લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

રક્ત દાન કરવાના આટલા ફાયદા તમે નહી જાણતા હોય

Posted by

રક્તદાનને એમ જ કંઈ મહાદાન કહેવામાં આવતું નથી. આ કોઈના જીવનને બચાવે છે. પરંતુ આ સિવાય પણ એક બીજી અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય માટે રક્તદાન કેટલું ફાયદાકરક છે તમે જાણો છો? તો બતાવી દઈએ કે રક્તદાન અનેક રીતે લાભકારક હોય છે જે આજે અમે તમને બતાવીશું, એટલે જ રક્તદાન નિયમિત રીતે કરવું જોઈએ.

રક્તદાન હૃદયને મજબૂત બનાવી કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવે છે. તો કેમ રક્તદાન ન કરવું અને પોતાના સ્વાસ્થ્યની સાથે અન્યોના જીવનને પણ બચાવો. રક્તદાન કોઈપણ કરી શકે છે. આ એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. રક્તદાન કરવાથી શરીરમાં રક્તની કમી આવે છે આ માન્યતા તદ્દન ખોટી છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે

જો તમારે કેન્સર જેવા ઘાતકી રોગથી બચવું હોય તો રક્તદાન કરો. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.

હૃદય માટે છે ફાયદાકારક

રક્તદાન દિલ માટે બહુ જ લાભકારક માનવામાં આવે છે. નિયમિત અંતરાલે રક્તદાન કરવાથી શરીરમાં આયરનની માત્રા સંતુલિત રહે છે અને રક્તદાતા હૃદયરોગના ખતરાથી દૂર રહે છે. નિયમિત રક્તદાન કરવાથી શરીરમાં લોહી પાતળું થાય છે જેના કારણે દિલ એકદમ સ્વસ્થ રહે છે.

નવી રક્ત કોશિકાઓ બને છે

શરીરને સ્વસ્થ રાખવા માટે નવી રક્ત કોશિકાઓ બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.

કેલરી બળે છે

એક યુનિટ રક્તદાન કરવાથી આપણા શરીરથી 650 કેલરી બળે છે. આ આપણા આદર્શ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તો જાણી લો કે જો તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો તમારી કેલરી બળે છે જે તમારા વજનને કંટ્રોલમાં રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *