1/4 ગુંદર અને સાકર મિશ્રિત દૂધ પીવું જોઈએ
રાત્રે સૂતા પહેલા દૂધમાં ખાવાનો ગુંદર અને સાકર મિક્સ કરીને પીવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. ગુંદર અને સાકર મિશ્રિત દૂધ પીવાથી શરીરમાં નબળાઈ આવતી નથી. સાથે વ્યક્તિની યુવાની પણ જળવાઈ રહે છે.
દૂધમાં હળદર મિક્સ કરીને પીવો
રાત્રે સૂતા પહેલા દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શરીરમાં ક્યારેય બીમારીનો પ્રવેશ થતો નથી અને વ્યક્તિ હંમેશાં તંદુરસ્ત રહે છે. દૂધ સિવાય ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પી શકાય છે.
જાણો ગુંદરના સેવનના વિવિધ ફાયદા વિશે
નિયમિતરીતે દૂધમાં ગુંદર મિક્સ કરીને પીવાથી શરીરને ઝડપી ઉર્જા મળે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સવારે ગુંદરના એક-બે લાડુ ખાઈને દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જો ગરમીમાં ચક્કર આવવાની અથવા માઈગ્રેનની સમસ્યા થાય ત્યારે ગુંદરયુક્ત દૂધ પીવાથી શરીરને ફાયદો થાય છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.
ગર્ભવતી સ્ત્રીઓ માટે ગુંદર ફાયદાકારક
ગર્ભવતી સ્ત્રીઓ માટે ગુંદર ફાયદાકારક માનવામાં આવે છે. તે કરોડરજ્જુના હાડકાને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. ગુંદરમાં તમે પંજરી મિક્સ કરી ખાઈ શકો. આ ઉપરાંત નારિયેળનું છીણ, સૂકા ખજૂર, ખસખસના દાણા અને બદામને પણ ગુંદર સાથે ઘીમાં શેકી લાડુ બનાવી શકાય છે. તમે ઈચ્છો તો ગુંદરની ચિક્કી કે લાડુ બનાવી શકો છો.