આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.
પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં લગ્નની લોભામણી લાલચ આપી એક યુવતી સાથે કેટલી હદ સુધી હેવાનિયત અને ત્રાસ ગુજારવામાં આવ્યો છે તેનો આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. પંથકના એક ગામની રહેવાસી અને સિદ્ધપુરની કોલેજમાં અભ્યાસ માટે અપડાઉન કરતી 20 વર્ષીય યુવતીને હારીજના સરેલ ગામનો ધ્રુવ નામનો શખ્સ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે મહિનાઓ સુધી તેના ઉપર દુષ્કર્મ કર્યા બાદ યુવતી ગર્ભવતી થતાં તેને અમદાવાદમાં ગોંધી રાખી અસહ્ય ત્રાસ આપ્યા હતો.યુવતીના મામાએ તેણીને છોડાવી તેના પિતાને સોંપતા આખરે ધ્રુવ ચમાર અને તેના મામા મામી વિરૃદ્ધ કાકોશી પોલીસ મથકે દુષ્કર્મ, અપહરણની ફરીયાદ નોંધાઈ છે.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધપુર પંથકમાં રહેતી 20 વર્ષીય યુવતી સિદ્ધપુર ખાતેની કોલેજમાં અપડાઉન કરતી હતી તે સમયે હારીજના સરેલ ગામના ધ્રુવ પુનાભાઈ ચમાર નામના શખ્સે લગ્નની લાલચ આપી તેણી સાથે દેથળીના વટેશ્વર મહાદેવ નજીક તથા ધ્રુવના નિદ્રોડા સ્થિત રહેતા મામા રમેશ ગોવિંદભાઈ પરમારના ઘરે અવારનવાર બોલાવી મરજી વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ન જાય તો તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.દરમ્યાન યુવતીને ગર્ભ રહેવાની જાણ થતાં ધ્રુવ દવાખાનાના બહાને તેણીને અમદાવાદ તેના બનેવી હિતેશના ઘરે લઈ ગયો હતો.ત્યારબાદ ધ્રુવ તેણીને સરેલ ગામ લઈ આવ્યો હતો.જયાં શારીરીક અત્યાચાર ગુજાર્યો હતો.
એક દિવસ યુવતીને તેના પિતાને ફોન કરવાનો મોકો મળી જતાં તેણીએ સઘળી વાત પિતાને કરતાં યુવતીના મામા યુવતીને સરેલથી યુવતીના પિતા પાસે લઈ આવ્યા હતાં. યુવતીએ પિતા સાથે કાકોશી પોલીસ મથકે આવી ધ્રુવ તેના મામા રમેશભાઈ ગોવિંદભાઈ પરમાર તથા મામી અંજના રમેશભાઈ પરમાર ઉપર ફરીયાદ કરતાં કાકોશી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મૂળ અરવલ્લી જિલ્લાની વતની અને અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને અભ્યાસ કરતી યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી જતાં પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી હતી. અરજીમાં યુવતીના પિતાએ યુવક તેમની દીકરીને બળજબરીથી ભગાડી ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, કોર્ટમાં હાજર થયેલી યુવતીએ પોતાની મરજીથી પ્રેમી સાથે ગઈ હોવાનો ખુલાસો કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, માનસી(નામ બદલ્યું છે) અમદાવાદની જાણીતી કોલેજમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન તે મયંક(નામ બદલ્યું છે)ના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા તેમણે બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. જોકે, પરિવારને જાણ ન થાય તે માટે લગ્ન બાદ પણ તેઓ અલગ અલગ રહેતા હતા.
દરમિયાન પરિવારને તેમના સંબંધની જાણ થતાં ગત 17મી જુલાઇએ માનસી અને મયંક ઘરેથી ભાગી ગયા હતા. આથી તેમના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હેબિયસ કોર્પસ થતાં માનસી કોર્ટમાં હાજર થઈ હતી અને પોતાની મરજીથી મયંક સાથે ગઈ હોવાનું અને તેમણે બે વર્ષ પહેલા જ લગ્ન કરી લીધો હોવાનો ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, તેણે પિતા તરફથી ભય હોવાની પણ વાત કરી હતી.
એટલું જ નહીં, માનસીએ પોતાને મયંક સાથે જ રહેવું છે તેમ જણાવ્યું હતું. સમગ્ર હકિકત કોર્ટના ધ્યાનમાં આવતાં માનસી પુખ્ત વયની હોવાથી મયંક સાથે જવાની મંજૂરી આપી હતી. સાથે જ તેને પિતા તરફથી ભયની આશંકા વ્યક્ત કરી હોવાથી પોલીસને તેમને જ્યાં જવું હોય ત્યાં સુરક્ષિત મુકવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં યુવકના પરિવારની સુરક્ષા અંગે તકેદારી રાખવા આદેશ કર્યો હતો.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જો યુવક-યુવતીને ધમકી કે જોખમ આપવામાં આવશે કે પછી કોઇ હિંસક કાર્યવાહી કરાશે તો કાયદો તેનું કામ કરશે. આ સંજોગોમાં યુવતી પોતાની મરજીથી યુવક સાથે ગઇ હોવાથી અને તેણે બે વર્ષ અગાઉ લગ્ન પણ કરી લીધા હોવાથી રિટમાં તેના અપહરણનો જે આક્ષેપ કર્યો છે તે સાબિત થતો નથી. યુવતી પુખ્ત હોવાથી તેના નિર્ણયને કાયદા હેઠળનું સન્માન મળવું જોઇએ.