શિયાળાની શરૂઆત થતા જ સીતાફ્ળનું આગમન થાય છે જે એક સીતાફળ એક સ્વાદિષ્ટ ફળ છે, જે ફળોની દુકાનમાં સરળતાથી મળી જશે. આ ફળ ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આ ફળ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેની બહારની ત્વચા લીલી હોય છે, જે ફળની અંદરના પલ્પને આવરણની જેમ ઢાંકી દે છે.
શિયાળામાં જો ચોક્કસ ખોરાક લેવામાં આવે તો હવામાનના પ્રકોપથી બચી શકાય છે. સીતાફળ એક એવું ફળ છે જે ઠંડા વાતાવરણમાં જોવા મળે છે જે ફેફસાને સ્વસ્થ રાખે છે. સીતાફળનો પલ્પ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળનું સેવન કરવાથી ફેફસાં કુદરતી રીતે સાફ થાય છે.
આ ફળમાં કેલરી સફરજન કરતા બમણી હોય છે જે શરીરમાં એનર્જી લેવલ વધારે છે. તે પોટેશિયમથી ભરપૂર છે, જે સ્નાયુઓની નબળાઇ દૂર કરે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. ગર્ભાવસ્થાની સ્થિતિમાં પણ સીતાફળમાં રહેલા પોષક તત્વો ખુબ જ ફાયદાકારક છે. પ્રેગ્નન્સી દરમિયાન સીતાફળ ખાવાથી ગર્ભમાં રહેલા શિશુનું મગજ, નર્વસ સીસ્ટમ અને ઈમ્યુન સીસ્ટમ મજબૂત બને છે, વળી સીતાફળના સેવનથી મીસ્કેરેજની આશંકા પણ ઘટી જાય છે.
સીતાફળમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે અલ્સર, પેટની સમસ્યાઓ અને એસિડિટીમાં રાહત આપે છે. માત્ર 100 ગ્રામ સીતાફળમાં સફરજન કરતાં વધુ ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. તેમાં વિટામિન સી અને મેગ્નેશિયમ પણ હોય છે, જે આંતરડાની ગતિને યોગ્ય રાખે છે.
જો કોઇ વજનથી પરેશાન હોય તો સીતાફળ તેમના માટે ફાયદાકારક છે. સીતાફળનો ઉપયોગ હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે પણ કરી શકાય છે. સીતાફળમાં પૂરતા પ્રમાણમાં વિટામિન-બી 6 છે. વિટામિન-બી૬ ના સેવનથી હૃદયરોગનું જોખમ ઘટે છે. સીતાફળ ના પાન, મૂળ અને છાલનો ઉકાળો કરવાથી મળતાં પોષક તત્વો જે ઘૂંટણના દુખાવાની સમસ્યા તેમજ સંધિવાની સમસ્યાઓમાં ફાયદાકારક છે
પાચનક્રિયાને સારી રાખવા શિયાળામાં નિયમિત સીતાફ્ળનું સેવન કરવું જોઈએ. કબજિયાતની સમસ્યાથી પણ સીતાફળના સેવન થી રાહત મળે છે. સીતાફ્ળનું સેવન બ્લડ પ્રેશરને સામાન્ય કરે છે. સીતાફળમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમનીમાત્રા હોય છે. જો કોઈને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો સીતાફ્ળમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમના સેવનથી તેનો ઈલાજ થઈ શકે છે.