લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ ન કરો આ 4 કામ, બરબાદ થઈ શકે છે જીવન

Posted by

આચાર્ય ચાણક્યએ જીવનને સુખી અને સફળ બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી હતી. આચાર્યએ પોતાની નીતિઓથી એક સા સામાન્ય બાળક ચંદ્રગુપ્તને અખંડ ભારતના સમ્રાટ બનાવી દીધા હતા. માણસે કઈ સ્થિતિમાં કેવો વ્યવહાર કરવો જોઈએ, કયા લોકો સાથે મિત્રતા રાખવી જોઈએ, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ બધી વાતો ચાણક્ય નીતિમાં બતાવવામાં આવી છે.

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિશાસ્ત્રમાં કેટલાક કામ એવા બતાવ્યા છે, જેનાથી કોઈપણ વ્યક્તિનું જીવન બર્બાદ થઈ શકે છે. આ કામોથી દરેક માણસને બચવું જોઈએ.

આ શ્લોકમાં આચાર્યએ બતાવ્યું છે કે આપણે ક્યારેય પણ કોઈ રાજા કે સરકાર સાથે જોડાયેલા લોકો સાથે વેર ન રાખવું જોઈએ. જે લોકો શાસનનો વિરોધ કરે છે, તેમનું જીવન બરબાદ થઈ શકે છે. આજના સમયમાં કોઈ મોટા અધિકારી કે મોટા વ્યક્તિ સાથે દુશ્મની થાય તો ચોક્કસપણે જે-તે વ્યક્તિ માટે પરેશાનીઓ આવવાનું શરૂ થઈ જાય છે. જ્યાં સુધી આપણે સારી સ્થિતિમાં ન હોઈએ ત્યાં સુધી આપણે એવા લોકો સાથે દુશ્મની ન કરવી જોઈએ.

આચાર્યએ બતાવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાને મહત્વ નથી આવતો, વારંવાર ભાગ્યનો દોષ કાઢતો રહે છે, પોતાના શરીરનું ધ્યાન નખી રાખતો, ખાન-પાનમાં લાપરવાહી કરે છે તે વ્યક્તિનું જીવન બરબાદ થઈ શકે છે. મનુષ્ય પોતે જ પોતાનો સૌથી મોટો મિત્ર અને પોતે જ પોતાનો સૌથી મોટો દુશ્મન હોય છે. એટલા માટે આપણે પોતાના શરીરનું પૂરે પૂરું ધ્યાન રાખવું જોઈએ.

ક્યારેય પણ પોતાના કરતા વધુ શક્તિમાન વ્યક્તિ સાથે દુશ્મની ન કરવી જોઈએ. એમ કરવાથી ધનનો નાશ થઈ શકે છે અને આપણું જીવન જોખમમાં પડી શકે છે. એટલા માટે ક્યારેય પણ વધુ બળવાન વ્યક્તિથી સાવધાન રહેવું જોઈએ.

હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ કોઈ વિદ્વાન કે બ્રાહ્મણનો અનાદર ન કરવો જોઈએ. એવા લોકોનું અપમાન કરવાથી આપણું જીવન બરબાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *