ઘણા લોકો પોતાની કારમાં અને બાઇક પર પોતાના કુળદેવી કે દેવતાઓનું નામ લખાવતા હોય છે અને ખરેખર એ દરેક લોકોની શ્રદ્ધા છે. એક વાત જાણવા મળી છે કે, મોગલ ધામના પરમ પૂજ્ય બાપુ શ્રી મણધરી બાપુએ એક વાત જણાવી છે.
તમે ઘણા લોકોને તેમની દુકાનનું નામ રાખે છે અને ઘણા લોકો તેમની ફરિયાનું નામ પણ મોગલ રાખે છે. આ વિશે વાત કરતા મણિધર બાપુએ જણાવ્યું કે મોગલનું નામ રાખવામાં કોઈ વાંધો નથી, પરંતુ કોઈ દિવસ મોગલનું નામ બદનામ ન કરવું જોઈએ.
મણિધર બાપુએ આગળ જણાવ્યું હતું કે ઘણા લોકોએ પોતાની ગાડી પર મોગલ લખેલું હોય છે, પરંતુ ઘણી વખત આવી ગાડીમાંથી દારૂની બોટલો નીકળે છે. તેથી જ તે કામ ન કરવું જોઈએ. તમારા આ વર્તને તમને ઘણી મુશ્કેલીમાં મુકી દીધા છે. જો તમે મોગલનું નામ આપો છો, તો બીજું કંઈ ખોટું ન થવું જોઈએ.
મણિધર બાપુએ જણાવ્યું હતું કે, જો કામ સારી રીતે કરવું હોય તો માતાનું નામ રાખવું જોઈએ, નહીં તો રાખવું જોઈએ નહીં. બાપુએ વધુમાં જણાવ્યું હતું કે કોઈના પર પણ જલ્દી વિશ્વાસ ન કરવો જોઈએ. જ્યારે કોઈ મારી કાર લઈ જાય છે, ત્યારે કોઈ પોલીસકર્મી કે અધિકારી તે કારને રોકતા નથી.
મારી કાર જોઈને પોલીસવાળા કહે છે કે આ બાપુની ગાડી છે, જવા દો. પરંતુ હું દરેકને કહું છું કે હું કારમાં હોઉં કે ન હોઉં, મારી કારની તપાસ થવી જોઈએ. બાપુએ કહ્યું કે ઘણા લોકો કાર પર મોગલનું નામ લખે છે અને કારમાં ખોટી વસ્તુઓ અંદર મૂકે છે.
કેટલાક લોકો ગળામાં મોગલની તસવીર પહેરે છે તો કેટલાક લોકો મોગલની છબી સાથે વીંટી પહેરે છે. મણિધર બાપુએ કહ્યું કે જો તમારે વીટી કે એવું કંઈક પહેરવું હોય તો તમારે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.
માતાની તસવીરવાળી વીંટી પહેરવામાં કશું ખોટું નથી, પરંતુ મોગલ વીંટી પહેરવી અને રાત્રે બે પોટલી સાથે રાખવી એ ખોટું છે.ટૂંકમાં એટલી વાત કે, જો તમેં નામ રાખો છો તો માનું નામ ખરાબ થાય એવું કાર્ય ન કરવું જોઈએ.