મિત્રો દરેક લોકો ને ખાવા પીવાનો બહુ શોખ હોય છે. ઘર ની બધી સ્પેશ્યલ વસ્તુઓ કિચન માં જ બનાવવામાં આવે છે. તેમ તો આપણે હંમેશા પોતાના મુડ અને મરજી થી દરરોજ કંઈ પણ બનાવી લે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ ના મુજબ જો અઠવાડિયા ના અલગ અલગ દિવસે કંઇક ખાસ વસ્તુઓ કિચન માં પકવવામાં આવે તો આ ઘણું શુભ હોય છે. આ વાત ને ધ્યાન માં રાખતા આજે અમે તમને દરેક દિવસ ના હિસાબ થી એક ખાસ ડીશ ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સોમવાર: જેવું કે તમે બધા જાણો છો આ દિવસ શિવજી નો દિવસ હોય છે. શિવજી ને ખાવા પીવા નો બહુ શોખ છે. એવામાં તમને સોમવાર ના દિવસે કોઈ ખાસ પ્રકારના પકવાન બનાવવા જોઈએ. આ દિવસે કોઈ એવી સ્પેશ્યલ ડીશ બનાવો જે તમે ફક્ત ખાસ મોકા પર જ બનાવો છો. તેને બનાવ્યા પછી શિવજી ને તેનો ભોગ લગાવવાનું ના ભૂલો.
મંગળવાર: આ દિવસ હનુમાનજી નો હોય છે. હનુમાનજી ને ચણા બહુ પસંદ હોય છે. એવામાં તમને આ દિવસે ચણા ની શાકભાજી બનાવવી જોઈએ. તેના માટે તમે કાબુલી ચણા પણ ઉપયોગ કરી શકો છો. તેમ તો આ શાકભાજી ની સાથે તમે ઈચ્છો તો પૂરી પણ બનાવી શકો છો. હનુમાનજી ને મંગળવાર ના ચણા નો ભોગ લગાવવો ઘણું શુભ માનવામાં આવે છે.
બુધવાર: આ ગણેશજી નો દિવસ હોય છે. આ વાત તો બધા જાણીએ છીએ કે ગણેશ જી ને મોદક કેટલા પસંદ હોય છે. એવમાં આ દિવસે ઘર માં લાડુ બનાવવા ઘણા શગુન વાળા હોય છે. આ દિવસે સવારે સવારે લાડુ બનાવીને તમે ગણેશ જી ને ભોગ લગાવો. તમારો પૂરો દિવસ સારો જશે.
ગુરુવાર: આ દિવસે સત્યનારાયણ વિષ્ણુ ની વિશેષ પૂજા થાય છે. એવામાં ગુરુવાર એ તમે ખીર જરૂર બનાવો. ખીર ની સાથે સાથે તમે ઈચ્છો તો મીઠા ભાત (ચોખા) પણ બનાવી શકો છો. મીઠા ભાત વિષ્ણુજી ના પ્રિય છે. તેમને તેનો ભોગ લગાવવા પર પુરા ઘર નું કલ્યાણ થાય છે.
આ સિવાય ગુરુવારના દિવસે ખીચડી ન બનાવવી જોઈએ, સાથે આ કામ પણ ભૂલથી ન કરવુંગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુની આરાધના માટે હોય છે. ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે પરંતુ આ સાથે જ કેટલીક વાતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. કેટલાક કાર્યો છે જેને ગુરુવારે કરવાથી બચવું જોઈએ. આ કામ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.
આ કામ કરવાથી બચવું
પિતા, ગુરુ અને સાધુ બૃહસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું અપમાન ન કરવું.ગુરુવારે ઘરે ખીચડી બનાવવી નહીં કે ન તો ખાવી.નખ કાપવા નહીં.મહિલાઓએ વાળ ધોવા નહીં. તેનાથી સુખ સમૃદ્ધિ ઘટે છે.અપશબ્દો બોલવા નહીં અને શ્રી હરીના નામનો જાપ કરવો.
ગુરુવારેસૂર્યોદય થાય તે પહેલા શુદ્ધ થઈ ભગવાન વિષ્ણુ સમક્ષ ગાયના ઘીનો દીવો કરવો.કેસર અથવા હળદરથી મસ્તક પર તિલક કરવું.પીળી વસ્તુઓનું દાન કરવું.વ્રત કરવું.ભગવાન શિવને પીળા રંગના લાડુ અર્પણ કરો.કેળાના ઝાડની પૂજા કરવી.શુક્રવાર: આ લક્ષ્મીજી નો દિવસ હોય છે. આ દિવસે ઘર માં તમે કોઈ પણ સામગ્રી બનાવી શકો છો. પરંતુ એક વાત નું ધ્યાન રાખો કે શાકભાજી અથવા અન્ય સામગ્રી માં તમે લસણ અને ડુંગળી નો ઉપયોગ ના કરો. લક્ષ્મી જી ને લસણ અને ડુંગળી પસંદ નથી હોતા તેથી તેને શુક્રવાર ના દિવસે શાકભાજી માં નાંખવાથી બચો. લસણ ડુંગળી વગર થી બનાવેલ ખાવાનો ભોગ લક્ષ્મી જી ને લગાવવાથી પૈસા ની આવક વધે છે અને તેમનો આશીર્વાદ પણ મળે છે.
શનિવાર: આ શનિદેવ નો દિવસ હોય છે. જેવું કે તમે બધા જાણો છો શનિદેવ ને તેલ પસંદ હોય છે એવામાં આ દિવસે તમે તેમને તેલ માં ફ્રાઈ કરેલ કોઈ સ્પેશ્યલ ડીશ બનાવીને ચઢાવી શકો છો. તેમ તો આ દિવસે તમે કંઈ પણ બનાવો તેને થઇ શકે તો કાગડા ને પણ થોડોક જરૂર નાંખી દો. કાગડો શનિદેવ નું વાહન હોય છે. શનિવારે તેને ઘર માં બનાવીને ખાવાનો થોડોક ભાગ આપવો શુભ માનવામાં આવે છે. તેનાથી પરિવાર પર કોઈ પણ મુસીબત નથી આવતી.
રવિવાર: આ સૂર્યદેવ નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘર માં કોઈ પણ સફેદ વસ્તુ બનાવવી શુભ હોય છે. એવામાં તમે ભાત, ખીર, સફેદ મીઠાઈ, અથવા કોઈ અન્ય સફેદ સામગ્રી બનાવી શકો છો. તમે જે પણ બનાવો તેને થોડોક કોઈ સફેદ જાનવર અથવા પક્ષી ને પણ ખવડાવી દો. આ શુભ હોય છે.