લેટેસ્ટ News & Stories અને Videos માટે પેજ લાઈક કરો

આ રીતે વોટ્સઅપની મદદથી બુક કરાવી શકાશે HPનો ગેસ સિલિન્ડર,આ છે નંબર અને પ્રોસેસ,જાણી લો વિગતવાર

Posted by

જો તમે પણ HPનો lpg gas cylinder વાપરો છો તો તમારા માટે રાહતના સમાચાર છે. હવે તમે વોટ્સએપની મદદથી જ આ ગેસ સિલિન્ડર બુક કરાવી શકશો. જાણી લો બુકિંગ માટેનો નંબર અને પ્રોસેસ પણ.હવે વોટ્સએપથી ગેસ બુકીંગથી લઈને સબસીડી સુધીની જાણકારી મેળવો તમારા મોબાઈલમાં ઘર માટે રાંધણ ગેસ સિલિન્ડર ખતમ થયા પછી નવું સિલિન્ડર મંગાવવા માટે કોલ કરવો પડે છે, અને તેમાં કેસેટ વાગે એ રીતે બટન દબાવીને સિલિન્ડર નોંધાવવું પડે છે. આ ઝંઝટવાળું કામ હોય છે. પણ હવે તમારે વધારે પરેશાન નહિ થવું પડે. જી હાં, કારણ કે ગેસ કંપનીઓ હવે પોતાના ગ્રાહકોની સુવિધા માટે વોટ્સએપ દ્વારા પર ઓર્ડર બુક કરવાની સુવિધા આપી રહી છે.

તેનો અર્થ એ થયો કે હવે અમે ફોન કર્યા વગર ઘરે બેઠા બેઠા માત્ર વોટ્સએપનો ઉપયોગ કરીને, તમારા ઘર માટે સરળતાથી ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. અને તમારું આ કામ ઝટપટ થઇ પણ જશે કારણ કે તેની રીત ઘણી સરળ છે.

 

આજે અમે જણાવીશું કે, કઈ રીતે એચપી ગેસ (HP Gas) ના ગ્રાહકો વોટ્સએપ દ્વારા પોતાનું એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. હવે તમારા મગજમાં આવી રહ્યું હશે કે, તેમનો વોટ્સએપ નંબર કયો છે, જેના પર મેસેજ કરવો પડશે, અથવા બીજો સવાલ એ થયો હશે કે ગેસ સિલિન્ડર નોંધાવવાની રીત કઈ છે? તો આવો તમને વિસ્તારથી આ સવાલોના જવાબ આપીએ.

 

HPનો lpg gas cylinder કરાવો બુક વોટ્સએપની મદદથી કરાવી શકાશે બુકિંગ જાણો નંબર અને ખાસ પ્રોસેસ પણહવે ગેસ કંપનીઓ તેમના ગ્રાહકોને ગેસના બુકિંગ માટે ખાસ સુવિધા આપી રહી છે. HPનો lpg gas cylinder વોટ્સએપની મદદથી પણ સરળ રીતે બુક કરાવી શકાશે. તેની પ્રોસેસ પણ ખૂબ સરળ છે.આ રીતે વોટ્સએપની મદદથી કરો સિલિન્ડરનું બુકિંગ.

 

HP ગેસ સિલિન્જરના બુકિંહ માટે સૌ પહેલાં પોતાના ફોનમાં 9222291122 નંબર સેવ કરો.મોબાઈલ નંબર સેવ કર્યા બાદ વોટ્સએપ ઓપન કરો અને જે નંબર સેવ કર્યો છે તેનું ચેટ બોક્સ ખોલો.હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કેટલાક વોટ્સએપ કી વર્ડ ટ્વિટ કરીને જણાવ્યું છે કે ગ્રાહકોને બુકિંગ માટે Book, એલપીજી કોટા જાણવા માટે Quota, એલપીજી આઈડી જાણવા માટે Lpgid, એલપીજી સબ્સીડી માટે Subsidy અને અન્ય ઓપ્શન જાણવા માટે Help લખીને મોકલવાનું રહેશે.

 

દરેક ગ્રાહકે પોતાની જરૂરિયાતના આધારે કીવર્ડ પસંદ કરીને મેસેજ કરવાનો રહેશે. જો તમે એજન્સીમાં આપેલા ફોન નંબર સિવાય અન્ય નંબરથી બુકિંગનો પ્રયાસ કરશો તો તમને એક મેસેજ મળશે જેમાં લખ્યું હશે કે આ નંબર કંપની પાસે રજિસ્ટર નથી.

 

પ્રિય એચપીજીએએસ ઉપભોક્તા, એચપીસીએલ તમને ક્યારેય ઇ-મેલ મોકલશે નહીં અથવા તમારા એકાઉન્ટ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો પિન  પાસવર્ડ  ઓટીપી /યુઆરએન અથવા જન્મ તારીખ, માતાના નામની વ્યક્તિગત વિગતો પાન નંબર, આધાર નંબર વગેરે માટે પૂછશે નહિ એચપીસીએલ વતી તમને કોઈ એવી માહિતી ઈ-મેલ અથવા ફોન કોલ્સ દ્વારા પૂછે છે તેનાથી સાવચેત રહો. કૃપા કરીને કોઈ નોકરી અથવા કોઈ સેવા પ્રદાન કરતી ઇમેઇલ્સને અથવા તમારા લોટરી જીત્યા છો અથવા unknown ઇમેઇલ આઈડીથી મેલ્સની ખુલ્લી જોડાણ છે તેવો દાવો કરીને તમારું બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ વિગતો પ્રદાન કરશો નહીં. તમને શ્રેષ્ઠ ઓનલાઇન સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરવાનો અમારો પ્રયાસ હોવા છતાં, એચપીસીએલ તમારા દ્વારા કરવામાં આવેલા કોઈપણ ભૂલભરેલા વ્યવહારો માટે જવાબદાર નથી. એચપીસીએલ કોઈપણ ખોટા પેદા થતા તમારા એકાઉન્ટના દુરૂપયોગ માટે જવાબદાર રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *