લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

એક દીવાની દિવેટે માં મોગલે આ દંપતીની દરેક તકલીફો કરી દીધી દૂર, જાણી આ સત્ય ઘટના વિશે…

Posted by

દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે, દર્શન દ્વારા ભક્તો પોતાના જીવનમાં આવતા દરેક દુ:ખને દૂર કરે છે, કહેવાય છે કે શ્રદ્ધા અને આસ્થા હોય તો કંઈ પણ અશક્ય બની જાય છે. જ્યારે માથા પર ભગવાનનો હાથ હોય તો જીવન ધન્ય છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, કચ્છમાં આબેલ કાબરાવુંમાં આવેલ મોગલ ધામ લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.

અનેક ભાવિ ભક્તો પોતાની મનોકામનાઓ અને બાધાઓ લઈને માંનાં ચરણોમાં આવે છે, અને પોતાની મનોકામના અને માનતા પૂર્ણ કરે છે. માં મોગલ પોતાના તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને તેઓને દુઃખોમાંથી મુક્તિ આપે છે. માં મોગલ હંમેશા તેઓના ભક્તોને સાંભળે છે જેથી તેમના ભક્તોની વિશ્વાસમાં તેમના પ્રત્યે ખૂબ જ વધતો જાય છે.

માં મોગલનું નામ આવે એટલે સૌ કોઈ બોલી ઊઠે છે જય માં મોગલ, ત્યારે માં મોગલ ના પરચા અપરંપાર છે. હાલમાંજ આવો જ એક શ્રદ્ધા અને ભક્તિ નો કિસ્સો આવ્યો સામે જેમા માં મોગલ પર વિશ્વાસ અને માતાજી ના નામના માત્ર એક દિવા ની તાકાત શું છે તેનો તમને ખ્યાલ આવી જશે તો ચાલો જાણી એ ઘટના વિશે.

આ કિસ્સો એક દંપતિનો છે કે જ્યાં એક મહિલા ના પતિનું સોના નું કડુ ખોવાઈ ગયું હતું જે બાદ પરિવાર દ્વારા અનેક જગ્યાએ શોધ્યું છતા કડુ ના મળતા પરિવાર ના લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે મહિલાએ માં મોગલને દિવો કરી કડુ મળી જાય તેવી માનતા રાખી અને માત્ર થોડાક કલાક માં જ કડુ મળી ગયું.

માનતા પૂરી થતાં મહિલા મોગલ માં ના મંદિરે 2100 રૂપિયા માં ના ચરણો માં અર્પણ કરવા મણીધર બાપુને આપ્યા ત્યારે બાપુએ પૈસા લઇ તેમાં એક રૂપિયો ઉમેરી દંપતિ ને પરત કર્યા અને કહ્યું કે આ બધું માતાજી નું જ આપેલ છે તમારું કડુ મળ્યું એ કોઈ ચમત્કાર નથી પરંતુ તમારી શ્રદ્ધા છે માં મોગલ પર હંમેશા શ્રદ્ધા રાખજો અંધશ્રધ્ધા નહીં.

જો આવાજ એક ચમત્કાર વિશે વાત કરીએ તો કબરાઉ મોગલ મા નુ મંદિર એક યુવક આવ્યો અને પોતાની પોતાની માનતા પૂરી કરવા આવે છે અને ત્યાં 1100 રૂપિયા રાખે છે ત્યારે મણીધર બાપુને તેને પૂછ્યું કે શેની માનતા હતી.

યુવકે જણાવ્યું કે ઘણા બધા સમયથી મને છાતીનો દુખાવો થતો હતો અને ઘણી બધી દવા લેવા છતાં પણ કોઈ પણ જાતનો ફરક પડતો ન હતો અને ત્યારબાદ મેં માતાની માનતા લીધી કે જો મને છાતીમાં દુખાવો દૂર થઇ જશે તો હું 1100 રૂપિયા માતાના ચરણોમાં ધરીશ.

માનતા રાખતાની સાથે તેને ધીરે ધીરે છાતીમાં દુખાવાની સમસ્યા ઓછી થતી જાય અને મને સારું થવા લાગ્યું. જ્યારે તેણે અગિયારસો રૂપિયા મણીધર બાપુ ને આપ્યા ત્યારે મણીધર બાપુએ એક રૂપિયા ઉમેરીને તેને પાછા આપ્યા અને કહ્યું કે આ તારી દીકરીને આપી દેજે મોગલ માં ખુબ ખુશ થશે. તેને તમારા રૂપિયા ની કોઈ જરૂર નથી મોગલ માં તો દરેકને આપનારા છે અને તારી માનતા પૂરી થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *