ઉનાળામાં કાકડી ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે. કાકડીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. કાકડીનું સેવન કરવાથી અનેક સીઝનલ બીમારીઓથી શરીર બચી જાય છે. કાકડીમાં વિટામિન, કેલ્શિયમ, આયોડિન અને ફાઈબર જેવા પોષક તત્વ હોય છે. તો ચાલો જાણીએ વિગતવાર કે કાકડીનું સેવન કરવાથી કઈ કઈ બીમારીઓથી બચી શકાય છે.
ગરમીમાં માથાનો દુખાવો થતો હોય છે અને વ્યક્તિના સ્વભાવમાં ચિડીયાપણું આવી જાય છે. આ સમસ્યા કાકડીનું સેવન કરવાથી દૂર થાય છે. તેનાથી શરીરને ઠંડક પણ મળે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી ઉનાળામાં શરીરમાં પાણી ઘટતું નથી. કાકડીનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. જે લોકોને બીપી હોય છે તેમણે કાકડી નિયમિત રીતે ખાવી જોઈએ.
કાકડીનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સુધરે છે. કાકડીનું સેવન કરવાથી વજન વધતું નથી. કાકડી કોલેસ્ટ્રોલને ઘટાડે છે. કાકડી સ્નાયૂનો દુખાવો દૂર કરે છે.
કાકડીનું સેવન કરતી વખતે સમયનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો તમે તેનું સેવન સવારે કરો છો તો તમને કેટલાય પ્રકારના સ્વાસ્થ્યના લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે રાત્રે કાકડીનું સેવન ન કરવુ જોઈએ.
આ ઉપરાંત કાકડીનું સેવન સિમીત માત્રામાં કરવુ જોઈએ, ત્યારે જ તે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. કાકડીમાં કુકુર્બિટાઈન્સ નામનું ઝેરીલુ યોગીક તત્વ હોય છે. જો તમે વધારે માત્રામાં કાકડીનું સેવન કરો તો એટલી જ વધારે માત્રામાં ટોકિસન તમારા શરીરમાં જશે. જેના કારણે લીવર, સ્વાદુપિંડ, પિત્તાશય અને કિડની સહિતના કેટલાય અંગોમાં સોજો આવી શકે છે. તેથી તેનુ સેવન સંતુલિત માત્રામાં કરવું.
ઉનાળામાં કાકડી ખાવાની સલાહ એટલે આપવામાં આવે છે કારણ કે તે ઠંડી હોય છે. પરંતુ, જો તમે કફ, શરદી કે શ્વાસ સંબંધી કોઈ સમસ્યા છે તો રાત્રે કાકડી ન ખાવી જોઈએ.