ભારત દેશ પ્રગતિના અનેક શીખરો સર કરી રહ્યો છે. એમાં પણ ગુજરાતના વિકાસ મોડલ તરીકે જોવામાં આવે છે. દેશમાં પોતાની શ્રદ્ધા હોય તે દેવી દેવતાઓ અને માન્યતા પ્રમાણે પૂજાપાઠ કરે છે. ક્યારેક અમુક લોકો માટે આ વાત અંધશ્રદ્ધા હોય છે તો તેમાં માન્યતા રાખતા લોકો માટે આ શ્રદ્ધાનો વિષય હોય છે.
સામાન્ય રીતે તમે દેશના મંદિરોમાં ફૂલહાર ચઢતા જોયા હશે, પણ જીવતા કરચલા ચડતા તમે પહેલીવાર જોયા હશે. આ મંદિર આખા દેશનું પહેલું એવું મંદિર હશે જેમાં ભગવાનને ખુશ કરવા જીવતા કરચલા ચઢે છે.
હવે આને શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા પરંતુ દર વર્ષે આજના દિવસે આ મંદિર લોકો ભગવાનને જીવતા કરચલા ચઢાવે છે.મંદિરમાં આવતા લોકો મંદિરની બહારથી જીવતા કરચલાની થેલીની ખરીદી કરીને મંદિરમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ કરચલાનો શિવલિંગ પર અભિષેક કરે છે. એવી પણ માન્યતા છે કે, આ મંદિરમાં શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનમાં થયેલી રસી દૂર થાય છે.
એટલે લોકો કાનના રોગ માટે કરચલાની બાધા રાખે છે અને તેમને સારું થયા પછી તેઓ પોષ એકાદાશીના દિવસે આ મંદિરે આવીને ભગવાનને કરચલા ચઢાવીને પોતાની બાધા પૂર્ણ કરીને ભગવાનની આરતી કરે છે.રૂંઘનાથ મહાદેવના નામથી આ મંદિરમાં આ દિવસે એવા લોકો દર્શન કરવા માટે આવે છે, જે શારીરિક રૂપથી કોઇને કોઇ બીમારીથી પીડિત છે.
પરંતુ અહીંયાં મોટા ભાગના એવા લોકો આવે છે, જેમને કાન સાથે જોડાયેલી બીમારી હોય. સુરતનાં રૂંઘનાથ શિવ મંદિરમાં કેકડા ચઢાવવાની પરંપરા વર્ષો જુની છે ફક્ત બિમાર લોકો નહીં પરંતુ સ્મશાનમાં આયોજિત થતા આ મેળામાં મૃતકોની અંતિમ ઈચ્છા પુરી કરવા માટે તેમની મનપસંદ ચીજો ચઢાવવામાં આવે છે.
જેમકે મરનાર વ્યક્તિ ને જો બીડી, સિગરેટ, શરાબ પીવાનો શોખ હોય અથવા તો અન્ય કોઈ ખાવા-પીવાની ચીજો વધારે પસંદ હોય તો તેઓ આજના દિવસે મૃતકના પરિવારજનો અહીંયા ચડાવે છે.તે સિવાય સ્મશાનના મંદિરમાં પ્રસાદના રૂપમાં જીવતા કેકડા પણ ચઢાવવામાં આવે છે.
મંદિરમાં આવનાર ભક્તોનાં હાથમાં પ્રસાદીની સામગ્રી સિવાય જીવતા કેકડા પણ હોય છે. સાથોસાથ આ મંદિરની નજીક સ્મશાન ઘાટ પર લોકો આત્માને શાંતિ માટે પુજાપાઠ કરે છે. લોકોનું માનવું છે કે આજના દિવસે મૃતકને મનપસંદ ચીજો ચઢાવવાથી તેમની આત્માને શાંતિ મળે છે.રૂંધનાથ શિવ મંદિર ખાતે કરચલા ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે.
કરચલા ચઢાવી ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી કરાવા પાછળ એક દંતકથા પણ છે. આ મંદિરમાં ભગવાન રામે વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી હતી. ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે. કહેવામાં આવે છે કે આદિકાળમાં મંદિરની જગ્યા પર દરિયો વહેતો હતો. આ સમયે કંઈક એવી ઘટના બની હતી ત્યારથી મંદિરમાં કરચલા ચઢાવવાની પરંપરા ચાલતી આવે છે.
આજ મંદિરની નજીક આવેલ રામઘેલા નામના સ્મશાન ઘાટમાં મૃત્યું પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન આજના દિવસે સ્મશાન ઘાટમાં તેમની અંતિમક્રિયા કરી હોય તે જગ્યા પર આવીને પૂજાપાઠ કરે છે. આ ઉપરાંત મૃતકને ભાવતી વસ્તુઓ અર્પણ કરે છે. દા.ત. મૃતક બીડી, સિગારેટ કે દારૂ પીવાનો શોખીન હોય કે પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને આ વસ્તુઓ અર્પણ કરતા હોય છે.