લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

શિયાળામાં અચૂક ખાઈ લ્યો આ લાડુ, 100% ગેરેન્ટી આખું વર્ષ શરદી-કફ, સાંધા અને કમરના દુખાવા નજીક પણ નહિ આવે

Posted by

શિયાળાની ઋતુમાં શરીરને ફિટ રાખવા માટે લોકો ઘણા પ્રકારના લાડુનું સેવન કરે છે, જેમ કે તલના લાડુ, ગુંદરના લાડુ વગેરે, પરંતુ આજે અમે એક એવા લાડુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને કદાચ અમુક લોકો જ જાણતા હશે. અમે આજે અજમાના લાડુની વાત કરવા જઈ રહ્યા છીએ.

જી, હા અજમાના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે અજમાના લાડુમાં ઔષધીય ગુણો ભરપૂર માત્રામાં હોય છે. અજમાના લાડુના સેવનથી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણ કેઅજમાના લાડુમાં ફાઈબર, સોડિયમ, આયરન, વિટામિન એ, વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તેમજ અજમામાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

અજમાના લાડુ ખાવાના ફાયદા:

શરદીની સમસ્યા હોય ત્યારે અજમાના લાડુનું સેવન ફાયદાકારક છે. કારણ કે અજમાના લાડુમાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરદી અને ઠંડીની સમસ્યાને દૂર કરે છે. અજમાના લાડુમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. જેના દ્વારા વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકાય છે.

અજમાના લાડુ પ્રેગનેન્સી બાદ સમસ્યાઓમાં રાહત આપવામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અજમામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ડિલીવરી બાદ દુખાવામાં રાહત આપે છે.

શિયાળાની ઋતુમાં હાથ-પગમાં દુખાવાની સમસ્યા રહે છે, પરંતુ જો તમે ઠંડીની ઋતુમાં રોજ અજમાના લાડુનું સેવન કરો છો તો તેનાથી દુખાવામાં રાહત મળે છે. કારણ કે અજમામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.

દાત ના પેઢામાં સોજા આવે ત્યારે નવસેકા પાણી માં અજમાના તેલના ૨ ટીપાં નાખીને કોગળા કરવાથી ફાયદો થાય છે. અથવા અજમા ને પીસીને પાવડર બનાવીને તેનાથી બ્રશ કરવાથી પણ દુખાવો અને સોજામાં તરત જ રાહત મળે છે. કમરના દુખાવામાં, પીઠ ના દુખાવામાં પણ અજમાનો ઉપયોગ કરી શકો છો. રોજ અજમાના તેલની માલીશ કરવાથી અવશ્ય ફાયદો થશે. સાથે સાથે રોજ એક ચમચી અજમો પણ ખાવો.

વધતા વજનથી પરેશાન લોકો માટે તો અજમાના લાડુ બેસ્ટ છે દરરોજ અજમાના લાડુનું સેવન કરવાથી ચરબી જલદી ઓગાળી જાય છે. કારણ કે અજમાના લાડુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે વજનને કંટ્રોલ કરે છે. જો સંધિવામાં સાંધા જકડાઈ ગયા હોય તો તેના પર અજમાના તેલની માલીશ કરવી અને અજમાંને પીસીને તેનો લેપ પણ લગાવી શકાય છે.

ડુંગળીનો રસ અને અજમો વાટી મિક્ષ કરી શરીરે લગાવવાથી શરદીમાં પરસેવો વળી શરદી મટી જાય છે. અજમાને બારીક પીસીને તેમાં થોડી હિંગ મિક્ષ કરીને થોડુક પાણી નાખીને લેપ જેવું બનાવી લો. આ પેસ્ટ ને આ લેપને પેટ પર લગાવવાથી પેટનું ફૂલી જવું, પેટમાં ગેસ થઇ જવો વગેરે સમસ્યામાંથી તરત લાભ થાય છે.

એક ભાગ અજમો, એક ભાગ મરી અને ત્રણ ભાગ ગળો વેલ લઇ રાત્રે પાણીમાં પલાળીને સવારે પીસીને ગાળીને પીવાથી તાવ માં ફાયદો થાય છે. પીપળીમૂળ, અરડુસી અને ખસખસ નો ઉકાળો કરી તેમાં પીસેલો અજમો નાખી પીવાથી કફની ઉધરસ મટે છે. અજમાના ફૂલ ને દિવસમાં ત્રણ વાર ઘી અને મધ સાથે મિલાવીને લેવાથી પણ કફ ઓછો થાય છે ઉધરસ મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *