ચક્ર સાથે સ્ત્રીના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ અને શારીરિક ફેરફાર આપમેળે થાય છે. તેમાં બ્રેસ્ટમાં પણ ફેરફાર થાય છે એવી યુવતીઓ જે પોતાનાં શરીર પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે.
તે આ પરિવર્તનને અનુભવી શકે છે બંને બ્રેસ્ટમાં ક્યારેક-ક્યારેક સામાન્ય દુખાવો થવો પણ આ પરિવર્તનનો જ એક ભાગ છે જેને તમે સહેલાઈથી અવગણી શકો છો.
બંને બ્રેસ્ટની સાઈઝમાં પહેલાંથી જ જો થોડું ઘણું અંતર હોય તો એ પણ કોઈ અસામાન્ય લક્ષણ નથી ચિંતા ત્યારે કરવી જોઈએ જ્યારે સ્તનના આકારમાં અચાનક કોઈ ફેરફાર જણાય 23 વર્ષની નાની ઉંમરે એમ પણ સ્તન કેન્સરની શક્યતા બિલકુલ નથી હોતી તમે કારણ વિના ચિંતા કરો છો.
હકારાત્મક વલણ રાખો તેનાથી જ જીવનનો બાગ ખુશીઓથી ભર્યોભાદર્યો રહી શકે છે તમારા શરીરની રચના અને તેમાં થતાં ફેરફાર દિવસેદિવસે થતાં સામાન્ય-અસામાન્ય પરિવર્તનો વિશે જાણવા-સમજવા માટે કોઈ સહેલું વૈજ્ઞાાનિક પુસ્તક લઈને વાંચો.
સવાલ.કોઈ છોકરી પ્રેગ્નન્ટ હોય તો તેનાં લક્ષણો શું હોય છે?શું એવી કોઈ સરળ તપાસ પધ્ધતિ છે જેનાથી એ જાણી શકાય કે ગર્ભ રહ્યો છે કે નહીં?
જવાબ.માસિક ચૂકી જવું સૌથી પહેલું લક્ષણ છે જેનાથી પ્રેગ્નન્સિની શક્યતા તરફ ધ્યાન જાય છે પરંતુ ક્યારેક-ક્યારેક ગર્ભ ન રહ્યો હોય તો પણ માસિક અટકી-ચૂકી શકે છે ૧૯-૨૦ વર્ષની યુવતીઓમાં કાર્યમાં પરિવર્તન કે સ્થળ પરિવર્તનના ફળ સ્વરૂપ ઘણીવાર થોડાક દિવસ માટે માસિક અટકી જાય છે ક્યારે-ક્યારેક વધારે માસિક ચિંતા અને દબાણથી પણ માસિકમાં મોડું થઈ જાય છે.
પ્રેગ્નન્સિના બીજા મહિનામાં સવારના સમયે ઊલટી થાય એવું પણ લાગે છે તેની ગંભીરતા દરેક સ્ત્રીમાં જુદી-જુદી હોય છે કેટલાકને ગભરામણ થાય છે તો કેટલાકને ઊલટીઓ થાય છે આ સમસ્યા ૧૨માં અઠવાડિયા સુધી રહે છે અને ત્રીજો-ચોથો મહિનો પૂરો થતાં જ આપમેળે દૂર થઈ જાય છે બીજા-ત્રીજા મહિનાથી લગભગ બધી ગર્ભવતી સ્ત્રીઓએ વારંવાર મૂત્રત્યાગ માટે જવું પડે છે.
આ લક્ષણ નિતંબક્ષેત્રમાં આવેલાં પરિવર્તનોથી થાય છે જેના લીધે મૂત્રાશય વારંવાર ખાલી થવા આતુર રહે છે સ્તનોમાં પણ જુદાં-જુદાં પરિવર્તન આવે છે ચોથા મહિનાથી પેટ પણ વધવા લાગે છે સારા દિવસો રહ્યાંનાં અઠવાડિયાં પછી હોર્મોનલ ટેસ્ટની મદદથી પણ પ્રેગનન્સિ વિશે જાણી શકાય છે વહેલી સવારમાં મૂત્રનો પહેલો નમૂનો લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી શકાય છે.
