લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

વારંવાર બીપીમાં થતી વધઘટનો 100% સચોટ ઈલાજ, માત્ર 5 મિનિટના આ કામથી જીવનભર છુટકારો

Posted by

દરેક વ્યક્તિનું બ્લડપ્રેશર હંમેશાં એક સરખું હોતું નથી અમુક સમયે સામાન્ય અને કોઈવાર વધારે કે ઓછું હોય છે. સામાન્ય બ્લડપ્રેશર 120/80 મી.મી. હોય છે. ઉંમર વધવાની સાથે સાથે સામાન્ય બ્લડપ્રેશરનું સ્તર પણ વધે છે. એટલા માટે મોટી ઉંમરના વ્યક્તિએ મહિનામાં એકવાર બ્લડપ્રેશર અવશ્ય માપવું જોઈએ. જો એ 140/90 મી.લી. કે તેથી વધુ સતત રહેતું હોય તો તે હાઈ બ્લડપ્રેશર ગણાય.

બ્લડપ્રેશર એ એક છુપો દુશ્મન છે. અને અચાનક મૃત્યુ પણ લાવી દે એવું બની શકે. મોટે ભાગે કોઈ અન્ય ફરીયાદ માટે ડૉક્ટરને મળવા ગયા હોઈએ ત્યારે ખબર પડે કે આ તો બ્લડપ્રેશર છે. પણ ઘણા બધા લોકોને હાઈબ્લડપ્રેશરમાં માથાનો દુખાવો થાય છે. આ દુખાવો ખાસ કરીને સવારે માથાના પાછળના ભાગમાં બોચીમાં થાય છે. આ ઉપરાંત નાકમાંથી લોહી નીકળવું, દૃષ્ટીમાં ધુંધળાપણું, ચક્કર આવવાં વગેરે જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ લક્ષણો બ્લડપ્રેહાર કેટલા પ્રમાણમાં છે તેના પર પણ આધાર રાખે છે, અને દરેકને આ બધાં ચીહ્નો જોવા મળે એવું નથી હોતું.

ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી વગેરે ખાવું ના જોઈએ. દરરોજ સવારે અનુકુળતા મુજબ ફરવા જવું અને કસરત કરવાથી વગર દવાએ બ્લડપ્રેશર કંટ્રોલમાં આવી જાય છે.

લસણ પીસી દુધમાં પીવાથી બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. લસણ બ્લડપ્રેશરની રામબાણ ઔષધી છે. લસણ, ફુદીનો, ધાણા, જીરુ, મરી અને સીંધવની ચટણી બનાવી ખાવાથી બ્લડપ્રેશર ઓછું થાય છે. બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ સવાર-સાંજ પીવાથી લોહીનું દબાણ ઓછું થાય છે.

સર્પગંધાનું બેથી ત્રણ ગ્રામ ચુર્ણ દીવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી લોહીનું દબાણ ઘટે છે. લોહીનું દબાણ ખુબ વધી જાય તો તેને તાત્કાલીક નીચું લાવવા માટે પથારીમાં નીશ્ચીંત થઈ સુઈ જવું, વીચાર, ડર, ચીંતા છોડી દેવાં, મન શાંત રાખવું અને બરફનો ટુકડો દુંટી પર મુકી રાખવાથી બ્લડપ્રેશર સામાન્ય થશે.

પાણી કે દુધમાં શીલાજીત ઓગાળી પીવાથી બ્લડપ્રેશર જીવનભર નજીક આવતું નથી અને થયું હોય તો સારું થઈ જાય છે. સર્પગંધા 50 ગ્રામ, પુનર્નવા 25 ગ્રામ, અર્જુન 25 ગ્રામ, ગળો 25 ગ્રામ, આમળાં 25 ગ્રામ, જેઠીમધ 25 ગ્રામ અને શંખપુષ્પી 25 ગ્રામ આ દરેકના ચુર્ણને બરાબર મીશ્ર કરી એકથી બે ગ્રામ જેટલું દીવસમાં બે કે ત્રણ વખત લેવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે.

દરરોજ બદામ ખાવાથી લોહીની નસ સ્વસ્થ રહે છે અને તેના કારણે હૃદયની બીમારીનું જોખમ ઘટે છે. બદામમાં લોહીના ઝેરી તત્ત્વોને નાશ કરતા પદાર્થનું ઉત્પાદન થાય છે. જેના કારણે બદામ બ્લડપ્રેશર ઘટાડવા માટે અને લોહીનો પ્રવાહ સુધારવા માટે ઉપયોગી છે.

બ્લડપ્રેશર એવી બીમારી છે, જેને દવાથી મુળમાંથી મટાડવી મુશ્કેલ છે. જે રોગ ઔષધીથી નથી મટતો તેનો ઉપાય છે યોગ. હાઈ બ્લડપ્રેશરને મુળથી મટાડવા માટે દરરોજ દસ મીનીટ માટે યોગ અને ધ્યાન કરો.

ધ્યાન કરતી વખતે શરીરને નરમ છોડી દયો ધ્યાન રહે કે કમર નમવી ન જોઈએ. આ માટે પદ્માસનમાં બેસવાની ટેવ પાડવી. આંખો બંધ કરી પુરું ધ્યાન મુલાધાર ક્ષેત્રમાં લઈ અને એ એક જ જગ્યાએ કેન્દ્રીત કરો, ગુદા દ્વારને ઢીલું છોડી દેવું. સાથે લીંગના મુળને પણ ઢીલું છોડી દેવું. આમ કરવાથી શ્વાસની ગતી અચાનક ઉંડી અને ઝડપી થઈ જશે. ત્યારબાદ શ્વાસ પર ધ્યાન આપો. એ માટે પુરું ધ્યાન નાસીકા પર લઈ આવો. હવે આવતાજતા શ્વાસને ધ્યાનથી અનુભવો. ઓછામાં ઓછા ૩૦ શ્વાસ સુધી આ અવસ્થામાં રહો. આ પછી તમારું બ્લડપ્રેશર માપો તરત જ ફરક જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *