લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

લોકો જાડી-જાડી કહીને ચીડવતા હતા એટલે વજન ઉતારવાનું નક્કી કર્યું

Posted by

મહિમા શેઠ નામની આ 25 વર્ષીય યુવતીએ માત્ર 10 મહિનામાં ઉતાર્યું 23 કિલોગ્રામ વજન. તે વ્યવસાયે ફિનાન્શિયલ કન્સલટન્ટ છે અને જ્યારે તેનું વજન 73.5 કિલોગ્રામ હતું ત્યારે તેણે વજન ઉતારવાનું નક્કી કરી લીધું હતું. હું એટલી જાડી હતી કે લોકો મને જાડી-જાડી કહીને ચીડવતા હતા અને હું અરીસામાં મારું શરીર જોઈને શરમ અનુભવતી હતી.

વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવતી દરરોજ સવારે બ્રેકફાસ્ટ દરમિયાન ઈંડા, સ્પ્રાઉટ્સ ખાતી હતી. જ્યારે બપોરે લંચ દરમિયાન 1 પરોઠા, 1 કપ દાળ, થોડા લીલા શાકભાજી અને થોડા સલાડ ખાતી હતી. જ્યારે ડિનર દરમિયાન પણ આ રીતે લીલા શાકભાજી અને સલાડ ખાતી હતી. આ સિવાય ખાખરા અને ઈડલી પણ ખાતી હતી.

બહારનું ખાવાનું ટાળવું જોઈએ

ભોજન પર નિયંત્રણ કરવાની સાથે આ યુવતી દરરોજ સવારે કસરત પણ કરતી હતી. એકવખત કસરત કરવાનું શરૂ કર્યા બાદ ભોજન પર નિયંત્રણ કરવું પણ સરળ છે. વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન બહારનું ખાવાનું ટાળવું જોઈએ, જો કોઈ તમને બહારનું જમવા માટેનો આગ્રહ કરે તો સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ.

ખાંડ ખાવાની બંધ કરી દીધી

જીવનમાં ખુશ રહેવા અને આત્મવિશ્વાસ વધારવા માટે પણ વજન ઉતારવું જરૂરી છે. આ યુવતીએ જ્યારે વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારે જ તેણે ખાંડ ખાવાની બંધ કરી દીધી. માત્ર અને માત્ર ઘરનું બનાવેલું જ જમવાનું નક્કી કર્યું. વજન ઉતારવા માટે શિસ્તબધ્ધ રહેવું જરૂરી છે. શિસ્ત, કસરત અને ભોજન પર નિયંત્રણ રાખવાથી વજન ઉતારી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *