લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ગજબ: 400 વર્ષ જૂના આ મંદિરમાં ભગવાન કરે છે વાત,જાણી લો ક્યાં આવેલ છે આ ચમત્કારી મંદિર…

Posted by

આપણો ભારત દેશ અલગ અલગ ધર્મનો દેશ છે જેમાં ઘણા પ્રકારના ધર્મના લોકો રહે છે. દરેક ધર્મના લોકોને તેમના ધર્મ પ્રમાણે ભગવાન ની પૂજા અર્ચના કરે છે.જેમાં આપણા હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓના ઘણા મંદિરો ઠેર ઠેર આવેલા છે જેની માન્યતાઓ અલગ અલગ હોય છે. અને દરેક મંદિરનો એક અલગ ઇતિહાસ હોઈ છે કોઈ રસપ્રદ માહિતી હોઈ છે. તો આજે અમે તમને આવા જ એક મંદિર વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્ય પામશો તો ચાલો જાણીએ..આપણી સમજણથી બહારની વસ્તુઆપણે ભલે વૈજ્ઞાનિક યુગમાં જીવી રહ્યા હોઇએ પરંતુ આજે પણ કેટલાય એવાં રહસ્યો છે જેને વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યું. કેટલીય એવી ચમત્કારિક ઘટનાઓ હોય છે જે સામાન્ય માણસની સમજણથી બહાર હોય છે. તેવામાં કોઇ માટે આ માત્ર એક રહસ્યની વાત છે તો કેટલાક માટે ભગવાનની લીલા.

રહસ્યમય મંદિર

અહીં અમે તમને એક એવા ધાર્મિક સ્થળ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી જોડાયેલા રહસ્ય વિશ્વાસમાં ન આવે તેવાં છે, વિજ્ઞાન પણ આ રહસ્યોને સમજવામા પાછળ રહી ગયું. અહીં થનાર અદ્ભુત ઘટનાઓના કેટલાય સાક્ષી છે પરંતુ તેઓ જે સાંભળી શકે છે તેને સમજી શકવું અને પ્રમાણિત કરવું અશક્ય છે.ઇશ્વરના હોવા અને ન હોવા અંગેનો મુદ્દો શેરીના નાકેથી લઇને મોટા વૈજ્ઞાનિકો વચ્ચે અનેકવાર ચર્ચાનું કેન્દ્ર રહે છે. પંરતુ કેટલાક એવા ચમત્કાર છે જે આજે પણ વિજ્ઞાન સમજી શકતું નથી. ત્યારે વૈજ્ઞાનિકો કોઈ સુપરનેચરલ સત્તા હોવાનું સ્વીકારી લે છે. આવું જ એક ચમત્કારીક મંદિર બિહારના બક્સર જિલ્લામાં સ્થિત છે. જ્યારં મુર્તિઓ એકબીજા સાથે વાત કરતી હોવાનું હવે વૈજ્ઞાનિકો પણ માની ચૂક્યા છે.

રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર

બીહારમાં રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર આવેલું છે જ્યાંની મૂર્તિમાંથી બોલવાનો અવાજ આવે છે. એવું લાગે છે કે જાણે તેઓ અંદરો અંદર વાતો કરી રહ્યા હોય. અડધી રાતે અહીંથી નીકળતા લોકોને આ અવાજો સાંભળવા મળે છે. પહેલાં તો લોકોને વહેમ થયો હોવાનું માન્યું પણ જ્યારે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું તો તેમણે પણ આ ઘટનાઓ પર વિશ્વાસ કરવો પડ્યો.

પરિસરમાં ગુંજે છે શબ્દો

વૈજ્ઞાનિકો મુજબ મંદિરના પરિસરમાં કેટલાક શબ્દો ગુંજતા રહે છે. રિસર્ચ કર્યા બાદ વૈજ્ઞાનિકોની એક ટીમે કહ્યું કે આ અવાજ કોઇ વ્યક્તિનો નથી. એમનું માનવું છે કે અહીં કંઇક તો અજીબ બની રહ્યું છે જેને કારણે અવાજ સંભળાઇ રહ્યો છે.
મંદિરની બનાવટએમનું અનુમાન છે કે મંદિરની બનાવટને કારણે અહીં સૂક્ષ્મ શબ્દો ભ્રમણ કરતા રહે છે. લોકો દિવસમાં જે વાતો કરે છે તે રાત્રે અહીં ગુંજ્યા કરે છે, પરંતુ આ માત્ર તેમનું અનુમાન જ છે. લોકોનું માનવું છે કે તાંત્રિક શક્તીઓને કારણે અહીંની દેવીઓ જાગૃત છે.

40 વર્ષ જૂનું છે મંદિર

આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. તાંત્રિક ભવાની મિશ્રએ આ મંદિરના સ્થાપના કરી હતી અને આજ સુધી તેમના વંશજ આ મંદિરના પુજારી બનતા આવ્યા છે. તંત્ર સાધના માટે આ મંદિર પ્રખ્યાત છે અને એવી માન્યતા પણ છે કે અહીં સાધકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી.

મંદિરમાં પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની પ્રતિમા છે. આની સાથે જ બગલામુખી માતા, તારા માતાની સાથે દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાળ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત છે.10 મહાવિદ્યાઓની મૂર્તિવૈજ્ઞાનિકો મુજબ મંદિરની બનાવટ જ એવી છે જેનાથી નાના શબ્દો અહીં ફરે છે. તેથી દિવસમાં લોકો દ્વારા કરાયેલી વાતો, રાત્રે ગૂંજે છે. પરંતુ આ પણ તેમનો માત્ર અનુમાન છે. માન્યું કે આ વાતોનું સત્ય હોવાનું કોઈ પ્રમાણ નથી. લોકો કહે છે કે અહીંની દેવીઓ તાંત્રિક શક્તિઓને કારણે જાગૃત છે.

તાંત્રિકોને અતૂટ શ્રદ્ધા

દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ સિવાય તારા માતા, બગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, બટુક ભૈરવ, કાલ ભૈરવ અને માતંગી ભૈરવની મૂર્તિઓ પણ સ્થાપિત છે. આ મૂર્તિઓનાં નામ – કાલી, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, છિન્નમસ્તા, તારા, માતંગી, કમલા, ષોડશી, ભુવનેશ્વરી, ઉગ્ર તારા વગેરે. મહાવિદ્યાઓની મૂર્તિ સ્થાપિત હોવાને કારણે તાંત્રિકોને આ મંદિર પર અતૂટ વિશ્વાસ છે.સોળ કળાઓની દાતા છે મા ષોડશી, રંકને પણ બનાવે રાજા,ષોડશી મહાવિદ્યાની સૌથી વધુ મનોહર અને સિદ્ધ તેમજ રહસ્યમયી શક્તિ છે. તેમને રાજ રાજેશ્વરી એટલા માટે પણ કહેવાય છે કે તેમની પરમ કૃપા થઇ જાય તો સામાન્ય કે રંક વ્યક્તિ પણ રાજા બનવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તેમાં ષોડશ/સોળ કલાઓ સંપૂર્ણપણે વિકસીત છે. આથી તેમને માં ષોડશી પણ કહેવાય છે.

ત્રિપુર ભૈરવી છે મહાકાળીનું સ્વરૂપ- રોગથી મળી મુક્તિ અને શત્રુનો થાય નાશ,મા ત્રિપુર સુંદરી એટલે કે ત્રિપુર ભૈરવી મહાવિદ્યાને મહાકાળીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેમની સાધના કલ્પવૃક્ષ સમાન માનવામાં આવી છે. આ મહાવિદ્યાની સાધના કરવાથી રોગમાંથી મુક્તિ, શત્રુનો નાશ, તંત્ર બાધા, વાવ-વિવાદ, ધન હાનિ, કાર્ય સિદ્ધિ અને તાંત્રિક જ્ઞાન માટે કરવામાં આવે છે.ભોગ અને મોક્ષ બંને એક સાથે આપતી એક માત્ર સાધના,મા ત્રિપુર સુંદરીને ‘મા ષોડશી’ પણ કહેવાય છે. આ મહાવિદ્યાની સાધના સાધકને ભક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરે છે. આ દુનિયામાં એવી કોણ પણ સાધનથી જે સાધક કે ઉપાસકને ભોગ અને મોક્ષ બંને એક સાથે પ્રદાન કરતી.ત્રિપુર સુંદરની સાધનાનો મંત્રઃ|| “ॐ ऐं ह्रीं श्रीं त्रिपुर सुंदरीयै नमः” ||શેની માળાથી કરશો મંત્ર જાપઃ

મા ત્રિપુર સુંદરની સાધના વખતે રુદ્રાક્ષમાંથી બનેલી માળા વડે મંત્રજાપ કરવો જોઇએ. ઓછામાં ઓછી તેની 10 જાળાનો જાપ કરવો જોઇએ. ત્રિપુરમાં આવેલું છે મા ત્રિપુર સુંદરની પ્રસિદ્ધ મંદિર,મા ત્રિપુર સુંદરીનું પ્રસિદ્ધ મંદિર ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય ત્રિપુરમાં અગરતલાની નજીક આવેલું છે. આ દેશના 51 શક્તિપીઠો પૈકીનું એક સ્થાનક છે. અહી દેવી સતિનો જમણો પગ પડ્યો હતો. આ દેવીને સ્થાનિક લોકો ત્રિપુરેશ્વરી દેવી પણ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *