લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ગુજરાતમાં આવેલ છે આ 15 ફરવાલાયક જગ્યાઓ,વિદેશ ગયા કરતા આ જગ્યાની લો મુલાકાત,જોવો તસવીરો

Posted by

ગુજરાત ભારતની પશ્વિમે આવેલા મુખ્ય રાજ્યોમાંનું એક છે ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે અને તેમની જીવંત સંસ્કૃતિ સમૃદ્ધ વારસા ઉપરાંત પ્રાકૃતિક પરિદ્દશ્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત છે.

પોતાના આકર્ષણો ના લીધે ગુજરાતને ધ લેન્ડ ઓફ લિજેન્ડસ પણ માનવામાં આવે છે ગુજરાત કળા ઇતિહાસ સંગીત અને સંસ્કૃતિનું એક આદર્શ મિશ્રણ રજૂ કરે છે તેમના ઘણા આકર્ષણો ઉપરાંત ગુજરાત શુદ્ધ એશિયાઈ સિંહોનું એક માત્ર ઘર પણ છે.

ગુજરાત કરછના મહાન રણથી સાતપુડાના પહાડો સુધી પ્રાકૃતિક સુંદરતાની રજૂઆત કરે છે આ ઉપરાંત તે તેની ૧૬૦૦કિમી થી વધારે લાંબા કિનારા સાથે જ અમુક ભવ્ય પ્રાચીન ગુફા ચિત્રો ઐતિહાસિક ભીત ચિત્રો પવિત્ર મંદિરો ઐતિહાસિક રાજધાનીઓ.

વન્યજીવ અભયારણ્ય સમુદ્રી કિનારાઓ પહાડી રીસોર્ટ્સ અને આકર્ષક હસ્તશિલ્પ માટે પ્રખ્યાત છે તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રવાસની દૃષ્ટિ એ ખૂબ જ સંપૂર્ણ છે આ રાજ્યમાં ફરવાલાયક અસંખ્ય પ્રવાસના સ્થળો છે.

જ્યાં તમે મુસાફરી માટે જઈ શકો છો ગુજરાત તેના ઘણા મંદિરો વન્યજીવ અભ્યારણો અને સમુદ્રી કિનારો માટે પ્રખ્યાત છે જો તમે ગુજરાતમાં ફરવાની યોજના બનાવી રહ્યા છો તો અમે તમને બેસ્ટ જગ્યાઓ બતાવીશું ચાલો જાણીએ.

કરછ નું રણ એ ગુજરાતમાં ફરવાલાયક સૌથી સારા સ્થળોમાંનું એક છે તમને જણાવી દઈએ કે કરછનું રણ ગુજરાતના કચ્છ શહેર માં ઉતર તથા પૂર્વમાં ફેલાયેલું છે અને વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે જ્યારે તમે અહી ફરવા માટે જશો ત્યારે તેની સુંદરતાને જોઈને તમે ખુબજ આકર્ષિત થશો.

જો તમે ગુજરાત ફરવા માટે જઈ રહ્યા હોય તો તમારે એકવાર કરછ જરૂર જવું જોઈએ કેમ કે તેના વગર તમારો ગુજરાતનો પ્રવાસ અધૂરો છે કરછનું રણ એક વિશાળ ક્ષેત્ર છે જે થાર ના રણનો જ એક ભાગ છે કરછના રણ નો મોટો ભાગ ગુજરાત રાજ્ય મા જ છે જ્યારે તેનો કેટલીક ભાગ પાકિસ્તાનમાં પણ છે.

ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં ફરવાની સૌથી સારી જગ્યાઓમાં એક છે તમને જણાવી દઇએ કે આ એક વન્યજીવ અભયારણ્ય છે જેની સ્થાપનાનું મુખ્ય કારણ એશિયાઈ સિંહોનું રક્ષણ કરવાનું હતું.

જણાવી દઈએ કે ગીર નેશનલ પાર્ક ને સાસણ ગીર નેશનલ પાર્ક ના નામે પણ જાણીતું છે ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં તાલાળા ગીર પાસે આવેલું છે સરકારના વન વિભાગ વન્યજીવ કાર્યકર્તાઓ અને એનજીઓ ના સહયોગથી ગીર નેશનલ પાર્કની વનસ્પતિઓ અને પ્રાણીઓને સરક્ષિત કરવામાં ખૂબ મદદ મળી છે.

ગીર નેશનલ પાર્ક ને ૧૯૬૫માં સ્થાપવામાં આવ્યું હતું જો તમે ગુજરાતમાં ફરવાલાયક સ્થળ ની શોધમાં છો તો તમારે એકવાર ગીર નેશનલ પાર્ક ફરવા માટે જરૂર જવું જોઈએ.

પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.

પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે.

નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ 8 કિમીના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદભુત લાગે છે.

ચારેબાજુ લીલાંછમ પર્વતો ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે ઝરવાણી ધોધ ભલે ઉંચાઈમાં નાનો છે પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે.

મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે મુખ્યરૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે.

અહી સુંદર જૈન મંદિરો આવેલા છે કુમારપાળે અહીં ભગવાન અજિતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંની મુલાકાત લેનારને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ 2018માં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદ્દઘાટન કરીને દેશને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ભેટ આપી આજે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની છે.

અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડીયા ગામની મુલાકાત લે છે આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરના અંતરે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની સાથે લેઝર શો લાઈટ શો ફ્લાવર વેલી નૌકા વિહાર કેક્ટસ ગાર્ડન બટરફ્લાઈ ગાર્ડન એક્તા નર્સરી જંગલ સફારી એક્તા મોલ સહિત જોવાલાયક સ્થળો છે.

પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરીયામાં આશરે 12 નોટિકલ માઈલ દૂર આવેલો છે લગભગ 3 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદભુત દરીયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમ્યાન મુલાકાતે આવે છે.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટનની મુલાકાતે જવા મટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે ભારતીય નાગરીકો માટે વન વિભાગ કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે.

ભાવનગરમાં પાલિતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થાન છે આ નગરને મંદિરોનું શહેર પણ કહેવાય છે પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે મંદિરોમાં અદભૂત કોતરણી પવિત્રતાનો સંગમ આહલાદક અને શાંતિનો અનુભવ માટે પાલિતાણાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

અહીં સુંદર શેત્રુંજય પર્વત પણ આવેલો છે જેના શિખર પર અનેક નાના-મોટા જૈન મંદિરો આવેલા છે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલા આ તીર્થંને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે અહીંયાનું નયનરમ્ય વાતાવરણ બધાંને આકર્ષિત કરે છે.

અમદાવાદના સાણંદ નજીક અંદાજે 70 કિલો મીટરના અંતરે આવેલું છે નળ સરોવર નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે જે 120.82 ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે જે 4થી 5 ફૂટ ઉંડા છીછરા પાણીથી ભરેલું છે.

નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં 36 નાના ટાપુઓ આવેલાં છે નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે 200થી વધુ પ્રકારના પક્ષીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે.

અને અહીં સાઇબેરીયાથી પક્ષીઓ પણ આવે છે પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે નળ સરોવરમાં ગુલાબી પેલિકન ફ્લેમિંગો ક્રેક્સ હર્ન્સ સફેદ સ્ટોર્ક સહિતના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળશે.

શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે કારણકે આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીં વિસામો લેવા આવતા હોય છે.

સાબરકાંઠામાં આવેલું છે ઈડર ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે અજેય ગણાતા ઈડરના ગઢ એ જીતનું પ્રતિક છે હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે.

અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઈડર ભારતભરમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની વિશાળકાળ શીલાઓ પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે.

ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધોમધખતા ઉનાળામાં પણ શીતલ જળનો કુદરતી અભિષેક થતો હોય છે વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે.

શિયાળા અને ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર ભરી રહેશે.

ભગવાન શ્રીકૃષ્ણની નગરી એટલે કે દ્વારકા પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે દ્વારકામાં જગત મંદિર ગોમતી ઘાટ નાગેશ્વર શિવરાજપુર બીચ જોવા લાયક સ્થળો છે અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે.

અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટદ્વારકા આવેલું છે વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે દ્વારકાથી ફેરીબોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય.

મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ આવેલા છે દ્વારકામાં આદ્ય શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે.

આમ તો દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે સરકારી રીતે ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે દીવની ફરતે દરિયો છે દીવમાં નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ઉપરાંત દીવનું આહલાદક વાતાવરણ પણ મનને ખુશ કરી દે તેવું છે દીવમાં ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે ઉપરાંત અહીની નાઈડા કેવ્સ પણ શાનદાર છે.

દીવના દરિકા કિનારે બીચ સ્પોર્ટ પણ લોકોને આકર્ષે છે દીવમાં અનેક હોટલો આવેલી છે દીવથી સોમનાથ જવા ઈચ્છતા લોકોએ માત્ર 90 કિલોમીટરનું અંતર કાપવું પડશે.

પશ્ચિમ ઘાટમાં આવેલ સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં એક વિચિત્ર નાનું હિલ્સ સ્ટેશન છે જે તેના સુંદર લીલા જંગલો પર્વતો અને ઘોઘ થી લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે સાપુતારા એ શહેરનું સૌથી પ્રિય પ્રવાસ સ્થળ છે.

આ સ્થળ ઉપર ઈકો પ્રેમીઓ વન્યજીવ ઉત્સાહીઓ અને સાહસિક રમતોને પસંદ કરનારા લોકો માટે સ્વર્ગ સમાન છે આ ક્ષેત્ર મા આદિવાસી લોકો સાપો ની પૂજા કરે છે.

આ જગ્યા શાનદાર ટ્રેકિંગ માર્ગ અને હરિયાળી થી ભરેલી છે જ્યાં આવીને પ્રવાસીઓને એક અદ્ભુત શાંતિની પ્રાપ્તિ થાય છે જો તમે ગુજરાતમાં ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે સાપુતારાની મુલાકાત જરૂર લેવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *