લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ભારત પર અફઘાની અને પાકિસ્તાની આતંકીઓ હુમલાનું ષડયંત્ર રચી રહી છે ISI,બકરીઇદ અને 15 મી ઓગસ્ટે અલર્ટ.

Posted by

ગુપ્તચર વિભાગે દેશમાં આતંકી હુમલાની ચેતવણી આપી છે.ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ સુરક્ષાબળના જવાનો અને સુરક્ષા એજન્સીઓને પણ અલર્ટ કરી દેવામાં આવી છે.

સુત્રોનું માનીએ તો આઈબીએ 15 ઓગસ્ટ પહેલા આતંકી હુમલાનું અલર્ટ જાહેર કર્યુ છે.

આ હુમલાને અંજામ આપવા માટે અફઘાનિસ્તાનના નાગરિકોનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે અન્ય એક ઈનપુટ મુજબ આતંકી સંગઠન ISISના ભારતમાં રહેલા સમર્થકો દ્વારા મોટો હુમલો થઈ શકે છે.

બકરી ઈદ એટલે કે આવતીકાલે ઈદની નમાજ સમયે હુમલો થઈ શકે છે.15 ઓગસ્ટ પહેલા આતંકીઓના નિશાને પર મોટી સરકારી સંસ્થાઓ છે.

આ સિવાય ટ્રાન્સપોર્ટ નેટવર્ક,જેમ કે રેલવે,બસ,મેટ્રો અને એરપોર્ટ પણ આતંકીઓના નિશાને છે.

જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્ર સરકારના નિર્ણય બાદ પીઓકેમાં આશરે એક ડઝન આતંકી અડ્ડા સક્રિય થઇ ગયા છે.

IANS પ્રમાણે ઇસ્લામાબાદે પીઓકે અને જમ્મુ કાશ્મીરથી લગતી સીમા પર એક ડઝન આતંકી અડ્ડી સક્રિય કરી દીધા છે.

જમ્મુ કાશ્મીરથી ધારા 370 હટાવ્યા બાદથી આતંકી અડ્ડામાં ગત સપ્તાહે ઘણી ગતિવિધિઓ જોવા મળી હતી.

ઉચ્ચ ગુપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી પાસે આવેલા પીઓકે ક્ષેત્રના કોટલી,રાવલકોટ,બાઘ અને મુઝફ્ફરબાગમાં આતંકી અડ્ડા પ્રત્યક્ષ રૂપથી પાકિસ્તાની સેનાના સહયોગથી ફરીથી સક્રિય થઇ ગયા છે

જેને જોતા ભારતીય સુરક્ષા બળોને હાઇ અલર્ટ પર રાખવામાં આવી છે.

IANS નું માનીએ તો ગુપ્ત રિપોર્ટસમાં ખુલાસો થયો છે કે જેઇએમ,એલઇટી અને તાલિબાનના લગભગ 150 સભ્ય કથિત રીતે કોટલીની નજીક ફાગૂશ અને કુંડ અડ્ડાઓ તથા મુઝફ્ફરાબાદ ક્ષેત્રમાં શવાઇ નલ્લાહ અને અબ્દુલ્લાહ બિન મસૂજ અડ્ડામાં એકત્રિત થયા છે.

પાકિસ્તાન આર્ટિકલ 370ને નાબુદ કરવાના ભારતના નિર્ણયનો વિરોધ કરવા લાગ્યું છે.એક તરફ તેણે ભારત સાથેનો વ્યાપાર સંબંધ અટકાવી દીધો છે

જ્યારે બીજી તરફ તેણે સરહદે ગોળીબાર પણ શરૂ કરી દીધો છે.પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના અચાનક સેક્ટરમાં શનિવારે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાની રેંજર્સ દ્વારા એલઓસી પર આવેલી ભારતીય ચોકીઓ અને સરહદી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.બીએસએફ પણ પાક સૈન્યની કાયર હરકતોનો આક્રામક જવાબ આપી રહ્યું છે.

આ પહેલા પહેલી ઓગસ્ટે પણ પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના ઉરીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.જેનો પણ બીએસએફ દ્વારા આક્રામક જવાબ આપવામાં આવ્યો હતો.

બીજી તરફ સરહદે હવે પાકિસ્તાને આતંકીઓની સંખ્યા પણ વધારી દીધી છે.પીઓકે પર પાકિસ્તાને આશરે 150 જેટલા આતંકીઓને તૈયાન કર્યા છે.

જેને પગલે ભારતીય સૈન્ય હાઇએલર્ટ કરી દેવામાં આવ્યું છે.આ આતંકીઓ ગમે ત્યારે ભારતમાં ઘુસણખોરી કરી શકે છે

અને કાશ્મીરમાં કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે.અગાઉ પણ એજન્સીઓએ દહેશત વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન 370નો બદલો લેવા માટે આતંકીઓનો સહારો લઇ શકે છે.

સાથે જ હવે તેણે ગોળીબાર કરવાનું પણ શરૂ કરી દીધુ છે.

થોડા દિવસ પહેલા જ ઇમરાન ખાને સંસદના સત્રમાં ખુલ્લેઆમ આતંકી હુમલો કરાવીશું તેવી ધમકી આપી હતી,ઇમરાને કહ્યું હતું કે જો હવે ભારતમાં પુલવામા જેવો હુમલો થાય તો તેના માટે પાકિસ્તાન જવાબદાર નહીં રહે.

આ નિવેદનના થોડા દિવસ બાદ હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે સરહદે પાકિસ્તાને 150 જેટલા આતંકીઓને તૈનાત કરી દીધા છે જે ગમે ત્યારે હુમલો કરી શકે છે.

ગુપ્તચરનો રિપોર્ટ છે કે જૈશ એ મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અજહરનો ભાઇ ઇબ્રાહિમ અજહર પણ પીઓકે પર હાલ સક્રીય થઇ ગયો છે.

તેથી પુરી શક્યતાઓ છે કે પાકિસ્તાન હવે ફરી ઉરી અને પુલવામા જેવા બીજા હુમલાઓ કરાવવાની ફિરાકમાં છે.

એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે હવે પાકિસ્તાની નાગરીકોને ખુલ્લેઆમ આતંકી બનવાની પાકિસ્તાન સરકારે છુટ આપી દીધી છે.

તેથી મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે.પાકિસ્તાન સરકાર અને આતંકીઓએ ભારત સામે હાથ મિલાવી લીધા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે.

પાકિસ્તાન હવે કાશ્મીરી યુવકોના સંપર્કમાં છે અને ગમે ત્યારે પુલવામા જેવો જ બીજો આત્મઘાતી વિસ્ફોટ કરાવવાની તૈયારીમાં છે.

હાલ કાશ્મીરમાંથી 370 હટાવી લેવામાં આવી હોવાથી સ્થાનિકોમાં ગુસ્સો વધારવાના પ્રયાસો પાકિસ્તાન કરી રહ્યું છે.

બાદમાં તેનો ઉપયોગ ભારતમાં હુમલા કરાવવા કરશે.આ ઉપરાંત હાલ પાકિસ્તાનમાં જે કાશ્મીરી યુવકો છે તેઓને પણ પાકિસ્તાની આતંકીઓ ભારત પર હુમલાની તાલીમ આપવા લાગ્યા છે.

એટલે પાકિસ્તાન ફરી હવે આતંકવાદ તરફ વળી રહ્યું છે અને તેના સહારે કાશ્મીરને ભડકે બાળવાનું આયોજન કરી રહ્યું છે.

રક્ષા મંત્રાલયમાં ઉચ્ચ પદસ્થ સૂત્રોએ કહ્યું કે આ સમયે ઘાટીમાં મોજૂદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી.

એનએસએ એ જમ્મુ અને કાશ્મીર પર સરકારના સાહસિક નિર્ણયો બાદ સુરક્ષા રણનીતિ તથા સીમા પરાથી આંતકી ખતરા પર ચર્ચા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *