મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 12માં ધોરણના એક વિદ્યાર્થિનીએ અભ્યાસની પ્રતિબદ્ધતાનું એક નવું ઉદાહરણ આપ્યું છે. વરરાજો લગ્ન સમારંભમાં કન્યાની રાહ જોતો હતો પરંતુ દુલ્હન કલાકો બાદ પહોંચી હતી.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 12માં ધોરણના એક વિદ્યાર્થિનીએ અભ્યાસની પ્રતિબદ્ધતાનું એક નવું ઉદાહરણ આપ્યું છે. વરરાજો લગ્ન સમારંભમાં કન્યાની રાહ જોતો હતો પરંતુ દુલ્હન કલાકો બાદ પહોંચી હતી. 20 વર્ષીય રેણુકા પવારેના શનિવારના એક સમુહ લગ્નમાં શંકર સાથે લગ્ન થવાના હતા.
દુલ્હો લગ્ન મંડપમાં કલાકો સુધી દુલ્હનની રાહ જોતો હતો પરંતુ કલાકો બાદ દુલ્હન આવતા તમામે તેનું સ્વાગત કર્યુ, કારણકે દુલ્હન અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા આપવા માટે ગઇ હતી. તે જ દિવસે તેની બારમા ધોરણની પરીક્ષા હતી. રેણુકાએ કહ્યું હતું કે તેણે પહેલેથી કહ્યું છે કે લગ્નની તારીખ એ રીતે નક્કી કરવી જોઈએ કે જેમા તેની પરીક્ષા ન હોય. તેમના પિતાના મૃત્યુ બાદ મુશ્કેલીમાંથી પસાર થનારી ગરીબ પરિવારની રેણુકાએ કહ્યું કે તેના માટે પરીક્ષા મહત્વપૂર્ણ છે અને તેને ખૂબ જ મહેનત કરી કે તેની પરીક્ષા ન છુટી જાય.
શનિવારે લગભગ બપોરે સવા બે વાગ્યે લગ્ન સ્થળ પર પહોંચ્યા બાદ ત્યા એકત્રિત થયેલા લોકોએ તેનું સ્વાગત કર્યુ અને તાળીઓ વગાડી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી. થોડા સમય પછી તેણી અને શંકરના લગ્ન થયા.
આ પણ વાચો – OMG: આ મહિલાએ માત્ર 9 મિનિટમાં આપ્યો 6 બાળકોને જન્મ
હ્યુસ્ટન: ટેક્સાસના હ્યુસ્ટનમાં એક મહિલાએ છ બાળકોને જન્મ આપ્યો. વિશ્વભરમાં, 4.7 અબજ કેસમાં ફક્ત એક જ મામલો સામે આવ્યો છે જ્યારે એક મહિલા છ બાળકોને જન્મ આપે છે. મહિલાએ અમેરિકાની ‘ટેક્સાસની ધ વિમેન્સ હોસ્પિટલ ઓફ ટેક્સાસ’ માં છ બાળકોને જન્મ આપ્યો હતો.
હોસ્પિટલે જણાવ્યું છે કે થેલેમા ચૈકાએ 15 માર્ચે સવારે 4 વાગ્યે 50 મિનિટના સવારે 59 મિનિટ પર ચાર પુત્ર અને બે પુત્રીઓને જન્મ આપ્યો. થેલેમાં હાલ સ્વસ્થ છે.
હોસ્પિટલ અનુસાર બાળકોનું વજન 800 ગ્રામ અને 850 ગ્રામની વચ્ચે છે. તેમની હાલત સ્થિર છે તેમને નવજાત ગહન સંભાળ એકમમાં રાખવામાં આવ્યાં છે.