ધાણાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. બજારમાં બે પ્રકારના ધાણા મળે છે, એક સુકા ધાણા અને એક લીલા ધાણા આ બંને પ્રકારના ધાણા ખાવામાં આવે છે. ધાણાની સુગંધ ખૂબ જ પ્રબળ હોય છે અને તેને ખોરાકમાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ ખુબજ વધી જાય છે.
આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે. સુકા ધાણા ખાવાથી કયા કયા ફાયદા સંકળાયેલા છે તેની જાણકારી આ મુજબ છે.
સૂકા ધાણા ખાવાથી સંકળાયેલા છે આ ફાયદા.
મોં ની દુર્ગંધ થાય દૂર.
મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન લોકો ધાણા નું સેવન કરો. ધાણા ખાવાથી મોં ની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે. તમે બસ થોડા ઘણા મોં માં નાખી દો અને તેને સારી રીતે ચાવી ને ખાઈ લો. આવું કરવાથી તમારા મોં ની દુર્ગંધ એક દમ દૂર થઈ જશે. તમે દિવસમાં બે વાર ધાણા ખાવ.આ સિવાય તમે ઇચ્છો તો ધાણાના પાણીથી કોગળા પણ કરી શકો છો.
તમે એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેની અંદર ધાણા ના દાણા નાખી દો. ત્યારબાદ આ પાણીને થોડું ઠંડુ થવા દો. પાણી ઠંડુ થયા પછી તેને ગાળી લો અને કોગળા કરો.
પીત્તી અને ગરમીથી મળે રાહત.
શરીરમાં પીત્તી અને ગરમી થવાથી તમે ધાણા નો લેપ તમારા શરીર પર લગાવી દો. ધાણા નો લેપ તૈયાર કરવા માટે તમે થોડાં ધાણા ના પાન સારી રીતે કચડી નાખો અને તેનો રસ નીકાળી લો. પછી તમે આ રસની અંદર મધ અને ઘટ્ટ પાવડર નાખો.ધાણા નો લેપ બનાવીને તૈયાર થઈ જશે અને પછી અને પછી તમે આ લેપ ને ગરમી પર લગાવી દો.
આ લેપ લગાવાથી તામારી ગરમી એકદમ સરખી થઈ જશે અને તમને ખંજવાળથી પણ રાહત મળી જશે.
આંખો માટે ફાયદાકારક.
આંખોમાં બળતરા કે આંખોમાંથી પાણી આવવાની ફરિયાદથી પીડાતા લોકો ધાણાનું પાણી પોતાની આખો માં નાખી દો. ધાણાનું પાણી આખોમાં નાખવાથી આખો થી સંકળાયેલી આ સમસ્યાઓ થી તમને રાહત મળી જશે.
ધાણાનું પાણી તૈયાર કરવા માટે તમે ધાણા કચડી નાખો. પછી તેને પાણીમાં ઉકાળી નાખો. જ્યારે આ પાણી સારી રીતે ઉકળી જાય તો આ પાણીને ઠંડુ કરી ગાળી લો. આ પાણી ને આખોમાં નાખવાથી આંખોમાં બળતરા, દુઃખવો અને પાણી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.
નસકોરી થી મળે રાહત.
ઉનાળામાં ઘણીવાર કેટલાક લોકોને નાકમાં થી લોહી આવી જાય છે અને નાકથી લોહી આવવાની સમસ્યા ને નકશિર કહેવામાં આવે છે. જો તમને પણ ઉનાળામાં નાક માંથી લોહી આવે છે તો તમે લીલા ધાણા નો રસ નીકાળીને તેના અંદર કપૂર મીક્સ કરી દો. પછી મિશ્રણના 2 ટીપાં નાકમાં નાખો. આમ કરવાથી નાકમાંથી લોહી નથી નીકળતું.