દરેકનું સપનું હોય કે તેઓ સ્વસ્થ રહીને જીવન જીવે. અત્યારની લાઇફ સ્ટાઇલનાં કારણે ઘણાં લોકો મેદસ્વી બનતા જાય છે. મેદસ્વી થવાને કારણે લોકો ખાવાનું જ સ્કીપ કરે છે પરંતુ એવું કરવું શરીર માટે ખતરનાક છે. જો તમને એવું લાગે કે તમે મેદસ્વી થતા જાવ છો તો તમે આ 7 દિવસનો પ્લાન અજમાવીને 3થી 4 કિલો જેટલું વજન ઓછું કરી શકો છો.
પહેલો દિવસ- ડાઈટ પ્લાનના પહેલા દિવસે કંઈક હેલ્ધી અને હળવો ખોરાક લેવો જોઈએ. જેમાં માત્ર ફ્રુટ્સ હોવા જોઈએ. જેમાં તમારે દિવસ દરમિયાન માત્ર ફ્રુટ જ ખાવાના છે. ફળમાં માત્ર કેળા ન ખાવ. બાકી તમામ ફળ ખાઈ શકો છે. સાથે જ ખુબ જ પાણી પીવું
બીજો દિવસ- તો બીજા દિવસે માત્ર તમારે શાકભાજી જ ખાવાના છે. શાકભાજી તમે કાચા પણ ખાઈ શકો છો અને બાફેલા પણ ખાઈ શકો છો.
ત્રીજો દિવસ- ત્રીજા દિવસે ફળ અને શાકભાજી બંને ખાવા. ફળની સાથે શાકભાજી પણ તમે લઈ શકો છો. તમે સવારની શરૂઆત ફળથી કરો. જે બાદ લંચમાં શાકભાજી,સલાડ અને ડિનરમાં ફળ અથવા શાકભાજી ખાઈ શકો છો. જેમાં તમારે બટાટા અને કેળા ન ખાવા
ત્રીજો દિવસ- ત્રીજા દિવસે ફળ અને શાકભાજી બંને ખાવા. ફળની સાથે શાકભાજી પણ તમે લઈ શકો છો. તમે સવારની શરૂઆત ફળથી કરો. જે બાદ લંચમાં શાકભાજી,સલાડ અને ડિનરમાં ફળ અથવા શાકભાજી ખાઈ શકો છો. જેમાં તમારે બટાટા અને કેળા ન ખાવા
ચોથો દિવસ- ચોથા દિવસે માત્ર કેળા અને દુધ જ ખાવું, તમે મિલ્ક શેક પી શકો છો. દુધ સ્કિમ હોવું જોઈએ નહી તો ચરબી વખશે.
પાંચમો દિવસ- આ દિવસે માત્ર 1 કપ બાફેલા ભાત ખાવા. આ સિવાય દિવસભર ઓછામાં ઓછા 7 ટામેટાનું સેવન કરો. ડિનરમાં ટામેટા ખાવ. અને 15 ગ્લાસ પાણી પીવું
છઠ્ઠો દિવસ- આ દિવસે માત્ર શાકભાજીનું સેવન કરવું. સાથે જ લંચમાં ભાત ખાઈ શકો છો. આ સિવાય રાત્રે શાકભાજી ખાઈ શકો છો. ધ્યાન રાખવું કે 8 કે 10 ગ્લાસ પાણી પીવું જ.
સાતમો દિવસ- સાતમા દિવસે એક કપ ભાતનું સેવન કરવું આ સાથે જ તમે મનપસંદ ફળ અને શાકભાજી ખાઈ શકો છો. દિવસ દરમિયાન ફ્રુટ જ્યુસ પીતા રહો