આજે આપણે એક એવા વૈભવી ગામની વાત કરીશું જે શહેરના વિકાસથી ઓછી નથી જેટલી સુવિધાઓ શહેરમાં હોય છે એટલી જ સુવિધા આ ગામમાં છે તો ક્યાં જીલ્લામાં આવ્યું છે આ ગામ અને કયું છે.
આ ગામ તો આવો જાણીએ સુરતથી ૩૫ કીલોમીટરના અંતરે બારડોલી નજીક આવેલું ગામ આજે ભારતનું શ્રેષ્ઠ સ્માર્ટ સીટી બની ગયું છે આજથી ૩૫ વર્ષ પહેલા બાબેન એક જંગલ વિસ્તાર હતો પરંતુ આજે આ ગામ અનેક વિશિષ્ટ ધરાવે છે.
આ જંગલને સ્માર્ટ સીટી બનવવામાં બહારથી આવેલા શિક્ષિત ફાલ્ગુની પટેલ અને ભાવેશ પટેલનોનો ખુબ મહત્વનો ફાળો છે પોતાના શિક્ષણના આધારે ફાલ્ગુની પટેલ અને તેમના પતિએ આ ગામનો ઈતિહાસ બદલી નાખ્યો વિશિષ્ટ વાત તે છે.
આ ગામની વધારે વસ્તી ખેતી પશુ-પાલન અને સુગર ફેક્ટરીના ઉદ્યોગ અને કામ પર નિર્ભર છે આ ગામ માત્રને માત્ર લોકભાગીદારીના બળે ઉભું થયું છે ગામમાં ૯૫% પાકા મકાનો છે અને ગામમાં સ્વચ્છ રસ્તાઓ અને મહાનગર જેવી ગટર સુધાઓ છે.
ગામમાં સૌને વિના મુલ્યે RO મીનીરલ વોટર મળે છે આ ગામની બીજી ખાસ વિશિષ્ટતા તે છે કે ગામમાં એક ભવ્ય તળાવ છે જ્યાં રાતે લાઈટીંગ અને ડાન્સીંગ શો થાય છે આ નઝારો રાતના સમયે જોવા જેવો હોય છે અહી વિદેશીઓ પણ મુલાકાત લેવા આવે છે.
ગામમાં યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને તેમને પગભર કરવામાં આવે છે તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર પણ છે જ્યાં યુવાનોના રસકારક વિષયો પર તાલીમ અને પ્રોત્સાહન આપવામાં આવે છે બાબેન ભારતનું એક માત્ર એવું ગામ છે જ્યાં છેલ્લા દસ વર્ષથી આવકમાં વધારો થયો છે.
અહીની શિક્ષણ પદ્ધતિ ખુબ સધ્ધર છે બારડોલી તાલુકાના બાબેન ગામ 5000 ખોરડા અને 15000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અહીંયા જિન અને ખાંડ મિલમાં રોજગારી મેળવવા બહારના ઘણા રાજ્યોમાંથી પરપ્રાંતીય લોકો પણ આવીને વસેલા છે.
એશિયામાં સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતી સુગર ફેકટરી પણ બાબેન ગામમાં આવેલી છે ગામલોકોને સાથ સહકાર થકી અને વર્ષ 2007થી ગામના સરપંચ પદે સેવા કરતા ભાવેશ પટેલની આવડતના લીધે જોતજોતામાં જ બાબેન ગામની કાયા પલટી ગઈ છે.
વર્ષ 2007 પછી ગામમાં એવું પરિવર્તન આવ્યું છે કે એક સામાન્ય ગામ હવે સ્વર્ણિમ ગામ બની ગયું છે મૂળ બાબેનના અને વિદેશમાં વસતા NRI લોકો તેમજ સરકારના સાથ સહકાર થકી ગામમાં ઘરે ઘરે શૌચાલય શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા બન્યા.
ત્યારે ટૂંક સમયમાં ગામનો વિકાસ થતા હાલ ગામલોકોને પણ ગર્વ થાય છે કે તેઓ બાબેન ગામના રહેવાસી છે કોલેજો અને શાળાઓમાં આસપાસના શહેરોના વિદ્યાર્થી ગામડે અભ્યાસ કરવા આવે છે બાબેન ગામમાં એશિયાનું સૌથી મોટું ખાંડનું કારખાનું આવેલું છે.
વર્ષ 2007માં સરપંચ પદે બેસતા જ ભાવેશ પટેલે બાબેન ગામને સ્વચ્છ બનવાનો સંકલ્પ લીધો હતો તેઓએ ગામમાં ઘરે ઘરે શૌચાલય બનવાનું કામ કર્યું તેમજ સરકારની અલગ અલગ એજન્સીઓની મદદથી ગામમાં ખૂટતી સુવિધાઓ પુરી કરી.
ત્યારે ગામના વિકાસની ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી છે અત્યાર સુધી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા બાબેન ગામને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે જેમાં સ્વર્ણિમ પુરસ્કાર એવોર્ડ નિર્મળ ગ્રામ પંચાયત એવોર્ડ શેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ સહિતના અનેક એવોર્ડ ગામને મળી ચુક્યા છે.
ગામના વિકાસ પાછળ જો કોઈનો સિંહફાળો રહ્યો હોય તો તે છે ગામલોકોનો ગામનો વિકાસ અટકી ન જાય તે માટે ગામલોકો નિયમિત પોતાની ફરજ સમજી સામેથી જ ગ્રામ પંચાયતનો વેરો ભરી દે છે ગ્રામ પંચાયત દ્વારા પણ સરકારની કોઈપણ યોજનાથી ગામલોકો વંચિત ન રહી જાય.
તે માટે પણ ગામમાં રીક્ષામાં લાઉડ સ્પીકર લગાવી તેમજ જાહેર સ્થળો પર બેનર મારી સરકારની યોજનાનો લાભ લેવાની અપીલ કરવામાં આવે છે એટલે જ કહેવાય છે કે સમગ્ર ગામનો સુંદર વિકાસ થતા ગ્રામજનો પણ બાબેન ગામના વતની હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે