માં ખોડિયાર માની પ્રાગટ્યની કથા જાણીએ 9 થી 11મી સદીની આસપાસના જમાનાની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતો હતો.
તે વ્યવસાયે માલધારી હતો અને ભગવાન ભોલેનાથનો પરમ ઉપાસક હતો તેમના ધર્મપત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળાં હતાં તેઓ માલધારી હોવાને કારણે ઘરે દૂઝણાંને લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો.
પણ ખોળાનો ખુંદનાર કોઈ ન હતું તેનું દુઃખ દેવળબાને પરેશાન કરતુ હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતાં તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણ લખ્યો નીમ હતો.
તે વખતે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામડિયા ચારણ સાથે ગાઢ દોસ્તી હતી મામડિયા ચારણ તેમના દરબારમાં અચૂક અવારનવાર હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન હોય.
તે દિવસે રાજાને દરબારમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ જ ઉણપ નથી આ રાજના દરબારમાં પણ કેટલાક ઈર્ષ્યાળુઓ હતા કે જેમને રાજા અને મામડિયાની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી.
આવા લોકોએ ભેગા મળીને એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામડિયો નિઃસંતાન છે તેનું મોઢું જોવાથી અપશુકન થાય છે તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય એવું બની શકે રાજા ઈર્ષ્યાળુ લોકોની વાતમાં ફસાઈ ગયા.
એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા રાજાએ મામડિયાને કહ્યું કે હવે આપણી મિત્રતા પૂરી થાય છે એમ કહીને ચાલ્યા ગયા તેનું કારણ જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંઝિયા મહેણાં મારવા માંડ્યા મામડિયા દુઃખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે.
મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા માંડી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં.
મામડિયા પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતાં હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાતપુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે મામડિયા ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી.
તેમની પત્નીએ ભગવાન ભોલેનાથના કહેવા પ્રમાણે મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણાં રાખ્યાં જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું.
મામડિયાને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ,સાંસાઈ,જાનબાઈ ખોડિયાર અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું એક પ્રસંગ એવો બન્યો કે મેરલદેવ ખેતરમા ખેતી કરતા હતાને ઝેરી સાપ તેમને પાછળથી આવી ને ડંખી ગયો.
આ ઝેરને કાઢવા ઘણા નુસ્ખા ઓ અજમાવ્યા પણ કઈ ફેર ના પડ્યો ત્યારે ઋષિમુનિ એ આ ઝેરનો તોડ બતાવ્યો કે પાતાળમા રહેલ નાગલોકનુ અમૃત જળ જો સુર્ય અસ્ત થયા પહેલા મેરલદેવને આપવામા આવે તો ઝેર ઉતરી શકે છે.
આ સમયે જાનબાઈ પાતાળલોક જાય છે અને તે અમૃત કળશ લાવે છે પરંતુ તે સમયે તેના પગમા ઠેસ લાગી જાય છે જેથી તે બરાબર ચાલી શકતા નથી જેથી તેમણે આ સફર પુર્ણ કરવામા મગરની મદદ લીધી હતી અને મેરલદેવનો જીવ બચાવ્યો હતો.
બસ આજ પ્રસંગોપાત જાનબાઈ માતા ખોડલ તરીકે આખા જગતમા પ્રખ્યાત થયા તેમના વાહન તરીકે મગરને સ્થાન આપવામા આવ્યુ આ ઉપરાંત એક પ્રસંગ એવો પણ છે છે કે રાં નવઘણના માતા સોમલદે ખોડીયાર માતાના ભક્ત હતા.
તેમના આશિષથી જ રા નવઘણનો જન્મ થયો હતો આથી રા નવઘણ પોતાની બહેનની સહાયતા માટે યુદ્ધ ભુમિમા જઈ રહ્યા હતા ત્યારે તેમણે માતા ના મંદિરની નજીકથી ૨૦૦ મી ઉંચાઈથી ઘોડો કુદાવ્યો છતા રા નવઘણ કે ઘોડાને કોઈપણ જાતની હાની પહોચી નહી.
ખોડિયાર માતાજીનું વારાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં પાટણ જિલ્લા નાં સમી તાલુકાનાં વરાણા ગામે આવેલ છે આ ગામ સમી થી આશરે ૫ થી ૬ કિ.મી.એ આવેલુ છે અહીં ખોડિયાર માતાનું કોતરણીવાળુ ભવ્ય મંદિર આવેલુ છે.
અહીં વરાણા માં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમ નાં દિવસે મોટો મેળો ભરાય છે જેમાં પુરા ભારત દેશમાં વસતા પાટણ જિલ્લા નાં ગુજરાતીઓ માતાજીનાં દર્શનાર્થે આવે છે તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે.
ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે અહીં રહેવા માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવે છે વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહા સુદ ૧ થી મહા સુદ ૧૫ સુધી ચાલતા આ મેળામાં સાતમ આઠમ અને નોમ નું ખાસ મહત્વ છે.
તેમાંયે આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે મેળામાં ચગદોડ નાની મોટી ચકરડીઓ મોતનાં કુવા જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે અહીંનાં આજુબાજુનાં તમામ રોડ રસ્તાઓ પર વાહનોની કતાર લાગી જાય છે.
ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામમા આવેલ ખોડીયાર માતાના મંદિર ખુબ જ જાણીતુ છે જે ભાવનગરથી ૧૭ અને સિહોર થી ૪ કી.મીના અંતરે આવેલુ છે જ્યા તાતણીયો ધરો પણ છે જેના લીધે માતા ધુરાવાળા ખોડીયાર તરીકે પણ પ્રસિદ્ધ થયા રાજકોટ જિલ્લા ના વાંકાનેર તાલુકા ના માટેલ ગામ મા પણ માતા નુ અજોડ મંદિર સ્થાપિત છે.
ઊંચા શિખરો પર આવેલ આ મંદિર માતા નુ જૂનુ સ્થાનક છે તથા આવડ ખોડીયાર હોલબાઈ બીજબાઈ ની પ્રતિમા ઓતથા પીલુડી નુ ઝાડ આવેલ છે અમરેલી જીલ્લા ના ધારી ગામ ના શેત્રુંજી નદી ના કાઠે પણ માતા બિરાજમાન છે જ્યા ઊંડા પાણી નો ધરો હોવા થી ગળધરો તરીકે ઓળખાય છે આ ઉપરાંત કાગવડ તથા ભાયાવદર મા પણ માતાજી ના સ્થાનકો છે.