જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના તહેવાર દરમિયાન મેષ રાશિના લોકોએ પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે વૃષભ રાશિના લોકોએ હોળીમાં સફેદ અને વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ. કારણકે આ બંને રંગ સદ્ભાવના દર્શાવે છે.
મિથુન અને કર્ક રાશિ માટેના રંગો
જો મિથુન રાશિના લોકો સફેદ અને લીલા રંગથી હોળી રમશે તો તેઓને તમામ કાર્યમાં સફળતા મળશે. જ્યારે કર્ક રાશિના લોકોએ હોળી રમવા માટે લીલો, પીળો અને સફેદ રંગનો ઉપયોગ કરવો જોઈએ કારણકે આ રંગોનો ઉપયોગ કરવાથી વ્યવહારમાં સ્થિરતા જોવા મળશે.
કુંભ અને મીન રાશિ માટેના રંગો
કુંભ રાશિવાળા લોકોએ વાદળી અને લાલ રંગથી હોળી રમવી જોઈએ કારણકે તેનાથી તમામ કાર્યો સમયસર પૂર્ણ થશે. જ્યારે મીન રાશિના લોકોએ સફેદ, પીળો અને લીલો રંગ વાપરવો જોઈએ, કારણકે આ રંગ તમારા માટે લકી છે.
સિંહ, કન્યા અને તુલા રાશિ માટેના રંગો
જ્યોતિષ અનુસાર સિંહ રાશિવાળા લોકોએ હોળી ગુલાબી, પીળા અને લીલા રંગથી રમવી જોઈએ કારણકે તેનાથી સુખ અને સમૃધ્ધિ આવશે. કન્યા રાશિના લોકોએ હોળી પીળા અને ગુલાબી રંગથી રમવી જોઈએ તેનાથી તેઓના જીવનમાં ખુશાલી આવશે. તુલા રાશિના લોકોએ હોળી રમવા માટે લીલા, વાદળી અને સફેદ રંગનો ઉપયોગ કરવો જોઈએ, આ રંગના પ્રયોગથી જીવનમાં સમૃધ્ધિ આવશે.