જેમ કે તમે બધા લોકો જાણો છો કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે, પૌરાણીક માન્યતાઓ મુજબ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા જરૂર કરવી જોઈએ, ભગવાન ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે, તમામ દેવી દેવતાઓથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.
ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને દુખોને હરે છે. અને ભક્તોની બધી મનોકામના પૂરી કરે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને બુધવારે કરવામાં આવતા કેટલાક ઉપાય બતાવીશુ જેને અપનાવવાથી બધી પરેશાનીઓ દૂર થઈને ધનની પ્રાપ્તિ થાય છે. બુધવારનો દિવસ ખાસ રૂપે ગણેશજીની પૂજા અર્ચના કરવાનો હોય છે. કારણ કે શ્રી ગણેશજીને વિધ્નહર્તા કહેવાય છે. તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.
ગણેશ બધા વિધ્નો, રોગ, દોષ અને દરિદ્રતા દૂર કરે છે. જો કોઈપણ કારણવશ તમે તમારા કાર્યમાં સફળ ન થઈ રહ્યા હોય તો અજમાવો શ્રીગણેશને પ્રસન્ન અક્રવાના સરળ અને પ્રભાવશાળી ઉપાય અને ટોટકા..તે ખુદ રિદ્ધિ સિદ્ધિના દાતા અને શુભ લાભના પ્રદાતા છે.બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરો. તેમને સિંદૂર ચઢાવવાથી સમસ્ત પરેશાનીઓ દૂર થઈને બધી સમસ્યાઓનુ સમાધાન થાય છે.
બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
ગણેશજીને આખા મગની સાથે ચૂરમાનો પ્રસાદ ધરાવો. ધાર્મિક માન્યતા અનુસાર દૂંદાળા દેવને આ પ્રસાદ અત્યંત પ્રિય છે. ચૂરમાનો પ્રસાદ ધરાવવાથી વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ: ગણેશોત્સવમાં બુધવારે ગણપતિને દૂર્વા (ધરો) અવશ્ય ચડાવો. ગણેશ અથર્વશીર્ષમાં કહેવાયું છે કે, જે વ્યક્તિ ગણેશજીને દૂર્વા અર્પિત કરે છે તે કુબેર સમાન બની જાય છે. દર બુધવારે ગણેશજીને 5 દૂર્વા અર્પિત કરવાથી બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થાાય છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
અથર્વશીર્ષનો પાઠ: ગણેશોત્સવ દરમિયાન ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. ખાસ કરીને બુધવારે આ પાઠ કરવો. આ પાઠ ગણપતિ બાપાની વૈદિક સ્તુતિ છે. આ પાઠ કરવાથી ધાર્મિક દ્રષ્ટિએ બધા જ દોષમાંથી મુક્તિ મળે છે. ઉપરાંત વ્યાવસાયિક જીવનમાં આવતા કષ્ટ, દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે.
આ મંત્રનો જાપ કરો: ગણશોત્સવ દરમિયાન આવતા બુધવારે ગણેશ ગાયત્ર મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો. ધાર્મિક માન્યતા અનુસાર, આ જાપથી ગણેશજી પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે.
કન્યાઓને ભોજન: ગણપતિ ઉત્સવ વખતે બુધવારે કન્યાઓને ભોજન કરાવવું જોઈએ. બુધવારના દિવસે મંદિરમાં સફેદ રંગના ગણેશજીની વિધિવત્ રીતે સ્થાપના કરવાથી દરિદ્રતા દૂર થાય છે.ધન અને વૈભવની પ્રાપ્તિ: ભગવાન ગણેશના મસ્તક પર ગાયના ઘીમાં સિંદૂર ભેળવીને તિલક કરો અને પોતાના કપાળ પર પણ આ તિલક લગાવો. આ ઉપાય કરવાથી બાપા પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે. ધન-વૈભવની પ્રાપ્તિ પણ થાય છે. આ સિવાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરી શકો છો.