આ નમૂનો એક એવી સ્વચ્છ શીશીમાં લેવો જોઈએ કે જેમાં સાબુ લાગ્યો ન હોય આ તપાસ ઘરે પણ કરી શકો છો તે માટે કેમિસ્ટ પાસે પ્રેગ્નન્સિ ટેસ્ટ કિટ મળે છે તે કિટ લાવીને તેની પર લખેલી સૂચનાઓ પ્રમાણે તપાસ કરો તેનાથી મિનિટોમાં પરિણામ મળી જાય છે માસિક ચૂકી ગયાનાં ૨ અઠવાડિયાં પછી તપાસ કરતાં જો ટેસ્ટ પોઝિટિવ આવે તો પ્રેગ્નન્સિ છે.
તે નિશ્ચિત રીતે જાણી શકાય છે પરંતુ તપાસમાં નેગેટિવ આવતાં તેની પર વિશ્વાસ કરી શકાય નહીં કે ગર્ભ રહ્યો નથી જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ માસિક ચાલુ ન થાય તો ૧ અઠવાડિયા પછી ફરી તપાસ કરી શકાય છે અલ્ટ્રાસાઉન્ડથી પણ પ્રેગ્નન્સિ વિશે જાણી શકાય છે અલ્ટ્રાસાઉન્ડ તપાસથી ૫ મા અઠવાડિયે ડ ગર્ભ છે કે નહીં તે જાણી શકાય છે.
સવાલ.વિભાવના માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? શ્રેષ્ઠ બાળક માટે શું સાવચેતી રાખવી જોઈએ?
જવાબ.સદ્ગુરુશ્રી કહે છે કે શિયાળા દરમિયાન ખાસ કરીને માઘ અને ફાલ્ગુન મહિનામાં સગર્ભા સ્ત્રીઓ શ્રેષ્ઠ બાળકોના બીજ વાવે છે એટલે કે જે બાળકોનો જન્મ ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે થાય છે તેમના જીવનમાં સંઘર્ષની તીવ્રતા અન્ય લોકો કરતા ઓછી હોય છે કેટલીકવાર આ સ્થિતિ મધ્ય સપ્ટેમ્બરથી જાન્યુઆરીના મધ્ય સુધી સર્જાય છે વિભાવના અને વિભાવના પછી માતાપિતાના વિચારો બાળક પર સંપૂર્ણ અસર કરે છે.
ગર્ભ ધારણ કર્યા પછી વાદ્ય સંગીત ગાયન મંત્ર અને ગણિત બાળકને સારું મન અને સંવેદનશીલ અને માનવીય સારા ગુણોથી ભરપૂર બનીને સંપૂર્ણ માનવીના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે સકારાત્મક વિચાર અને માતા-પિતાનું સ્મિત સૌભાગ્યનું સર્જન કરતી વખતે નકારાત્મક અને વિપરીત વિચાર સાથે રડતી વખતે સ્વભાવની ચીડિયાપણું સંઘર્ષમાં વધારો કરે છે.
સગર્ભાવસ્થા દરમિયાન રમૂજની સતત હળવાશની ક્ષણો બાળકના સંઘર્ષને તેના હોઠ પર હાસ્ય રોપીને ઘટાડે છે અને મહત્વાકાંક્ષી વિચારો તેને બોર્ડ પર સેટ કરે છે વિભાવના સંસ્કારના રૂપમાં આપણી સમૃદ્ધ પરંપરાઓએ પણ બાળકો પેદા કરવાની ચોક્કસ પદ્ધતિઓથી અમને આશીર્વાદ આપ્યા છે.
સવાલ.મારી ઉંમર 28 વર્ષની છે મારે એક સ્ત્રી શારી-રિક સંબંધ હતો પણ મેં દરેક વખતે નિરોધનો ઉપયોગ કર્યો હતો ત્યાર પછી મેં ત્રણ ચાર વખત બ્લડ ટેસ્ટ કરાવ્યો અને એ નેગેટિવ આવ્યો છે છતાં પણ મને ડર લાગે છે કે મને એઈડ્સ થયો હશે એટલે હું પરણું કે નહીં તે સલાહ આપશો?
જવાબ.જો તમે નિરોધ વાપર્યું હોય તો લગભગ ૯૯ ટકા એચઆઈવી એઈડ્સ થવાની શક્યતા નથી ચાર મહિના પહેલાં જો તમે સંબંધ બાંધ્યો હોય તો આજે તમે નિર્ભય રીતે લગ્ન કરી શકો તમે બ્લડટેસ્ટ કરાવ્યું હોય અને એચઆઈવી નેગેટિવ આવ્યું હોય તો ચિંતાનું કોઈ જ કારણ નથી.