ડેન્ગ્યુ તાવની સારવાર માટે દવાઓની સાથે, તમે આયુર્વેદ ઉપાયનો પણ આશરો લઈ શકો છો. આ તમને આ રોગથી ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરશે. ડેન્ગ્યુ તાવ એ ફ્લુ જેવો રોગ છે જે એડીસ એજીપ્ટી પ્રજાતિના માદા મચ્છરને કારણે થાય છે. આ રોગ તાપમાન, વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં બદલાવમાં ભયંકર સ્વરૂપ લે છે. ડેન્ગ્યુ તાવના સામાન્ય લક્ષણોમાં ઉંલટી, ભયંકર માથાનો દુખાવો, ઉબકા, ત્વચા પર ફોલ્લીઓ, સાંધાનો દુખાવો, આંખોની પાછળનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો શામેલ છે.
ડેન્ગ્યુના મુખ્ય લક્ષણો ડેન્ગ્યુનો મુખ્ય લક્ષણ વધુ પડતો તાવ છે. ડેન્ગ્યુમાં 102-103°F સુધી તાવ આવવો સામાન્ય બાબત છે.ડેન્ગ્યુમાં મોટાભાગે સાંધા, સ્નાયુઓ અને હાડકા માં દુખાવો થાય છે.ગભરામણ થવી તે પણ ડેન્ગ્યુનો જ એક લક્ષણ છે. ડેન્ગ્યુમાં તમને શરીરમાં ગભરામણ મહેસૂસ થાય છે.ડેન્ગ્યુમાં નાના લાલ ચાઠા અથવા રેષેશ થઈ જાય છે. આ રેશેષ માં ક્યારેક ક્યારેક ખંજવાળ પણ થાય છે.મોટાભાગના ડેન્ગ્યુથી પીડિત લોકોને આંખો ની પાછળ દુખાવાની ફરિયાદ રહે છે. આ દુખાવો આંખોની હલનચલન સાથે વધે છે.
ડેન્ગ્યુમાં થાક મહેસૂસ થાય છે.જો તમને ઋતુ બદલવા દરમિયાન ખાસ કરીને વરસાદના સમયમાં અથવા તો તે પછી તાવ, ચાઠા અને શરીરમાં દુખાવો થાય છે તો ડોક્ટરની સલાહ લઈને મેડિકલ તપાસ કરાવો. તપાસ કરાવ્યા બાદ જ માલુમ પડશે કે તમને ડેન્ગ્યૂ છે કે નહીં.જો સમયસર આ લક્ષણોની સારવાર કરવામાં નહીં આવે, તો આ બીમારી ગંભીર સ્વરૂપ લઈ શકે છે. સમયસર સારવારના અભાવથી થાક, ઉંલટી, ઉલટીમાં સતત લોહી નીકળતું, પેઢામાંથી રક્તસ્રાવ થવું, બેચેની, પેટમાં તીવ્ર પીડા અને ઝડપી રક્તસ્રાવ જેવી જટિલ સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો છો તો તમારે દર ૬ કલાકે પેશાબ જવું પડશે જે એક સારો સંકેત છે. પરંતુ જો તમને ઝાંખું દેખાય છે અથવા તો કોઈ પણ જગ્યાએથી રક્તસ્ત્રાવ થાય છે તો તેને નજર અંદાજ ન કરવું અને પોતાના ડોક્ટરનો તુરંત જ સંપર્ક કરવો.ડેન્ગ્યુ માટે હજી સુધી કોઈ વિશિષ્ટ સારવાર નથી, તેથી તેની સારવાર લક્ષણોના આધાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એવામાં આયુર્વેદમાં કેટલાક ઉપાય છે, જે તમને આ તાવમાંથી સાજા થવા માટે મદદ કરી શકે છે.ડેન્ગ્યુના તાવની આયુર્વેદિક સારવાર ડૉક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓ સાથે, તમે રોગથી ઝડપથી છુટકારો મેળવવા માટે આયુર્વેદનો આશરો લઈ શકો છો.
પપૈયાના પાન: ડેંગ્યુની સારવાર માટે પપૈયાના પાંદડા ઘણા લાંબા સમયથી લોકપ્રિય ઉપાય છે. તે ડેન્ગ્યુના લક્ષણોમાં રાહત અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને દર્દીઓમાં ડેન્ગ્યુની સારવારમાં મદદ કરી શકે છે. તમે તેના પાંદડાઓનો રસ કાઢો અને દિવસમાં ઓછામાં ઓછા બે વાર પીવો.નાળિયેર પાણી: ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોમાં ઊલટી થવું એ એક સામાન્ય લક્ષણ છે. જે શરીરમાં પાણીની ઉણપ ઉભી કરે છે. આવી સ્થિતિમાં, નાળિયેર પાણી તમને ડિહાઇડ્રેશનથી બચવા માટે મદદ કરી શકે છે. તમારા આહારમાં નાળિયેર પાણીનો સમાવેશ કરો.
મેથી: મેથીના ઘણા ફાયદાઓમાંથી એક એ છે કે તે શક્તિશાળી દર્દ નિવારક પણ છે. મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ગાળીને પીવો.નારંગીનો રસ: વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને ઝડપ આપવા માટે મદદ કરે છે. નારંગીનો રસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નહીં થાય, પરંતુ શરીરને હાઇડ્રેશન પણ મળશે.
લીમડાના પાંદડા: લીમડાના પાંદડામાં જાદુઈ તબીબી ગુણધર્મો હોય છે. આ શરીરમાં વાયરસના વિકાસ અને ફેલાવાને રોકવામાં મોટો ફાળો આપી શકે છે. તે રોગપ્રતિકારક શક્તિ તેમજ શ્વેત રક્તકણોની પ્લેટલેટ અને રક્ત પ્લેટલેટના કાઉન્ટમાં વધારો કરવામાં મદદ કરી શકે છે. તેને પાણીમાં થોડો સમય ઉકાળો અને પછી તેને ગાળીને પીવો.નોંધઃલેખમાં આપેલા સૂચનો અને ટીપ્સ ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે લેવી જોઈએ નહીં. આયુર્વેદ ઉપચાર વિશે વધુ માહિતી મેળવવામાં અથવા લેખમાં આપેલા ઉપાયોનો સમાવેશ કરતા પહેલા, કૃપા કરીને તમારા ડોક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લો.