સવાલ.હું 31 વરસની છું ચાર મહિના પૂર્વે મેં એક પુત્રને જન્મ આપ્યો છે મારી સમસ્યા એ છે કે સુવાવડ પછી મારા પેટ પર સફેદ લાઈનો પડી ગઈ છે આ લાઈનો કેવી રીતે દૂર કરવી?એક મહિલા રાજકોટ
જવાબ.ડિલિવરી પછી પેટ પર સ્ટ્રેચમાર્કસ પડે એ સામાન્ય છે આ માટે બજારમાં ઘણી દવાઓ મળે છે જેનાથી આ ડાઘા સૂંપર્ણપણે દૂર થઈ શકતા નથી પરંતુ હળવા જરૂર બને છે તમે કોઈ ત્વચા રોગના નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરી.
તેમની સલાહ મુજબ ઉપચાર કરાવી શકો છો ચિંતા કરવાની જરૂર નથી તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી આનો ઇલાજ શક્ય છે અને આ સમસ્યા પણ તમારી જેમ દરેક નારીને સંભવે છે.
સવાલ.હું 20 વરસની છું મારી ખાસ બહેનપણીનો પ્રેમી મારી સાથે ફલર્ટ કરે છે અને તેણે મને કાર્ડ અને ગુલાબનું ફૂલ આપીને તેની સાથે બહાર ફરવા જવાનું નિમંત્રણ આપ્યું હતું મને એનામાં જરા પણ રસ નથી પરંતુ મને મારી બહેનપણીની ચિંતા થાય છે મારે શું કરવું તે જણાવવા વિનંતી.એક યુવતી,નડિયાદ
જવાબ.તમારે આ બાબતે ચૂપ રહેવાની જરૂર છે તમારા સિવાય આ છોકરી બીજી છોકરીઓ સાથે પણ ફલર્ટ કરતો હશે તમે તમારી બહેનપણીને આ વિશે કહેશો તો શક્ય છે કે તે તમારી વાત માનશે નહીં.
અને તમારી વચ્ચેનો સંબંધ તૂટી જવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી આથી ભલાઈ એમાં જ છે કે તમારી બહેનપણી એની જાતે જ આ વાત જાણે કારણ કે આવી વાત લાંબા સમય સુધી ગુપ્ત રહી શકતી નથી એક દિવસ તેને કાને આ વાત જરૂર પહોંચશે અને આ પછી તે આ સંબંધ પર જાતે જ પૂર્ણવિરામ મૂકી દેશે.
સવાલ.હું 28 વરસની છું મારા લગ્ન થયે 11 મહિના થયા છે મારી સમસ્યા એ છે કે મારા પતિ સાથે સહવાસ કરતી વખતે મને આનંદ આવતો નથી આ કારણે મને મારા જીવન પર ધિક્કાર થઈ ગયો છે અધૂરામાં પૂરું હું ગર્ભવતી છું મારી આ સમસ્યાનું માર્ગદર્શન આપવા વિનંતી.એક મહિલા મુંબઈ
જવાબ.સમય નહીં ગુમાવતા મેરેજ કાઉન્સેલરની પાસે જાવ. તેમનું માર્ગદર્શન લઈ આગળ વધો તમારે તમારા માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય લાગણીઓ તેમજ ભવિષ્ય બાબતે સ્પષ્ટ થવાની જરૂર છે.
સેકસ્યુઅલ એડજસ્ટમેન્ટ બાબતે પણ તમારે સલાહ લેવાની જરૂર હોય એમ મને લાગે છે સામાન્ય રીતે લગ્ન પછી દંપતીઓને એકબીજા સાથે અનુકૂળ થતા સમય લાગે છે પરંતુ તમારે કોઈ પ્રોફેશનલ સલાહની તાત્કાલિક જરૂર છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.
સવાલ.મેં છેલ્લી બીજી તારીખે મારી ગર્લફ્રેન્ડ સાથે અસુરક્ષિત સે-ક્સ કર્યું હતું જ્યારે મેં તે દરમિયાન વીર્ય બહાર ફેંકી દીધું હતું પરંતુ તેની પુષ્ટિ થઈ ન હતી તેમનો પિરિયડ 25મી જૂને આવવાનો હતો પરંતુ આવ્યો ન હતો હવે જ્યારે પિરિયડ 13 જુલાઈએ આવી ગયો છે શું હજુ પણ પ્રેગ્નન્સીની શક્યતા છે?કૃપા કરીને મને યોગ્ય માર્ગદર્શન આપો એક યુવક(નડિયાદ)
જવાબ.તે ઠીક છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ જો અનિયમિતતા અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમારે ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જ જોઇએ.
સવાલ.હું 20 વરસની છું મારા સ્તનો અવિકસિત હોવાથી મને ઘણી શરમ આવે છે મારી બહેનપણીઓ પણ આ કારણે મને ચીઢવે છે મારા સ્તનનો વિકાસ કેવી રીતે થઈ શકે શું બજારમાં મળતી દવાઓ આમા ઉપયોગી થઈ શકે છે?યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી અમદાવાદ
જવાબ.દવાઓ માત્ર દવા બનાવનારી કંપનીઓને જ લાભદાયક પૂરવાર થઈ શકે છે લેનારને નહીં અને બદલે તમે છાતીની નીચેના સ્નાયુઓને ચૂસ્ત કરવા માટેના થોડા વ્યાયામ કરો.
આ કારણે દોઢ ઈંચ જેટલો ફરક પડી શકશે પેડેડ બ્રાનો પણ ઉપયોગ કરી શકો છો આ માટે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટેશન સર્જરી છે પરંતુ તેની સલાહ હું આપતી નથી અને આમ પણ નાના સ્તનોમાં ઉત્તેજનાના તંતુઓ વધુ હોય છે એ વાત તો તમને ખબર જ હશે.
સવાલ.હું 18 વરસની છું એક છોકરા સાથે મને પ્રેમ છે કેટલાક દિવસ પૂર્વે એક છોકરોએ તેની સાથે મૈત્રી બાંધવાનો મારી સામે પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ મેં એને ના પાડી આ સાંભળતા જ તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યા હતા શું તેની આ હાલત માટે હું જવાબદાર છું?શું મારે તેની માફી માગવી જોઈએ?એક યુવતી,વડોદરા
જવાબ.મને લાગે છે કે મૈત્રી અને પ્રેમ વચ્ચેનો ફેર તમને ખબર નથી કોઈના પ્રેમમાં હોવા છતાં બીજા સાથે મૈત્રી સંબંધ શક્ય છે આ ઉંમરે તો મિત્રવર્તુળ બહોળું હોવું જોઈએ અને આમ પણ હમણા તમારી ઉંમર પ્રેમ કરવાની નથી.
પરંતુ ભણવાની છે અને એક વાત જાણી લો કે મૈત્રી સંબંધ દયા રાખીને બંધાતો નથી એ અંતરની એક લાગણી છે હમણા મૈત્રી સંબંધથી ખુશ રહો પ્રેમ સ્વીકાર અને લગ્ન જેવા ગંભીર વિષયો વિશે હજુ ઘણી વાર છે.