વ્યક્તિના જીવનનું આ કડવું સત્ય છે કે પૃથ્વી પર જન્મલ દરેક વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાં ફસાયેલી છે. તો જાણો ગરુડપુરાણ મૃત્યુના કયા સંકેતો આપે છે?
આવો જાણી લો આ સંકેતો જેનાથી અગાઉથી મૃત્યુની જાણ થઈ શકે છે.
ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મોત નજીક આવે ત્યારે તેનો પડછાયો તેનો સાથ છોડી દે છે. તેલ કે પાણીમાં પડછાયો દેખાતો બંધ થઈ જાય તો સમજી લો કે અંતિમ સમય નીકટ છે.
મોત નજીક આવે ત્યારે તેમને લાગે છે કે તેમના પિતૃ આસપાસ છે.
મોત નજીક આવે ત્યારે તેમને દરેક સમયે પોતાના શરીરમાંથી એક અલગ સુગંધ આવે છે.
જ્યારે મોત નજીક આવે ત્યારે અરીસો જોવા પર પોતાના ચહેરાની જગ્યાએ કોઈ બીજાનો ચહેરો દેખાય છે.
મોત નજીક આવે ત્યારે તે ચંદ્રમાને જોવે છે તો તેમાં વિઘટન જોવા મળે છે. આમ થાય ત્યારે સમજો અંતિમ સમય નજીક છે.
તેમનું શરીર પીળું અને હળવું લાલ દેખાવા લાગે તો સમજી લો મોત નજીક જ છે.
તે સમયે સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ દેખાતો બંધ થઈ જાય છે.
તેમની બોલી તોતડાવા લાગે છે. નાક અને મોંઢુ કઠોર થઈ જાય છે.
તેમની આંખો એટલી નબળી પડી જાય છે કે એકદમ નજીક બેઠેલા લોકો પણ નજર નથી આવતા.
જે વ્યક્તિએ જીવનમાં સત્કર્મ કર્યા હોય અને તેમની મોત નજીક આવે ત્યારે તેમને એક દિવ્ય પ્રકાશની અનુભૂતિ થાય છે. તેવા વ્યક્તિ મૃત્યુથી નથી ગભરાતા.મૃત્યુ પહેલા દરેક વ્યક્તિને દેખાવા લાગે છે આ 10 સંક