તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં નામજ કાફી છે ભલભલા ની બોલતી બંધ કરવા માટે આ શો લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરાયો છે.આ ટીવી શો મુખ્યત્વે ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકોની રહેણીકરણી તેમજ તેમની સાથે બનતા દૈનિક પ્રસંગો પર આધારીત છે.આ સોસાયટીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, દક્ષિણ ભારતીય પ્રજા ઐક્ય સાધીને રહે છે.તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેકની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે.
સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમાધાન પણ કરી લે છે. પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટારકાસ્ટને તમે ટીવી પર રીક્ષાની સવારી કરતાં જોઈ હશે. રોશનસિંહ સોઢીની જીપને છોડીને ગોકુલધામ સોસાયટીના કોઈ પણ મેમ્બર પાસે ક્યારેય કોઈ કાર જોવા મળી નથી. પણ રીઅલ લાઈફમાં આવું નથી. સીરિયલના મોટાભાગના એક્ટર-એક્ટ્રેસિસ જાતે કાર ચલાવે છે. એક માત્ર નટુકાકા સીરિયલના એવા એક્ટર છે, જે ઓટોમાં મુસાફરી કરે છે. તો આવો નજર કરીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કયા એક્ટર પાસે કઈ કાર છે…
જેઠાલાલ.
શોમાં જેઠાલાલ એક સફળ વેપારી છે અને “ગડા ઇલેકટ્રોનિક્સ” નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂ અંગ્રેજી બોલી શકતા નથી.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મોટાભાગના લોકોનું ફેવરિટ પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ઈનોવા કારના માલિક છે.દિલીપ જોશીએ અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. આમ છતાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીવી સીરિયલમાં દુકાનદાર જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.
દયાભાભી.
હંમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને ” ગરબા ક્વિન” તરીકે ઓળખે છે.તેણી હમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામાં આવી છે અને જેઠાલાલના જુદા જુદા રમુજી નામ શોધે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું મહત્વનું દયાભાભીનું પાત્ર ભજવનાર દિશા વાકાણી પાસે ઓડી કાર છે. દિશા છેલ્લાં બે વર્ષથી જોવા મળતી નથી. દિશા સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી. નવેમ્બર, 2017મા દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. બે વર્ષથી ચાહકો તથા મેકર્સ દિશા વાકાણી શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.
બબિતા.
સીરિયલમાં જેઠાલાલ ગડ્ડા જેની પાછળ લટ્ટુ છે એ બિબતા એલે કે મુનમુન દત્ત મોબીલો કાર ચલાવે છે. મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેણે પૂનામાં તેણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી. અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.
ચંપકલાલ ગડ્ડા.
ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલ ના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે.દમદાર એક્ટિંગથી લોકોને હસાવનાર ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ હોન્ડા સિટી કારના માલિક છે . અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે શરૂઆતથી જોડાયેલા છે. આ પહેલા પણ તેઓ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. જેમાં ખિચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગપશપ કૉફી શોપ અને FIRનો સમાવેશ થાય છે.
તારક મહેતા.
જેઠાલાલના સોસાયટીમાં સૌથી સારા મિત્ર છે.જ્યારે જ્યારે જેઠાલાલ સમસ્યામાં હોય છે ત્યારે ત્યારે તે “ફાયર બ્રિગેડ” તરીકે વર્તે છે.જેના નામથી સીરિયલનું નામ છે એ તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પાસે મર્સિડિઝ બ્રાન્ડની કાર છે. શૈલેષ રીઅલ લાઈફણાં અભિનેતા, લેખક અને કવિ છે. જ્યારે તેમની પત્ની ડો.સ્વાતિ લોઢા પણ લેખક છે. તેમની એક દીકરી સ્વરા લોઢા છે, તે પણ તેમની માતાની જેમ લેખક છે.
અંજલી મહેતા
અંજલી મહેતા ડાયેટીશીયન છે અને તેના પતિને ડાયેટથી સમૃદ્ધ ખોરાક જેવા કે “કારેલાનુ શરબત અને ખીચડી”જ આપે છે. મૂળ ગુજરાતની નેહાએ અભિનયની દુનિયામાં કોલેજનાં દિવસોથી જ પ્રવેશ કર્યો હતો. નેહાએ અનેક નાટકો અને ટીવી શોમાં પણ કામ કર્યુ છે. જેમાં ‘હ્રદયત્રિપુટી’, ‘પ્રતિબિંબ પર પરછાઇ’, ‘મસ્તી મજે કી લાઇફ’ અને ‘તુ હી મેરા મૌસમ’ જેવા નાટકો સામેલ છે. જો કે હાલમાં નેહાને લોકો અંજલીભાભી નામથી જ ઓળખે છે
આત્મારામ ભીડે.
આત્મારામ ગોકુલધામ સોસાયટીનો સેક્રેટરી છે અને પોતાની જાતને “એક્મેવ સેક્રેટરી” અર્થાત “એક્માત્ર સેક્રેટરી” તરીકે ઓળખાવે છે. તેને જેઠાલાલ અને તેના પરિવાર સાથે પ્રેમ-નફરત નો સંબંધ છે.સીરિયલમાં સેક્રેટરી અને ટ્યૂશન ટીચરનું પાત્ર ભજવનાર આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવડકર પાસે ફોક્સવેગર કંપનીની કાર છે. મુંબઈમાં જન્મેલા મંદાર ચંદવાડકર એન્જિનિયર છે, પણ એક્ટિંગ પ્રત્યેના લગાવના કારણે તેમણે નોકરી છોડી દીધી હતી. મંદારે અનેક મરાઠી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. તેમની પત્નું નામ સ્નેહલ છે અને સંતાનમાં એક બાળક છે .
માધવી ભીડે.
આ સીરિયલમાં માધવી દ્વારા નવું સ્કુટર ભેટ આપવામાં આવે છે. જેનું નામ તે “સખારામ” પાડે છે. તેની ધર્મપત્ની માધવી ભિડે ઘર આધારિત ઉદ્યોગ મહિલા છેસીરિયલમાં આચાર-પાપડ વેચીને ઘરમાં ભીડે માસ્તરને મદદ કરનાર માધવીભાભી એટલે કે સોનાલિકા જોશી ઈટીયોસ કાર ચલાવે છે. હંમેશા ગળામાં મંગળસૂત્ર, માથે ચાંદલો અને સાડીમાં જોવા મળતા માધવીભાભીની મરાઠી લહેકા સાથે બોલાવાની છટા ગજબની છે. સીરિયલમાં હંમેશા સાડીમાં જ જોવા મળતા સોનાલિકા જોષી રિયલ લૂકમાં ખરેખર અલગ જ દેખાય છે.
પત્રકાર પોપટલાલ.
પત્રકાર પોપટલાલ પાન્ડેનુ છે, જે “તૂફાન એક્સ્પ્રેક્સ”માં પત્રકાર છે. તે ઉત્તર ભારતીય છે અને મૂળ ભોપાલનો વતની છે. તે હંમેશા તેની સાથે એક છત્રી સાથે લઇ ફરે છે. અનેક વખત લગ્ન થતાં થતાં રહી ગયા અને હંમેશા છત્રી સાથે જોવા મળતા પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ઈનોવા કાર લઈને સેટ પર આવે છે. શ્યામ પાઠક રીઅલ લાઈફમાં પરિણીત છે. શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. કોલેજમાં તેની રેશમી સાથે મુલાકાત થઈ હતી, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.
રોશનસિંહ સોઢી.
રોશન સિઘ હરજીત સિઘ સોઢી ગેરેજ ની મલિકી ધરાવે છે અને ખુશીમાં રહેતો વ્યક્તી છે જે ઝઘડાની વાતે ઝડપથી ગુસ્સે થઇ જાય છે.સીરિયલમાં ગેરેજના માલિક અને પોતાની જીપમાં ફરતાં રોશનસિંહ સોઢી એટલે કે ગુરુચરણ સોઢી પાસે પોતાની સ્વિફ્ટ કાર છે. ગુરુચરણે નાનપણથી નક્કી કરી લીધું હતું કે તેન એક્ટર બનવું છે. તેણે બેંગલુરુમાં એક્ટિંગનો કોરિસ્પોન્ડન્સનો કોર્સ કર્યો હતો. શૂટિંગ જોવા માટે અનેક સ્ટુડિયોના ધક્કા ખાધા. બાદમાં સ્ટડી પૂરું કરીને મોડલિંગ શરૂ કર્યું હતું. બાદમાં એક્ટિંગ માટે મુંબઈની વાટ પકડીને અને અહીંયા તેણે તારક મહેતામાં સોઢીનો રોલ મળ્યો.
કોમલ હાથી.
કોમલ હાથી આ સિરિયલ ડૉક્ટર હાથીના પત્નીનો અને રોલ કરનાર કોમલભાભી એટલે કે અંબિકા રંજનકર ઈનોવા કારના માલિક છે. અંબિકા રંજનકર શોમાં હોમમેકર છે. પરંતું તે ખૂબ જ કોન્ફિડેન્ટ અને ફની છે. તે મહિલા મંડળમાં પણ બરાબર એક્ટિવ રહે છે. અંબિકાના પતિ અરૂણ રંજનકર પણ પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર છે. અરૂણે એક્ટિંગ અને ડાયરેક્શન બંને જ ક્ષેત્રોમાં ઘણાં અવોર્ડ્સ જીત્યા છે.
બાઘા.
બાઘેશ્વર દાદુખ ઉદયવાલા (બાઘા) નટુ કાકાનો ભત્રીજો છે અને દુકાનનો કર્મચારી છે.તે રમૂજી છે અને જેઠાલાલ માટે સમસ્યાઓ ઉભી કરે છે.ચાલવાની અને બોલવાની અલગ છટાથી બધાને હસાવનાર બાઘા એટલે કે તન્મય વેકરિયા પાસે હોન્ડા સિટી કાર છે. તન્મય વેકરીયા ગુજરાતના અમરેલીના વડીયાદેવડીમાં જન્મેલા અને ગુજરાતમાં જ ભણી ગણીને મોટો થયેલા તન્મયે 1999માં ગ્રેજ્યુંએશન પૂરું કર્યું હતું. તન્મયે વર્ષ 2000માં ‘સપનાનાં કિનારે’ નામની પ્રથમ સિરિયલમાં એક્ટિંગ કરી હતી.
સુંદરલાલ.
સીરિયલ અને રીઅલ લાઈફમાં દયાભાભીના ભાઈનું પાત્ર ભજવનાર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી પાસે હોન્ડા જાઝ કાર છે. મયુર અભિનેતા હોવા ઉપરાંત એક કુશળ શિલ્પકાર પણ છે. મયુરના પિતા ફેમસ નાટ્યકાર છે. તેઓ પરિવાર સાથે અમદાવાદમા રહે છે.
અબ્દુલ.
આ સીરિયલમાં અબ્દુલ દુકાન ચલાવે છે, જે સરળ મુસ્લિમ વ્યક્તિ અને સોસાયટીના સભ્ય જેવો છે.સીરિયલના કલાકારો જેની દુકાને સોડા પીવા જાય છે એ અબ્દુલ એટલે કે શરદ સાંકલા પાસે સ્વિફ્ટ કાર છે. શરદની શરૂઆતની જિંદગી ખૂબ સંઘર્ષપૂણ રહી છે. શરદે 35થી વધુ ફિલ્મો અને શો કર્યા હોવા છતાં તેને ઓળખ બનાવવામાં ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે આજે મુંબઈમાં તેની પોતાની બે રેસ્ટોરન્ટ છે.
ગોગી.
આ સીરિયલમાં ગોગી ટાપુસેના નો સૌથી નાનો સભ્ય છે.ગોગીનું પાત્ર ભજવનાર ગુજરાતી કલાકાર સમય શાહ પાસે ઈનોવા કાર છે સમયના ઘરમાં તેના માતા-પિતા તથા બે મોટી બહેનો છે.સમય શાહ પોતાની માતાની ઘણી જ નિકટ છે. સમય શાહ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા આરખી ગામનો વતની છે અને તે વર્ષે એકવાર પોતાના ગામની મુલાકાત લે છે.