લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

હવે ખુબજ બદલાઈ ગઈ છે કાંટા લગા વાળી અભિનેત્રી,તસવીરો જોઈ તમે ઓળખી પણ નહીં શકો……

Posted by

2002 માં, એક ગીત આવ્યું હતું ‘કાંટા લગા’. તે મૂળ 1972 ની ફિલ્મ ‘સમાધિ’ નો ભાગ હતો. તેને રિમેક કરવામાં આવ્યુ હતું એક મ્યુઝિક વિડિઓ માટે આ વિડિઓ અત્યંત લોકપ્રિય બન્યો. તેને વલ્ગરની કેટેગરીમાં મૂકીને પણ સાંભળ્યું હતું.આ ગીતમાં જોવા મળેલી છોકરી શેફાલી જરીવાલા, રાતોરાત સ્ટાર બનવાનું ઉત્તમ ઉદાહરણ છે.

 

પરંતુ તેઓ ક્યાં છે ‘કાંટા લગા’ પછી દર્શકોને દેખાઈ નહી. પરંતુ અત્યારે તે સતત કામ કરી રહી છે અને ઇન્ડસ્ટ્રીમાં રહી છે. શેફાલીના બહાને, અમે તમને તેના કાંટા લગા ની પહેલા અને પછીની સંપૂર્ણ વાતો જણાવીશું, જે ખૂબ જ રસપ્રદ રહ્યું છે.

 

શેફાલી એક મધ્યમ વર્ગના ગુજરાતી પરિવારમાંથી આવે છે, જે મુંબઇ સ્થિત હતી.કલકત્તાથી સ્કૂલ ભણ્યા બાદ તે મુંબઈની સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી હતી. સપના બહુ મોટા ન હતા, ફક્ત એન્જિનિયરિંગ (આઇટી) પૂરું કર્યા પછી, તે વિદેશની કોલેજમાંથી એમબીએ કરવા માંગતી હતી.

 

 

અને તે પછી સેટલ થવાનો પ્લાન હતો. પરંતુ નિયતિને કંઈક બીજું મંજૂર હતું.એક ડિરેક્ટર આવ્યા અને કહ્યું કે જીવન બદલી દેશે.એક દિવસ શેફાલી તેની કોલેજની બહાર ઉભી હતી, ત્યાં એક ડિરેક્ટર આવ્યા. તેણે મ્યુઝિક વીડિયો કરવાની ઓફર કરી અને કહ્યું કે તેનું જીવન બદલાઈ જશે.

 

શેફાલીએ આવું કંઇક કરવાનું ક્યારેય વિચાર્યું ન હતું. તેના પરિવાનો એન્ટરટેઇનમેન્ટ સાથે દૂર સુધી કોઈ સંબંધ નહોતો. તેથી તે ખચકાતી હતી શેફાલીએ કહ્યું કે, આ વીડિયોને હા પાડવા પાછળ તેનું એક જ કારણ છે. પોકેટ મની. પરંતુ તે પછી જે બન્યું તે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.

 

શેફાલીએ ક્યારેય જોયું ન હતું. ‘કાંટા લગા’ રિલીઝ કરવામાં આવ્યું અને ડિસ્કો, લગ્ન, પાર્ટી, ઓટોરિક્ષાથી માંડીને લોકોના રિંગ ટોન સુધી પોહચ્યું. જોકે આ ગીતને સ્લટ પણ કહેવામાં આવ્યું છે કારણ કે સામાન્ય રીતે અન્ડરવેર છોકરાઓના પેન્ટ અંદરથી ડોકિયાં કરતા હતા, તે આ વખતે શેફાલીની જીન્સથી ડોકિયું કરતી હતી.

 

સાથે તે એક અશ્લીલ મેગેઝિન વાંચતી પણ જોવા મળે છે, તેથી તેના પર ઘરોમાં તો વલ્ગર તરીકે પ્રતિબંધ મૂકાયો હતો. આ તે જ સમય હતો જ્યારે ટીવી પર ‘ટીપ-ટિપ બરસા પાણી’ આવવા પર, પિતા-પુત્ર બંનેમાંથી કોઈ એક ટીવી સામેથી ઉભા થઈ જતા હતા.

 

તેવી જ રીતે, ટીવી પર આ ગીત જોવા માટે છોકરાઓએ ખૂબ જ મગજમારી કરવી પડી હતી પરંતુ આ ગીત પછી શેફાલી ક્યાં ગાયબ થઈ ગઇ ખબર જ ના પડી. કોઈ આર્ટિસ્ટ માટે પહેલો જ પ્રોજેકટ બ્લોકબસ્ટર થઈ જાય તો, તેના માટે આગળનો રસ્તો સરળ થઈ જાય છે એવું માનવામાં આવે છે.

 

એવું જ સેફાલી સાથે પણ હતું પણ તે તેને સાચવી શકી નહીં 7 જાન્યુઆરી 2008 ના કાંટા લગા રિલીઝ થયું અને 8 જાન્યુઆરીએ ટીવી શૉ માંથી ઑફર આવી ગઈ. સાથે ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ગીતો કરવા ની ઓફરો પડી હતી. પણ ત્યારે શેફાલીએ તેને ગંભીર ના લીધું તેને હિન્દીમાં જ, ‘પ્યાર હમેં કિસ મોડ પે લે આયા, ‘કભી આર કભી પાર, “કાંટા લગા વોલ્યુમ 2, જેવા 10-12 વિડીઓમાં કામ કર્યું પણ કાંટા લગગ જેવી વાત ના આવી.

 

જ્યારે તે અક્ષય કુમાર, સલમાન ખાન, પ્રિયંકા ચોપડા ની ફિલ્મ મુજસે શાદી કરોગી માં ગેસ્ટ અપિરિયન્સ માં જોવા મળી ત્યારે લાગ્યું કે હવે તે એક્ટિંગમાં ઉતરશે પરંતુ થયું એવું પણ નઈ 2005 માં ખબર આવી કે શેફાલીએ લગ્ન કરી લીધા છે. મિત બ્રધર્સ ના હરમિત ગુલઝાર સાથે હવે તે સેટલ થવા માંગતી હતી.

 

પરંતુ તેના પછી જે થયું તેનાથી ખબર પડે છે કે મોબાઈલ ફોન કંપની +1 થી પેહલા નેવર સેટલ શેફાલી ઝરીવાલા ની ટેગલાઈન થતી હતી. લગ્નના બે વર્ષ બાદ શેફાલી અને હરમીત વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. એક દિવસ જ્યારે હરમીત શહેરની બહાર ગયો ત્યારે શેફાલી તેના ઘરેથી નીકળી ગઈ.

 

આ મામલે વાત કરતી વખતે હરમિતે કહ્યું હતું કે શેફાલીએ આવું કેમ કર્યું તેની તેમને ખબર નથી. બંને વચ્ચે કોઈ મોટી લડાઈ પણ નહોતી થઈ. હરમીતે કહ્યું કે તેને તેના મિત્રો પાસેથી ખબર પડી કે શેફાલી તેને છૂટાછેડા આપવા માંગે છે.બીજી તરફ, શેફાલીએ હરમીત વિરુદ્ધ છેડતીનો કેસ કર્યો હતો. બાદમાં તેનો હરમીત સાથે પૈસાને લઈને ઝઘડો થયો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. શેફાલીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનું અને હરમીતનું એક મોટી બેંકમાં જોઈન્ટ અકાઉન્ટ છે.

 

છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થયા પછી હરમિતે તેની જાણકારી વગર તે ખાતામાંથી 12 લાખ રૂપિયા કાઢી લીધા.આટલી બધી પબ્લિક ફાઈટ બાદ જેમતેમ હરમીત અને શેફાલી અલગ થઈ ગયા. લગ્નજીવન છૂટા થયા બાદ જ્યારે શેફાલીને આંચકો લાગ્યો, ત્યારે તેણે પાછા ફરીને તેના કરિયર તરફ જોયું.

 

પરંતુ ત્યાં સુધીમાં તે લગભગ સમાપ્ત થઈ ગઈ હતું હવે સમય હતો હાથ-પગ સાફ કરવાની આવી. શેફાલી એક્શનમાં આવવા લાગી. તેણે નૃત્ય શીખવાનું શરૂ કર્યું અને દેશભરમાં સ્ટેજ શો કરવાનું શરૂ કર્યું. તે હજી પણ સાઉથ તરફથી આવેલી ઓફરને સંમિતિ નતી આપી રહી.

 

જો કે, 2011 માં, તેમણે કન્નડ ભાષાની ફિલ્મ ‘હડુગરૂ’ માં એક ગીત કર્યું હતું. શેફાલીએ નક્કી કર્યું હતું કે તે જ ગીત રજૂ કરશે, જેમાં ‘કાંટા લગા’ કરતા વધારે લોકપ્રિય થવાનો પોટેસ હશે. જો કે, આ થઈ શક્યું નહિ તેણે ફિલ્મોની ઘણી ઓફર્સને નકારી દીધી હતી કારણ કે તે એક્ટીંગને લઈને કોન્ફિડન્ટ નોહતી.

 

એકંદરે, તે તેના ડાન્સ સ્ટેજ શો થી જ ખુશ હતી. બોયફ્રેન્ડ લાઇવ ટીવી શો પર લગ્નનો માટે પ્રપોઝ કર્યો. 2012-13 માં શેફાલી ટીવી એક્ટર પરાગ ત્યાગીને એક કૉમન ફ્રેન્ડની મદદથી મળી હતી. પરાગે ‘અ વેન્સ્ડે ‘ અને ‘સરકાર 3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને ‘પવિત્ર રિશ્તા’ અને ‘જોધા અકબર’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે.

 

વાત કરવી અને મળવું એ વધતા જતા પ્રેમની વાત બની ગઈ. આ પછી, પરાગ અને શેફાલીએ કપલ્સ ડાન્સ રિયાલિટી તેથી ‘નચ બલિયે 5’ (2013) માં ભાગ લીધો. આ શો પર, પરાગે શેફાલીને લગ્ન માટે પ્રસ્તાવ કર્યો અને શેફાલી માની ગઇ હતી. આટલા વર્ષોથી અભિનયથી ભાગી રહેલી શેફાલીએ 2018 માં ઑલ્ટ બાલાજીના કોમેડી વેબ શો ‘બેબી કમ ના’ શૉ થી અભિનયની શરૂઆત કરી હતી.

 

આ શોમાં તેણે શ્રેયસ તલપડે અને ફરહાદ સામજી (ગોલમાલ અગેઇનના લેખક અને હાઉસફુલ 3 ના ડાયરેક્ટર) સાથે કામ કર્યું હતું. અને ફરી એકવાર તે એકતા કપૂરના ડિજિટલ પ્લેટફોર્મ ‘બૂ સબકી ફાટેગી’ નામની હૉરોર ફિલ્મમાં જોવા મળશે. આમાં તેમની સાથે સંજય મિશ્રા, તુષાર કપૂર, મલ્લિકા શેરાવત, કિકુ શારદા અને કૃષ્ણા અભિષેક જેવા કલાકારો કામ કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે શેફાલીનું કમ બેક થઈ ગયું છે અને તેઓ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ આગળ જોવા મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *