માં મોગલ નો તો મહિમા અપરંપાર છે તેમજ મા મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે અને ભક્તો પણ મા મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.
અને એવું કહેવાય છે કે જો સાચા દિલથી માં મોગલ ની માનતા રાખવામાં આવે તો માં મોગલ હંમેશા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે.
એવું સાંભળવા મળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે અને આજે પણ એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ ચમત્કારિક કિસ્સા ઉપરથી આપણે કહી શકીએ કે મા મોગલ ની ઉપર વિશ્વાસ રાખે તેટલો ઓછો પડે અને મા મોગલ રાજી રાજી થઈ જાય છે.
આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે કબરાઉધામ માં માં મોગલના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે એવામાં એક મહિલા છેક અમેરિકાથી પોતાની માનતા માનવા માટે આવી પહોંચી છે.
આ મહિલા દ્વારા મણિધર બાપુને હાથમાં ૫૦ હજાર રૂપિયા આપવામાં આવ્યું અને જણાવ્યું કે આ મારી માનતા સ્વીકારો મહિલાએ જણાવ્યું કે તેને માનતા માની હતી કે મારા પતિની હ્રદયની તકલીફ દૂર જાય.
તેની સારવારમાં અમારે ઘણો ખોરો ખર્ચો થઇ ગયો અંતે ડોકટરે અમને ઓપરેશન કરાવવાનું જણાવ્યું હતું તેના લીધે અમે બધા લોકો ચિંતામાં આવી ગયા અને મેં માનતા હતી કે હે માં મોગલ જો મારા પતિનું ઓપરેશન સારી રીતે થઈ જશે.
અને તે સાજા થઇ જાય તો હું અમેરિકાથી કબરાઉ આવીને તમારા ચરણોમાં ૫૦ હજાર રૂપિયા ચઢાવીને તમારું ઋણ ચૂકવીશ જ્યારે માં મોગલની માનતા રાખવાથી જ મારા પતિનું ઓપરેશન સારી રીતે થઇ ગયું.
અને માટે હું અહીં મારી માનતા પૂર્ણ કરવા માટે આવી છું પરંતુ મણિધર બાપુએ જણાવ્યું કે માં મોગલે તારી માનતા સ્વીકારી અને આ રૂપિયા હું તને મારી દીકરી તરીકે પરત આપું છું મણિધર બાપુએ એવું કહ્યું હતું કે માં મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખ્યો તે વિશ્વાસ તમને ફળ્યો છે.
એવામાં એ યુવક માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખ્યો હતો અને તેની માનતા ને પૂરી કરી હતી મણીધર બાપુએ વિશેષમાં જણાવ્યું હતું કે મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.
માત્ર એટલું જ નહીં મણીધર બાપુએ વિશેષમાં કહ્યું હતું કે આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી પણ તું માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે જેનાથી તારી મનોકામનાઓ પૂર્ણ થઈ છે.
અને એટલું જ કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય ધન્ય થઈ જાય છે અને જ્યારે પણ ભક્તો માં મોગલના દર્શન કરે છે ત્યારે તેઓ હસતા મોઢે પોતાના ઘરે પરત ફરે છે