વંદના ની ડિલિવરી ડિસેમ્બર માં થવાની હતી. એજ હિસાબ થી તેને બધી તૈયારીઓ પણ કરી રાખી હતી. પણ વંદનાનું બાળક સમયથી પહેલા જ પેદા થઈ ગયું.
પ્રિમચ્યોર તેની ડિલિવરી ઓક્ટોબર માં થઇ ગઈ હતી. કારણકે પુરા નવ મહિના ન હતા થાય એટલા માટે બાળક બહુ કમજોર હતું.
તેનું વજન પણ ઓછું હતું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી વંદના બહુ ગભરાયેલી રહેતી હતી. નવીમાં માટે આ સમય એમજ બહુજ મુશ્કેલ હોય છે.
ઉપરથી પ્રિમચ્યોર બાળક.વંદનાને તેના સ્વાસ્થ્ય માટે ડર લાગી રહ્યો હતો, કે ક્યાંક કશું થઈ નહીં જાય.
આ ચિંતા સાચી હતી. ઘણીવારમાં પ્રિમચ્યોર બાળકના લીધે ટેન્શનમાં આવી જાય છે.કારણકે તેની દેખરાએખ ના સમયે થોડીક ખાસ વાતો નું ધ્યાન રાખવું પડે છે.
શુ છે એ વાત ? આ જાણવા માટે અમે વાત કરી ડૉક્ટર નિલીની કપૂર સાથે. એ મેક્સ હેલ્થ ક્લિનિક મુંબઈ માં સ્ટ્રીરોગ વીશેષજ્ઞ છે.
જેમને અમને પાંચ ટિપ્સ આપી.
બાળક ને કેવી રીતે દૂધ પીવડાવવું.
તમારે તમારા બાળકને સ્તનપાન કરાવું જોઈએ. પણ થઈ શકે છે કે તમારું બાળક તમારા સ્તનને મોઢાથી પકડી ના શકે. અથવા તેને આવું કરવામાં મુશ્કેલી આવે.
આવા કેસ માં તમે દૂધ પંપ કરી ને બોટલ માં ભરી શકો છો. પછી બોટલથી બાળક ને દૂધ પીવડાવી શકાય છે. કેટલીક વાર ડૉક્ટર બાળક ને ફોર્મ્યુલા દૂધ પીવડાવાનું પણ કહે છે.
આ ખાસ રીતનું દૂધ હોય છે પ્રિમચ્યોર બાળકો માટે. તેથી તેમને પોષણ મળે.
કેટલી વખત ખવડાવવુ.
પ્રિમીયર બાળકને દિવસમાં આઠથી દસ વાર ખોરાક આપવો જોઇએ. તેથી દર થોડાક કલાકે તેને ખવડાવતા રહો.
ધ્યાન રાખો કે ચાર કલાકથી વધારે ગેપ ના પડે. કારણ કે જો આવું થયું તો ડિહાઇડ્રેટેડ થઈ શકે છે.
તમે દૂધ પંપ કરી ને બોટલમાં ભરી શકો છો પછી બોટલથી બાળક ને દૂધ પીવડાવી શકો છો.
બાળક ને કેવી રીતે સુવડાવું.
પ્રીમિયર બાળકો ને સારી રીતે સુવડાવું પડે છે. એ તેનો વધારે સમય સુતા જ નીકળે છે. તમે તેને થોડા પોચી ગાદી પર સુવડાવો.
ધ્યાન રાખો,તકિયું ના રાખો,કોઈ દિવસ બાળક ને તેના પેટ ના બલ પર ના સુવડાવો. હંમેશા પીઠ ના બલ પર સુવડાવો.
સોલિડ ખોરાક ઓછો ખવડાવો.
કારણ કે તમારું બાળક સમય પહેલા પેદા થયું છે,તેને સોલિડ ખાવાનું ખાવા માં સમય લાગશે. કારણ?તેને ગાળવામાં તકલીફ થશે.
તો તમે એને ક્યારે સોલિડ ખાવાનું ખવડાવી શકો છો? જે દિવસે તેની ડિલિવરી ખરેખર થવી જોઈએ હતી,તેના ચારથી છ મહિના પછી.
યાદ રાખો,સોલિડ ખાવાનો મતલબ છે દળીયું વગેરે.
બહાર લઈને ના જાઓ.
તમારે બાળક ને પેદા થવાના કેટલાક અઠવાડિયા સુધી તેને બહાર લઈ ને નહીં જવું જોઈએ.
બાળક આ સમયે કમજોર હોય છે. તેને ઈન્ફેકશન થવાનો ખતરો વધી જાય છે.