લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આટલી મોંઘીદાટ ગાડીઓ રાખે છે ગુજરાતનાં આ સુપ્રસિદ્ધ કલાકારો,ગાડીની કીંમત જાણી ચોંકી જશો….

Posted by

આજના સમયમાં બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ સારી લાઈફ જીવે છે અને આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોના કલાકારો પણ પોતાની આવકના કારણે સારી લાઈફ પસાર કરી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતી સિંગરો પણ લક્ઝૂરિયસ લાઈફ જીવે છે.ગુજરાતી સિંગરોના સુરીલો અવાજ દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે અને વિદેશોમાં રહેતા લોકો પણ આ ગુજરાતી સિંગરના અવાજના સાંભળવા વિદેશમાં પ્રોગ્રામ કરવામાં આવે છે.આ સિંગરોને પણ પોતાની અલગ અલગ કારોના શોખીન છે. તો ચાલો જાણીએ ગુજરાતી સિંગરો પાસે કઈ કઈ કાર છે.

ઓસમાણ મીર.

 

ઓસમાણ પીર ટોયોટો ઈનોવા કાર ફેરવે છે.ઓસમાણ મીરના પિતા હુસૈન મીર અને દાદા અલ્લારખા ઉસ્તાદ તબલા વાદક હતા અને તેમણે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધેલી. તેઓ સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલા ના શીર્ષક ગીત મોર બની થનગનાટ કરે ફિલ્મ ગાયનમાં જાણીતા બન્યા છે.ગુજરાતના ભજનીક નારાયણ સ્વામીને તેમણે સંગીતની તાલીમ આપેલી.

અલ્પા પટેલ.

 

અલ્પા પટેલ ટોયોટો ઈનોવા ક્રિસ્ટલ કાર ફેરવે છે.અલ્પા પટેલ એ 10 વર્ષ ની ઉંમરે ગાવા ની શરૂવાત કરી હતી.અલ્પા પટેલ એ પહેલો પ્રોગ્રામ 50 રૂપિયા ની ફી થી કરનાર આ લોકલાડીલી ગાયિકા અલ્પા પટેલ પર આજે લખો રૂપિયા નો વરસાદ થાય છે.અલ્પા પટેલ ના સંતવાણી અને ડાયરા ના પ્રોગ્રામ ની ફી 1થી 1.25 લાખ રૂપિયા લે છે.બગસરા ના મુંઝીયાસર ગામની અલ્પા પટેલનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે. તે 1 વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું જેના કારણે પરિવાર માથે મોટી આફત આવી પડી હતી.

ફરીદા મીર.

 

ફરીદા મીર મરસિડિસ જીએલએ કાર ફેરવે છે.ફરીદામીર કે જેને માત્ર 14 વર્ષની ઉંમરથી જ ભજનો ગાવાનું અને સ્ટેજ પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. ફરીદા મીર એક મુસ્લિમ પરિવારમાંથી છે અને તેમણે હિંદુ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. આજે ફરીદા મીરને ભજન ડાયરા કરવાના 2 લાખ 25 હજાર રૂપિયા મળે છે.

ગીતાબેન રબારી.

 

 

 

ગીતાબેન રબારી ટોયોટો ઈનોવા કાર ફેરવે છે.ગીતા રબારી જે અનેક ગીતો  ગાઈને ખુબ પ્રખ્યાત થઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે પોતાની શાળાના પ્રોગ્રામમાં પોતાની ગાયકી શરૂ કરનાર ગીતા રબારી ગુજરાતનું એક જાણીતું નામ બની ગયું છે અને લોકો તેમણે ગયેલા ગીતોને ખુબ જ પસંદ કરે છે. ગીતા રબારીને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે. તે મૂળ કચ્છના છે. ગીતા રબારીને એક  પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

કીર્તિદાન ગઢવી.

 

 

કીર્તિદાન ગઢવી પાસે મરસીડીજ કાર છે.કિર્તીદાન ગઢવી જે પોતાના ડાયરા અને સંતવાણી જેવા પ્રોગ્રામ માટે વખણાય છે ગુજરાતના લોક ગીતો અને પોતાના સુરીલા કંઠના માધ્યમથી લાખો લોકોના દિલમાં વસેલા તેમજ દેશ વિદેશ માં પણ જેમનું નામ ગુંજે છે. કિર્તીદાન ગઢવી વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોલેજમાં તમને સંગીત અને ગાયનનો અભ્યાસ કર્યો છે. કિર્તીદાન ગઢવી એક પ્રોગ્રામ કરવાના 3  થી 4 લાખ રૂપિયા મળે છે. જેમાં તે માત્ર લગભગ 4 થી 5 કલાક જ ગાય છે.

હેમંત ચૌહાણ.

 

હેમંત ચૌહાણ હોન્ડા સિટી ટાવેરા ફેરવે છે.જે તેના ભજનોના ઢાળ અને રાગો માટે ખુબ જ પ્રખ્યાત છે. મિત્રો હેમંત ચૌહાણ ભણવાનું લુ કર્યું તે પહેલા તેમણે જાતે સંગીત શીખવાનું ચાલુ કરી દીધુ હતું. મોટા થયા બાદ તેમણે ગામડે ગામડે ફરીને સંતો તેમજ ભજનીકો પાસેથી ભજનો અને શાસ્ત્રીય સંગીત શીખ્યું.પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી અને આજે તે ખુબ જ પ્રખ્યાત ભજનિક બની ગયા છે અને આજે તેમને ભજન સંતવાણી કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

જીગ્નેશ કવિરાજ.

 

જીગ્નેશ કવિરાજ ટોયોટો ફોરચુનર ફેરવે છે.જેમણે માત્ર 13 વર્ષની ઉંમરે જ સંગીતનો સફર ચાલુ કર્યો હતો. તે ઉત્તર ગુજરાતના રહેવાસી છે અને તેવોએ લગ્ન ગીતોથી તેમની નામના બનાવી અને આજે એટલા છવાય ગયા છે કે બધી જ જગ્યાએ તેમના પ્રોગ્રામ થાય છે. સૌરાષ્ટ્રમાં તેમને પ્રસિદ્ધ કરવાનાર કોઈ હોય તો એ છે કિર્તીદાન ગઢવી. જીગ્નેશ કવિરાજે પોતાના ઘણા બધા આલ્બમ પણ બનાવ્યા છે. આજે તેઓ લગભગ આશરે 150 થી 200 આલ્બમ ગીતો અને ભજનો બનાવી ચુક્યા છે અને તેઓ ડાયરાઓ પણ કરે છે અને આજે તેમને એક ડાયરો કરવાના 70 હજાર રૂપિયા મળે છે.

કિંજલ દવે.

 

કિંજલ દવે ટોયોટો ઈનોવા ક્રેસ્ટેલ ફેરવે છે.કિંજલ દવેએ ચાર ચાર બંગળીના ગીત દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જોકે કિંજલ દવેએ ચાર ચાર બંગડી વાળું ગીત કોપી કર્યું હતું અને તેના પર હમણાં સુધી કેસ પણ ચાલતો હતો. કિંજલ દવે એ કેસ કોર્ટમાં હારી ગયા છે. પરંતુ તેમના નામના એટલી વધી ગઈ કે તેમનો ચાર્જ પણ ખુબ જ વધી ગયો છે. પહેલા નાના મોટા કાર્યક્રમો કરતી કિંજલ દવેને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.

માયાભાઈ આહીર.

 

માયાભાઈ આહીર ટોયોટો ફોરચુનર ફેરવે છે.માયાભાઈ આહીર બધાના લોકપ્રિય સાહિત્યકાર છે. મિત્રો આજે લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે પોતાનું આગવું સ્થાન ધરાવતા માયાભાઈ પહેલા ડ્રાઈવિંગ કરતા હતા અને ડાયરાના ખુબ જ શોખીન હતા. પરંતુ તેમણે તેમના આ શોખને અંજામ આપીને આજે ખુબ સારા લોકસાહિત્યકાર અને હાસ્યકાર પણ છે. તો મિત્રો ડ્રાઈવિંગથી ડાયરા સુધીની સફર ખેડનાર માયાભાઈને આજે ડાયરો કરવાના 1 લાખ 75 હજાર રૂપિયા મળે છે.

રાજભા ગઢવી.

 

રાજભા ગઢવી ટોયોટો ફોરચુનર ફેરવે છે.આજના યુવાન અને સારા સાહિત્યકાર છે. મિત્રો પિતાના પ્રભાતિયા, અને રેડિયો પર ભજનો સાભળીને પ્રેરણા મેળવનાર એક માત્ર કલાકાર એટલે રાજભા ગઢવી છે. કહેવાય કે આ કળા તેમને  વારસામાં જ મળેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે રાજભા ગાયો ભેંસો ચરાવતા હતા. પરંતુ તેમને ડાયરા અને ચારણી સાહિત્યનો ખુબ જ શોખ હતો અને આજે તે ખુબ સારા કલાકાર બની ગયા છે અને તેમને ભજન ડાયરો કરવાના 1 લાખ 30 હજાર રૂપિયા મળે છે.

ઉર્વશી રાદડિયા.

 

ઉર્વશી રાદડિયા મારુતિ સિયાઝ કાર છે.હોંગકોંગમાં ભારતીય જવાનોની શહીદી બાદ ફંડ એક્ઠું કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પર્ફોમન્સ આપ્યું હતું.ગૌશાળા માટે ફાળો એક્ઠો કરવા યોજાયેલા ઉર્વશીના એક કાર્યક્રમમાં 3.5 કરોડની રકમ ભેગી થઈ હતી.ઉર્વશી આજ સુધી ગૌશાળા માટે પોતાના કાર્યક્રમમાં કુલ 25 કરોડનું ફંડ ભેગુ કરી ચૂક્યા છે.ઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું. પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી. અને ઉર્વશીએ મ્યુઝિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.ઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. તેમણે 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી.ઉર્વશીના પહેલા સ્ટેજ પર્ફોમન્સની ઘટના રસપ્રદ છે. તેઓ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પર્ફોમ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીને તક મળી.

લક્ષમણ બારોટ.

 

લક્ષમણ બારોટ પાસે ટોયટો ફોર્ચ્યુનર કાર છે.લક્ષ્મણ બારોટ કે જે પોતાના ભજન સંતવાણીથી આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. લક્ષ્મણ બારોટ નારાયણ સ્વામી પછી ભજનની પરંપરાને સાચવતા આવ્યા છે. હાલમાં તેવો ભરૂચ પાસે તેમના આશ્રમમાં રહે છે. તેને પણ સંતવાણી ભજન કરવાના 1 લાખ 75 હજાર રૂપિયા મળે છે.

ખીમજી ભરવાડ.

 

ખીમજી ભરવાડ જે રાજકોટના પ્રસિધ્ધ સિંગર છે જેમની પાસે ટોયોટો ઈનોવા કાર છે.તેમના ભજન આજે પણ લોકો સાંભળી રહ્યા છે.તે અત્યારે પણ ઘણી જગ્યાએ પોતાના ભજનના ડાયરાઓ કરતા હોય છે.તેઓ નો મધુર આવાજ ના લોકો દીવાના છે.

મનીષા બારોટ.

 

મનીષા બારોટ પાસે મારુતિ સુઝુકીની ડિઝાયર કાર છે.મનીષા બારોટ ઉત્તર ગુજરાતની સૌથી લોકપ્રિય સિંગર છે.અનેક જગ્યાએ પોતે આખો ડાયરો બની ને મોજ કરાવે છે.તેઓનો સુંદર આવાજ લોકો ખુબજ પસંદ કરે છે.

દેવાયત ખવડ.

 

દેવાયત ખવડ પાસે મરસીડીઝ ઈ 250 છે.ડાયરામાં રોનક લાવી દેનાર દેવાયત ભાઈ કે જેઓ ની વાતો ખુબજ વાઈરલ થતી હોય છે રાણો રાણા ની રીતે અને અનેક ડાયલોગો જેમાં ના હાલમાં ખુબજ વાઈરલ થતાં હોય છે.ખવડ પણ એક સાદગી ભર્યું જીવન જીવવા નું પસંદ કરે છે.

ગમન સાંથલ.

 

ગમન સાંથલ પાસે મરસીડીજ તે સિવાય બેંટલી જેવી ગાડીઓ પણ છે.ગમન આજે ગુજરાત ભરમાં જાણીતો છે.તેમણે ગાયેલી રેગડી અને ગીતો ધૂમ મચાવી રહ્યાં છે.જોકે તેમના નામની સાથે તેમની સંગર્ષગાથા પણ જાણવા જેવી છે.શા માટે નામ પાછળ લખાવે છે ગામનું નામ.એક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *