મોટાભાગે માણસો ને ગરમા ગરમ ખોરાક લેવો વધુ ગમતો હોય છે. ખોરાક ગરમ હોવાથી તેની મીઠાશ પણ વધે છે અને તે આરોગ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. પરંતુ અત્યાર ના આ આધુનિક યુગ મા માણસ પાસે સમય ના અભાવે અને પોતાના ઘર થી દુર રહી કામ કરતા લોકો માટે આ સંભવ નથી. એટલે તે લોકો કોઈ પણ એક સમયે ભોજન બનાવી તેને ફ્રીઝ મા રાખી મુકે છે અને જયારે પણ ખાવું હોય તો ગરમ કરી ને ખાય લે છે.
આ રીતે કરતા તમે ઘણા લોકો ને જોયા હશે પરંતુ આ રીતે વાસી ખોરાક ને ગરમ કરી ખાવાથી તે આપણા આરોગ્ય ઉપર ઘણી ખરાબ અસર કરે છે. તો ચાલો જાણીએ તે કઈ-કઈ વસ્તુઓ છે જેને ફરી ગરમ કરીને ન ખાવું જોઈએ અને જો તેને ગરમ કરી ખાવ છો તો તે ઝેર ખાવા બરોબર માનવામાં આવે છે.
બટેટા આરોગ્ય માટે અતિ લાભદાયી છે પરંતુ તેને પકાવીને ખુબ વધુ સમય સુધી ન રાખવા જોઈએ. પકાવેલા બટેટા ને વધુ સમય રાખવાથી તેમાં રહેલ પોષકતત્વો નો નાશ થાય છે. તેને પાછુ ગરમ કરવાથી તે પાચનક્રિયા ઉપર નકારાત્મક અસર કરે છે.
બીટ.
ઘણા લોકો ને બીટ પકવીને ખાવાનો શોખ હોય છે તેમજ ખાધા બાદ જો તે વધે છે તો તેને પાછું ગરમ કરીને ખાય છે જે યોગ્ય નથી. આવું કરવાથી તેમાં મળે આવતા નાઈટ્રેટ ખત્મ થઇ જાય છે. જો એક વાર બીટ ખાધા બાદ વધે છે તો તેને ફ્રીજ મા રાખી દો અને બીજી વખત ખાવા ના થોડા કલાક પહેલા ફ્રીજ માંથી બહાર કાઢી તેના ગરમ કર્યા વગર જ ખાવા જોઈએ.
પાલક.
પાલક ને ક્યારેય પણ પાછુ ગરમ કરીને ના ખાવું જોઈએ તે આરોગ્ય માટે ઘણું નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેના થી કેન્સર જેવી ભયાનક બીમારી થવા ની શક્યતાઓ વધી જાય છે. તેમાં પર્યાપ્ત માત્રા મા મળી આવતા નાઈટ્રેટ પાછા ગરમ કરતા બીજા ઝેરી તત્વો મા ફેરવાઈ જાય છે કે જેનાથી કેન્સર થવાની શક્યતાઓ વધે છે.
મશરૂમ.
મશરૂમ મા વધુ માત્રા મા પ્રોટીન જોવા મળે છે. તેથી તાજા મશરૂમ ખાવાની ટેવ હંમેશા ફાયદાકારક રહે છે. મશરૂમ ને પાછું ગરમ કરી ને ખાવાથી તેમાં રહેલ પ્રોટીન ના તત્વો મા ફેરબદલ થવાના કારણે તે આરોગ્ય માટે ઝેર સમાન બની જાય છે.
ચીકન.
ચીકન મા પૂરતા પ્રમાણ મા પ્રોટીન અને ચરબી બન્ને વધુ મળી આવે છે પરંતુ ચીકન ને ક્યારેય પણ પાછું ગરમ કરીને ન ખાવું જોઈએ. આવું કરવાથી તેમાં રહેલ પ્રોટીન નો નાશ થાય છે અને તે આપણા પાચન મા અવરોધ ઉભા કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થાય છે.