માતા મોગલના પરચા અપરંપાર છે. ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે.કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.ઘોર કળિયુગમાં માતાજી મોગલ ને જો સાચા દિલ થી જો યાદ કરવામાં આવે તો માતાજી તમારી મનોકામના પુરી કરશે.
માતાજી ને આજ સુધીં માં ગમે ત્યારે યાદ કરવામાં આવે અને જો માતાજી પર પુરી શ્રદ્ધા હોય તો તમારી તમામ મનોકામના પુરી થશે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.
દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે. થોડા સમય પહેલા માં મોગલના મંદિરે બે યુવકો 50 હજાર રૂપિયા લઈને માનતા પુરી કરવા માટે આવ્યા હતા.
ત્યારે મણિધર બાપુએ તેમને પૂછ્યું કે કેવી માનતા હતી ત્યારે યુવકોએ જણાવ્યું કે અમે પાર્ટનરમાં કામ કરીએ છીએ અને છેલ્લા ઘણા સમયથી એક જમીનનું કામ રોકાયેલું હતું. ઘણી મહેનત કરી છતાં કોઈને કોઈ મુસીબત આવી જતી અને તેમનું કામ રોકાઈ જતું હતું.
પછી અમે બંનેએ માં મોગલની માનતા રાખી હતી કે માં મોગલ અમારી જમીનનું કામ સારી રીતે થઈ જશે તો અમે મંદિરે આવીને 50 હજાર રૂપિયા તમારા ચરણોમાં અર્પણ કરીશું. આ વાત સાંભળીને મણીધરબાપુ એ કહ્યું કે તારું કામ પૂરું થયું એ કોઈ ચમત્કાર નથી, આ તો માં મોગલમાં તમારી અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતો એટલે જ તમારું કામ પૂરું થયું છે.
માં મોગલ પર આવીજ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો માં મોગલ તમારા પણ બધા જ કામ પુરા કરશે.માં મોગલને આ પૈસાની કોઈ જરૂર નથી આ રૂપિયા તેમ બંને તમારી બહેનોને આપી દેજો માં મોગલ બધાને ખુશ રાખશે.
આવોજ એક બીજો પરચો એક વ્યક્તિની છે કે જેણે પોતાના કાર્યને પૂરું થાય તે માટે માતાજી ની માનતા રાખી હતી. જે બાદ વ્યક્તિ ની મનોકામના પૂર્ણ થતાં વ્યક્તિએ માના ચરણોમાં 3 લાખ 20 હજાર રૂપિયા ની ભેટ અર્પણ કરવા ત્યાં હાજર મણીધર બાપુ ને આ રકમ આપી જે બાદ પહેલા તો બાપુએ આ રકમ લઇ લીધી.
પરંતુ તે બાદ બાપુએ યુવક ને પુછ્યુ કે શું માતાજી એ તમારી મનોકામના પૂર્ણ કરી ? જેના જવાબ માં વ્યક્તિ એ હા કહ્યું જે બાદ બાપુએ યુવકે આપેલા 3 લાખ 20 હજાર રૂપિયાના બે સરખા ભાગ કર્યા અને તેમાં બે રૂપિયા ઉમેરી ને યુવક સાથે આવેલ બે યુવતિ ને આપ્યા અને કહ્યું કે આ રકમ મોગલ માએ આપી છે.
બાપુએ કહ્યું કે માતાજી ને આ પૈસાની જરૂર નથી. આ પૈસા નો સારી જગ્યાએ ઉપયોગ કરજો જેથી માતાજી તમારાં પર પ્રશન રહે ઉપરાંત બાપુએ એ પણ કહ્યું કે માતાજી પર વિસ્વાસ રાખજો પરંતુ અંધશ્રધ્ધા ના રાખવા કહ્યું કે બાપુએ કહ્યું કે માતાજી આપવા વાળા છે પરત લેવા વાળા નથી.