લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ગમે એવો ભયંકર માથાનો દુખાવો કેમ ના હોય 2 મિનીટ માં સારો કરી દેશે,આ છે રામબાણ ઈલાજ,જાણી લો ફટાફટ.

Posted by

દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમને 9થી 10 કલાકની જોબ કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવામાં તો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.મોટા ભાગના વ્યક્તિઓ ને માથાના દુખાવા નો પ્રોબ્લેમ હોય છે, માથાનો દુખાવો ખૂબ જ પીડાદાયક હોય છે. તણાવને લીધે અથવા અન્ય કોઇ કારણસર માથાનો દુખાવો થાય છે. જ્યારે માથું દુખે છે, તે સમયે તે સારો લાગતો નથી. માથાનો દુખાવા થી છુટકારો મેળવવા માટે આપણે દવાનો ઉપયોગ કરતા હોય છે.

મોટાભાગે માથાના દુખાવાની સમસ્યાનો ઘણા લોકો સામનો કરે છે. મોટાભાગે કામકાજનું પ્રેશર રહેવાથી માથાના દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. તણાવ, પૂરતી ઊંઘ ના લેવી, વધારે અવાજ, ફોન પર વધારે સુધી વાત કરવી, વધારે વિચારવું, થાક, માથામાં લોહીનો પ્રવાહ ઓછા હોવા જેવા ઘણા કારણોથી આપણે માથાના દુખાવા જેવી પરેશાનીનો સામનો કરે છે.

માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો  એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દુર થઈ શકે છે.

 

જો તમને દવાઓની આદત પડી જાય તો, તો તમે દવા લીધા વિના માથાના દુખાવાથી ક્યારે છુટકારો મેળવી શકશો નહીં અને જો તમને ટેવ પડી જાય તો તે છોડવું બહુ જ મુશ્કેલ બની જાય છે.આજે,અમે તમને ઘર બેઠા ઘરેલુ ઉપચાર વિશે માહિતી આપશુ જે તમને માથાના દુખાવામાં આરામદાયક આરામ આપશે અને તે પણ કોઈ પણ વધારે અને કઠિન મહેનત વગર.અને તેનાથી તમારા શરીરને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય અને માથું દુખતું પણ સારું થઈ જશે.

ઘરેલુ ઉપચાર બનાવવા માટે ની સાધનસામગ્રી :માથાના દુખાવાને તરત જ ખતમ કરવા માટે આપણને અજમા ની જરૂર પડશે જે દરેક રસોઈઘરમાં આસાનીથી મળી રહે છે અને સાથે સ્વચ્છ અને સાફ મુલાયમ કપડું જોઈશે.

ઘરેલુ ઉપચાર બનાવવાની રીત:ઘરેલુ નુસખા બનાવવો ખૂબ જ સરળ છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ.
સૌપ્રથમ એક ચમચી અજમા લઈ તેને તવા પર હલકા ફુલકા શેકી લેવા અને પછી એક મુલાયમ કાપડમાં કાઢી લેવા. ત્યારબાદ તેની એક પોટલી બાંધી લેવી. એ બાંધેલી પોટલી માં અજમા થોડા ગરમ હોવા જોઈએ. આ છે ઘરેલૂ ઉપચાર અને પછી જ્યારે પણ માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે આવી રીતે અજમાની પોટલી બનાવીને સૂંઘવી જોઈએ.

આ અજમાની પોટલી ત્યાં સુધી સુંઘવી જ્યાં સુધી આ પોટલી ઠંડી ના પડી જાય. આવું કરવાથી માથાનો દુખાવો 2 જ મિનીટમાં સારો થઈ જશે. માથાના દુખાવાથી પરેશાન લોકોએ આ નુસખાનો ઉપયોગ એકવાર જરૂરથી કરવો જોઈએ. જેનાથી માથાનો દુખાવો ક્યારેય થશે નહીં અને એકદમ દૂર થઈ જશે.

જણાવી દઇએ કે નિયમિત બે વખત 10-20 મીનિટ ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને આરામ મળે છે. માથામાં લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે તમને માથાના દુખાવાની પરેશાનીથી રાહત મળે છે. માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સારું એ રહેશે કે તમે શરીરને ડિહાઇડ્રેટ થતા બચાવો જેના માટે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવો જેનાથી માથાના દુખાવાથી બચી શકો છો.

મસલ્સ અને શરીરમાં ખેંચાણ રહેવાથી પણ માથાનો દુખાવો થાય છે એવામા સારું રહેશે કે તમે થોડા થોડા સમયે સ્ટ્રેચિંગ કરો આવું કરવું સારું રહેશે. આ ઉપાયોને કરવાથી તમે માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો.આ ઉપરાંત તરત રાહત મેળવવા માટે યોગ કારગાર ઉપાય છે. શરીરમાં ઑક્સીજનની કમીથી પણ માથાના દુખાવાની સમસ્યાથી આરામ મેળવી શકો છો. લસણ એ એક કુદરતી દર્દ નિવારક ઔષધી છે. લસણની થોડીક કળીઓ વાટીને તેના રસનું સેવન કરો. તેનાથી માથાના દુખાવામાં ઝડપથી આરામ મળશે.

માથા મગજની માંસપેશિયાઓમાં તણાવના કારણે પણ ત્યાં દુખાવો થવા લાગે છે. આ તણાવને ઓછું કરવા માટે ગરદન, માથા અને ખંભાની માલિશ કરો. દરરોજ યોગ, શારીરિક કસરત અને મેડિટેશન કરવાથી પણ માથામાં દુખાવાની સમસ્યા ઓછી થઇ જાય છે.જો તમને વારંવારમાં આવી સમસ્યા થતી હોય તો સવારમાં સફરજન ઉપર મીઠું લગાવીને ભૂખ્યા પેટે ખાઇ જાવ અને પછી ગરમ દૂધનું સેવન કરવું. કેટલાંક દિવસ દરરોજ આ ઉપાય કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળશે.

માથાના દુખાવામાં રાહત મેળવવા માટે એક સ્વચ્છ કપડામાં બફરના ટૂકડા નાંખો અને આઇસ-પેક બનાવી લો. 10 મિનિટ માટે તેને માથા ઉપર મૂકો અને હટાવી લો. આમ કરવાથી થોડાંક સમયમાં માથાનો દુખાવો મટી જશે.
થોડુંક કેસર અને બદામનું તેલ મેળવીને તેને સુંઘવાથી પણ માથાનો દુખાવો ઓછો થઇ જાય છે. ઝડપથી રાહત મેળવવા આ ઉપાય બેથી ત્રણ વખત કરો.

કેટલીક વખત ઉંઘ પૂરી ન થવાના કારણે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં લવિંગ, ઇલાયચી અને આદું વાળી ચા પીવી જોઇએ. તેનાથી માથાનો દુખાવો તરત જ મટી જશે. તણાવ ઓછું કરવા અને માઇન્ડ ફ્રેશ કરવા આદું વાળી ચા પીવી એક સરળ ઉપાય છે.પેટમાં ગેસ કે બળતરના કારણે પણ માથું દુખે તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને પી જવું. તેનાથી પેટ અને માથાનો દુખાવો બંનેમાં રાહત મળશે.શરદી અને ઉધરસને કારણે પણ માથામાં દુખાવો થાય તો ખાંડ અને ધાણાને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું. આ નુસ્ખાથી શરદી, ઉધરસ અને માથા દુખાવામાં આરામ મળશે.
જો ગરમીના કારણે માથું દુખે તો નારિયેળના તેલથી માથામાં માલિશ કરો. તેનાથી માથામાં ઠંડક મળશે અને દૂખાવો મટી જશે.

માથાનો દૂખાવો દુર કરવાના આયુર્વૈદિક ઉપાયો.માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેની બીજી બાજુની નાકમાં એક કે બે ટીંપા મધ નાંખવું. આ ઉપાયથી માથાનો દુખાવો મટી જશે. જો માઇગ્રેનના કારણે માથામાં દુખાવો થતો હોય તો મધના બદલે ગાયનું શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો.પાણીમાં દાલચીનીનો પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને માથા ઉપર લગાવો. આ આયુર્વૈદિક ઉપાયથી માથાનો દુખાવો તરત જ મટી જશે.જાયફળને ચોખાના પાણીમાં સારી રીતે વાંટીને પેસ્ટ બનાવો અને તેને માથા ઉપર લગાવો. તેનાથી માથાનો દુખાવો ઓછો થવા લાગશે.

માથાનો દુખાવો મટાડવા માટે ગાયના ગરમ દૂધનું સેવન પણ ફાયદાકરાક રહેશે.કાકડીને કાપીને માથા ઉપર ઘસવાથી અને સૂંધવાથી પણ દુખાવો ઓછો થાય છે.સરસવના તેલને વાટકીમાં લઇને તેને બેથી ત્રણ વાર સુંઘો.બાબા રામદેવના યોગસનથી માથાનો દુખાવો મટાડો દરરોજ 10 મિનિટ યોગાસન કરવાથી પણ તમે માથાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. માથાના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે બાબા રામદેવ દ્વારા કેટલાંક યોગાસન સૂચવવામાં આવ્યા છે.સૂર્ય નમસ્કારનાડી  શોધનપવન મૂક્તાસનભ્રામરી  પ્રાણાયામસ્વરગાસન.

માથાના દુખાવામાં શી સાવચેતી રાખવી.આ સમસ્યામાં હલકો ખોરાક લેવો. જેનાથી કબજીયાત જેવી બિમારી થશે નહી.
મરી-મસાલા વગરનું સાદું ભોજન ખાવું.ધૂમ્રપાન અને શરાબનું સેવન કરવું નહી.તણાવથી બચવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *