લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

કઈ વસ્તુઓમાં ફોલિક એસિડ મળી આવે છે, ગર્ભાવસ્થામાં જરૂર કરવું જોઈએ તેનું સેવન

Posted by

ફોલિક એસિડ ને ઘણા લોકો વિટામિન બી 9 ના નામથી પણ ઓળખે છે. ફોલિક એસિડ શરીર માટે સારું હોય છે. અને એનાથી શરીરમાં ઘણા નવા કોષોનું નિર્માણ થાય છે. શરીરમાં ફોલિક એસિડની કમી હોય તો ડોક્ટર દ્વારા દવા આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓના શરીરમાં ફોલિક એસિડની ઉનફ હોવાથી જન્મ લેનાર બાળક પર ખરાબ અસર પડે છે.

આમ ફોલિક એસિડ લાલા રક્ત કોષો બનાવવાનું કાર્ય કરે છે. અને ગણી મહિલાઓના શરીરમાં લોહી ની ઉનફ જોવા મળે છે. માટે જ્યારે મહિલાઓ ગર્ભવતી હોય છે ત્યારે એમને ફોલિક એસિડ આપવામાં આવે છે ફોલિક એસિડ શરીરને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે અને શરીરમાં લોહીની કમી નથી થતી. ફોલિક એસિડની દવા લેવાથી ગર્ભધારણ કરનારી મહિલા ને ઘણા લાભો મળે છે. ફોલિક એસિડ ના ફાયદા કયા કયા છે એ નીચે પ્રમાણે છે.

ફોલિક એસિડ ના ફાયદા.

લોહી ની કમી દૂર કરે

શરીર માં લોહી ની ઉનફ હોવાથી શરીર સરળતાથી થાકી જાય છે અને શરીરમાં કમજોરી આવી જાય છે લોહી ની ઉનફ હોવાથી શરીર ને ગણા રોગો લાગી જાય છે મહિલાઓ ના શરીર માં લોહીની કમી વધારે જોવા મળે છે એટલા માટે ફોલિક એસિડ મહિલાઓને આપવામાં આવે છે જેથી એમના શરીરમાં લોહીની કમી ના થાય જે મહિલાઓ ગર્ભધારણ કરે છે એમના માટે ફોલિક એસિડ ખૂબ જરૂરી છે ફોલિક એસિડની દવા લેવાથી ગર્ભવતી મહિલાઓને એનિમિયા થવાની શક્યતા ઓછી થઈ જાય છે આ શરીરમાં રક્ત કોષો બનાવે છે અને એવું થવા પર શરીરમાં લોહી ની કમી નથી થતી.

શિશુ માટે લાભકારક.

ફોલિક એસિડ ની દવા લેવાથી ગર્ભ માં રહેલ બાળકનો વિકાસ સારી રીતે થાય છે. ફોલિક એસિડની મદદ થી સ્પાઈના બીફીડા જેવી બીમારીઓથી બાળક ને રક્ષણ મળે છે આમ ગર્ભમાં રહેલ બાળકને સ્પાઈના બીફીના બીમારી એટલે કે સ્પાઇનલ કોડનો વિકાસ ના થવાનો ખતરો વધારે રહે છે એટલા માટે ફોલિક એસિડની દવા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે કેમ કે બાળકોને આ બીમારી લાગુ ના પડે.

હૃદય ની બીમારી થી રક્ષણ.

ગર્ભવતી મહિલાઓ જો ફોલિક એસિડ નું સેવન કરે છે તો એનાથી ના ખાલી બાળક નો વિકાસ સારો થાય છે પણ એના માંથી ને સ્ટ્રોક, અલજાઈમર અને હૃદય ની બીમારી થવાનો ભય ઓછો થઈ જાય છે.

મિસકેરેજ નો ખતરો ઓછો થાય.

ફોલિક એસિડ ના ફાયદા ગર્ભવતી મહિલાઓ માટે ઘણા છે. અને ફોલિક એસિડની દવા ખાવાથી મિસકેરેજ નો ભય ઓછો થઈ જાય છે માટે આ જરૂર છે કે જ્યારે તમે ગર્ભધારણ કરો છો તો તમારે ફોલિક એસિડ નું સેવન કરવું જોઈએ.

ફોલિક એસિડ ની દવા કેટલા માત્રા માં લેવી જોઇએ.

ફોલિક એસિડ ની દવા ડોક્ટર દ્વારા કહેવા પર જ ખાવી જોઈએ ગર્ભવતી મહિલાઓ ની આ દવા કેવી રીતે અને કેટલી માત્રા માં લેવી જોઈએ એની જાણકારી આ પ્રકારે છે.

જો કોઈ મહિલા ગર્ભધારણ કરવાનું વિચારી રહે છે તો એને ફોલિક એસિડ ની દવા 400 માઈક્રો ગ્રામ લેવી જોઇએ અને જો તમે ગર્ભ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે ફોલિક એસિડ ખાવા નું ચાલું કરી દો. ફોલિક એસિડ વાળો ખોરાક ખાવાથી લોહી ની કમી નથી થતી.

આ વસ્તુઓ ખાવાથી નથી થતી લોહી ની કમી.

કઈ વસ્તુઓ માં ફોલિક એસિડ મળી આવે છે એની જાણકારી આ પ્રમાણે છે.

લીલાશાકભાજી, સોયાબીન, લોબીયા, રાજમા, સૂકું મટન, કાબુલી ચણા, દાલ, ઘઉંની રોટલી, ચોકર, લોટની બ્રેડ, દલિયા, સ્ટોબૈરી, વિલાયતી ખરજુબા, કિવી, કેળાં, અનાનસ, નારંગી, પપૈયું, સંતરા, રસબેરી, સંતરા નો રસ, ફળ, રોટી, દાળ, ચાવલ જેવી વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી નથી થતી અને શરીર એકદમ સાફ રહે છે. માટે તમે આ વસ્તુઓનું સેવન કરો અને એમાંથી રોજ એક વસ્તુનું સેવન જરૂર કરો.

ફોલિક એસિડ ના ફાયદા જાણ્યા પછી તમે શરીરમાં લોહીની કમી ના થવા દો અને શરીરમાં લોહીની ઉનફ હોવાથી ચક્કર અને કમજોરી થવાની સંભાવના રહે છે. માટે તમને જયારે પણ ચક્કર કે શરીરમાં કમજોરી આવે તો ડોક્ટર ને સલાહ જરૂર લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *